આજે દેવગુરુ બૃહસ્પતિ નો થવા જઈ રહ્યો છે ઉદય, જાણીલો કેવો પડશે તમામ રાશીઓ પ્રભાવ? જાણો કોને થશે લાભ અને કોને થશે નુકશાન?

Spread the love

મિત્રો,  બૃહસ્પતિ એ આવનાર સમયમા મકર રાશિનો પ્રવાસ કરતા કરતા પુર્વ દીશામા તેનો ઉદય થવાનો છે. આમ થવાથી આની શુભ અસર કુંડળીમા પડવાની છે. એટલે કે તેની અસર બધી રાશિના લોકો પર થવાની છે. તો ચાલો જાણીએ રાશિફળ વિશે.

મેષ :

તમને દરેક ક્ષેત્રે સફળતા મળશે. રોજગારીમા વધારો થશે. વેપાર ધંધાનો વિકાસ થશે. રોકાયેલ કામ પુરા થશે. નવી યોજનાનુ અમલ થશે. કાર્યસ્થળ પર અધિકારીઓ સાથે સારા સંબંધ રહેશે. મિલકતમા લાભ થશે. નવા વાહન માટે આ સમય યોગ્ય છે.

વૃષભ :

તમારા જીવનમા સમસ્યાઓ વધશે. ખોટ નફામા બદલાઇ જશે. ધાર્મીક કામમા વધારે રસ રહેશે. સમાજમા માન સન્માન વધશે. વિદેશની બાબતમા તમને સફળતા મળશે. વેપાર સાથે જોડાયેલ લોકો માટે સારો સમય છે.

મિથુન :

ગુરુ આ રાશિમા આઠમા ભાવમા રહેવાનો છે. તેનાથી તમારા જીવનમા વધારે ઉતાર ચડાવ આવશે. તમરા ક્રોદ્ધ પર કાબુ રાખવો જોઇએ. પારીવારીક ઝગડાઓ ટાળવા જોઇએ. ભાગીદારીનો વેપાર ન કરવો જોઇએ.

કર્ક :

આ રાશિમા તે સાતમા ભાવમા ઉદય થશે. આ સમય દરમિયાન કરેલ કામમા સફળતા મળશે. લગ્નની ચર્ચામા પણ સારો સમય છે. દામ્પત્ય જીવનમા મીઠાશ રહેશે. વેપાર માટે સમય અનુકુળ રહેશે. નોકરીયાતને બઢતી મળી શકે છે.

સિંહ :

આ રાશિમા તે છઠ્ઠા ભાવમા ઉદય થશે. તમારા ગુપ્ત દુશ્મનો વધશે. નોકરી  માટેની અરજી મંજુર થશે. અભ્યાસ કરતા લોકોને પોતાની મહેનત વધારવી પડી શકે છે. પ્રેમ સંબંધ માટે સારો સમય નથી.

કન્યા :

આ રાશિમા તે પાંચમા ભાવમા ઉદય થશે. તમારી પ્રગતી વધશે. પરીવારના સભ્યો સાથે મતભેદ ના થવા દેવા જોઇએ. અભ્યાસ કરતા લોકો માટે ખુબ જ સરસ સમય છે. તેઓને ખુબ જ સારી સફળતા મળશે.

તુલા :

આ રાશિમા તે ચોથા ભાવમા ઉદય થશે. પારીવારીક વિવાદમા વધારો થશે. તેનાથી તમારી માનસિક શાંતી ખોરવાશે. વિરોધીઓ વધશે. ઘરના વડીલોની તબિયત ખરાબ થઇ શકે છે. યોજનાઓ વિશે બધાને માહિતિ ન આપવી જોઇએ.

વૃશ્ચિક :

આ રાશિમા પણ તે ચોથા ભાવમા ઉદય થવાનો છે. તમારુ સાહસ વધશે. તમારા દ્વારા કરેલ કામ અને નિર્ણયો સફળ થશે. તેના બધા વખાણ કરશે. ધાર્મીક કામમ રસ વધશે. વિદેશ જવા માટેની અરજી મંજુર થશે. બાળકોની ચિંતા દુર થશે. પારીવારીક ઝગડાઓ ન થવા દેવા જોઇએ.

ધન :

આ રાશિમા તેનો ઉદય ધનભાવમા થવાનો છે. તમારી આર્થીક સ્થિતિ મજબુત બનશે. સમાજમા તમને સન્માન મળશે. તમારી સમસ્યાઓને દુર કરશે. સ્વાસ્થય ખરાબ થવાની સંભાવના છે. અભ્યાસ કરતા લોકો માટે સમય સારો છે.

મકર :

તમારી શારીરીક ઊર્જા વધશે. કામમા વિસ્તાર થશે. વેપાર સાથે જોડાયેલ લોકો માટે સારો સમય છે. નવા કામ અને કરાર માટે આ સમય ખુબ જ સારો છે. અભ્યાસ કરતા લોકો માટે સારો સમય છે.

કુંભ :

આ રાશિમા તેનો ઉદય વ્યય ભાવમા થવાનો છે. સમાજીક કામમા ખર્ચાઓ વધશે. તેનાથી તમારી આર્થીક સ્થિતિ નબળી પડી શકે છે. વિદેશ જવાની સંભાવના રહેલ છે. સ્વાસ્થ્યનુ ખાસ ધ્યાન રાખવુ જોઇએ. બીજાના વિવાદની વચ્ચે ન પડવુ જોઇએ. અભ્યાસ કરતા લોકોને તેની મહેનત વધારવી પડી શકે છે.

મીન :

આ રાશિમા તેનો ઉદય લાભ ભાવમા થવાનો છે. ફસાયેલ નાણા પરત મળી શકે છે. અભ્યાસ કરતા લોકોનુ સારુ પરીણામ આવશે. વેપાર ધંધા સાથે જોડાયેલ લોકો માટે સારો સમય છે. તમારા બધા કામ સમયસર પુરા કરવા જોઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *