આજે જ જાણીલો ઇન્જેકશન આપેલા તરબૂચ ઓળખવાની આ સાચી રીતને, નહિતર થઇ શકે છે આવા ગંભીર રોગો…

Spread the love

અત્યારે ઉનાળાની ઋતુ ચાલુ થઈ ગઈ છે, અને તેની સાથે તરબૂચ પણ આવવા લાગ્યા છે. જેને ઉનાળાની ઋતુ માટે સૌથી બેસ્ટ ફળ માનવામાં આવે છે. તરબૂચમાં ૯૨ ટકા પાણી અને છ ટકા ખાંડ હોય છે. ઉનાળમાં તેનું સેવન કરવાથી આપણું સ્વાસ્થ્ય સારું રહે છે. તે આપણા શરીર માટે ફાયદાકારક છે. કેમ કે તેની અંદર ફાયબરનું પ્રમાણ વધુ હોય છે.

પરંતુ અત્યારે બજારમાં વેચવા માટે તરબુચને લાલ અને સુંદર બનાવવા માટે દવા વાળા ઈન્જેકશ વાપરવામાં આવે છે. સમાન્ય લોકો તેને ઓળખી શકતા નથી. ઈન્જેકશ વાળા તરબુચને આપણે સરળતાથી ઓળખી શકતા નથી. તેના રંગને લાલ બનાવવા માટે તેનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે. ક્યારેક તો તરબુચને જલ્દીથી મોટું બનાવવા માટે ઓક્સીટોસિનનું ઇન્જેકશન દેવામાં આવે છે. આપણા સ્વાસ્થ્ય માટે ઈન્જેકશવાળા ફળ નુકશાનકારક છે.

ઈન્જેકશથી મોટા કરેલા તરબૂચમાં નાઈટ્રેટ , સિન્થેટીક ડાય, કાર્બાઇડ, ઓક્સીટોસિન જેવા રસાયણ તત્વો હોય છે, જે આપણા આંતરડા માટે ખુબ નુકશાનકારક છે. આજના સમયમાં બીજા ઘણા શાકભાજી અને ફળોમાં ઈન્જેકશનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો ઉપયોગ કરવાથી તે જલ્દી પાકી જાય છે. ઉનાળાની ઋતુમાં તરબૂચ બધા લોકોને પ્રિય હોય છે. તો ચાલો આજે આપણે ઈન્જેકશ વાળા તરબુચને કેવી રીતે ઓળખશું તે જાણીએ.

ક્યારેક તરબુચની ઉપરની સપાટી તરફ સફેદ અને પીળો પાવડર જોવા મળતો હોય છે. તેને આપણે કાઢી નાખતા હોઈ છીએ, પરંતુ તે પાવડર કાર્બોહાઈડ હોય છે. જેનો ઉપયોગ કરવાથી ફળ જલ્દીથી પાકવા લાગે છે. તેનો ઉપયોગ કેરી, કેળા પકવવા માટે પણ થાય છે. તેથી જયારે પણ તરબુચનો ઉપયોગ કરો ત્યારે તેને સારી રીતે ધોઈને પછી જ ઉપયોગમાં લેવું.

તરબુચના વેલા હોય છે, તેનો વજન વધુ હોવાથી તે જમીન પર જ હોય છે. તેના નીચેના ભાગનો રંગ ઉડી જાય ત્યારે તે લીલા રંગનું દેખાવા લાગે છે. જયારે તરબૂચ પર ઈન્જેકશ લગાવામાં આવે ત્યારે તે બધી બાજુ એક સરખું દેખાવા લાગે છે. તેનો અર્થ એ છે તેને કુત્રિમ રીતે ઉગાડવામાં આવ્યું છે. જયારે તરબૂચ બહારથી પીળું હોય તે આપણા સ્વાસ્થ્ય માટે ખરાબ હોય છે.

તેવા તરબૂચ નાઇટ્રેટ નામના તત્વો રહેલા છે. જે આપણા શરીરમાં ઝેર ફેલાવે છે. તમે જયારે તરબુચને કાપો ત્યારે તેમાં સફેદ ફીણ નીકળે તો તે આપણે ખાવું ન જોઈએ. જયારે પણ તરબૂચ ખરીદો ત્યારે તેને ઉચકીને લેવું. જો તે વજનમાં હલકું હોય તો તે ઈન્જેકશ દ્વારા તૈયાર કરવામાં આવેલું હોય છે. એક વાત ખાસ યાદ રાખવી કે પાણીથી ભરેલા તરબૂચ વજનમાં હલકા નથી હોતા. તે માટે જયારે પણ તરબૂચ લો ત્યારે ભારે તરબુચની જ ખરીદી કરવી.

તરબુચના ટુકડા કરીને તેને પાણીની અંદર રાખવા. થોડી વાર પછી પાણીનો રંગ ગુલાબી જેવો થઈ જાય એટલે સમજી જવું કે તે તરબૂચને ઈન્જેકશથી પકવામાં આવે છે. કાર્બોહાઈડ્રેટ દ્વારા પણ તરબુચને પકવામાં આવે છે. તે આપણા કીડની માટે નુકશાનકારક છે. તરબુચને લાલ બનાવવા માટે મિથેનોલ પીળો વ્યક્તિને કેન્સર જેવા રોગ પણ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *