આજે બનવા જઈ રહ્યો છે શૂલ યોગ, આ રાશીજાતકો માટે રહેશે નબળો સમય, જાણો અન્ય રાશીઓ પર કેવી થશે અસર…

Spread the love

મેષ રાશિ :

મેષ રાશિના વ્યક્તિઓને તેની યોજના માં ધ્યાન રાખવાની આવશ્યકતા છે.જો તમે કરેલી યોજના મુજબ કામ કરશો તો તેમાં તમને સફળતા પ્રાપ્ત થશે.વિદેશમાં કામ કરતા વ્યક્તિને લાભ મળશે.તમારી આર્થિક સ્થિતિ સામન્ય રહેશે.પૈસાના લેવડદેવડ માંથી બચવું.નહિતર નુકસાન થવાની સંભાવના છે.વેપાર ધંધામાં થોડો બદલાવ લાવવાનો પ્રયત્ન કરવો જેથી તેમાં તમને લાભ મળે.બાળકો પર નજર રાખવી.

વૃષભ રાશિ :

વૃષભ રાશિના વ્યક્તિઓને ધર્મિક સ્થળે જવાનું થઈ શકે છે.ઘરમાં કોઈ વ્યક્તિ સાથે બોલાચાલી થઈ શકવાની સંભાવના છે.તમારે તમારા ક્રોધને કાબુમાં રાખવો. કોઈ કોટ કચેરીની બાબતમાં પડવું નહી. છુપા દુશ્મનોથી સાવધાન રહેવાની જરૂર છે.નોકરીમાં વધારે કામને લીધે તમારું સ્વાસ્થ્ય કમજોર બનશે.ખાવા પીવામાં ધ્યાન રાખવું નહિતર, પેટની સમસ્યા સર્જાશે. તમારું લગ્ન જીવન સારું રહેશે.પ્રેમજીવનમાં કોઈ વાતને લઈ ઝગડો થઈ શકે છે. તમારી પ્રિય વ્યક્તિની ભાવનાને સમજવાની કોશિશ કરવી.

મિથુન રાશિ:

મિથુન રાશિવાળા વ્યક્તિનો સમય વચગાળાનો અને ફળદાયી રહેશે. સંતાનોની ચિંતામાં રાહત મળશે. તમારે તમારી આર્થિક પરિસ્થિતિ પર ધ્યાન રાખવાની જરૂર છે. ખોટા ખર્ચામાંથી દુર રહેવું. વિદ્યાર્થીઓને કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા માટે થોડી વધારે મહેનત કરવા ની જરૂર છે જેથી તમને તેનું સારું રીઝલ્ટ મળી શકશે. તમારે તમારા બધા કામ યોજનાઓ બનાવીને પૂરા કરવા. કોઈપણ પ્રકારના ઝગડાને આગળ વધવા ન દેવો.

કર્ક રાશિ :

કર્ક રાશિવાળા વ્યક્તિનો સમય ઠીકઠાક દેખાઈ રહ્યો છે પરંતુ નાણાની લેવડદેવડ કરતા સમયે સાવધાની દેખાડવી. તમારા પરિવારનું વાતાવરણ સુખદ રહેશે. પરિવારના વ્યક્તિ સાથે તમે વધારે ને વધારે સમય પસાર કરવાની કોશિશ કરશો. ધર્મ કર્મના કામમાં તમારુ મન વધુ લાગશે. ધંધામાં નુકસાન થવાની સંભાવના છે,તેથી તમારે થોડી સાવધાની રાખવી. વિદેશથી કોઈ સારા સમાચાર મળી શકે છે. જૂના મિત્રો સાથે વાતચીત કરીને તમારું મન ખુશ થશે.

સિંહ રાશિ :

સિંહ રાશિવાળા વ્યક્તિના જીવનમાં મુશ્કેલી આવી શકે છે. આ સમયગાળામાં કોઈ મહત્વપૂર્ણ બાબતનો નિર્ણય ન લેવો નહી તો નુકસાન થવાની સંભાવના છે. પતિ-પત્ની વચ્ચે કોઇ વાતને લઇને મતભેદ થઇ શકે છે. કોઈપણ બાબતોની સમસ્યાને તમારે શાંતિથી ઉકેલવી. લગ્ન માટે તમને સારો પ્રસ્તાવ મળી શકશે. નવું વાહન ખરીદી શકશો. જૂના મિત્રો સાથે મુલાકાત થઇ શકવાની સંભાવના છે.

કન્યા રાશિ :

કન્યા રાશિવાળા વ્યક્તિનો સમય મિશ્ર રહેશે. ધંધામાં જોડાયેલા કેટલાક લોકો સાથે મુલાકાત થઇ શકે છે, જેનો આગળ જતા તમને ફાયદો થશે. ઘર પરિવારનું વાતાવરણ શાંતિથી બની રહેશે. તમારા જીવનસાથીનો પૂરો સહયોગ મળશે. તમે કોઈ સ્ત્રી તરફ આકર્ષિત થઈ શકો છો. પ્રેમ સંબંધની બાબતમાં તમને સફળતા પ્રાપ્ત થશે. અચાનક તમને તમારામાં અભ્યાસમાં આગળ વધવાના ચાન્સ મળવાની સંભાવના છે. તમારુ સ્વાસ્થ્ય થોડું નરમ-ગરમ રહેશે માટે તમારે તેનું ધ્યાન રાખવાની જરૂર છે.

તુલા રાશિ :

તુલા રાશિવાળા વ્યક્તિઓ પોતાના કામના ક્ષેત્ર ઉપર વધારે ધ્યાન દેવાની જરૂર છે, કારણ કે તમારુ કોઈ જરૂરી કામ અટકી શકે છે. તમે નવી યોજનાઓ તરફ ધ્યાન આપી શકશો. ખૂબ મહેનત કરવાથી જ તમને સફળતા મળશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં ધ્યાન આપવાની જરૂર છે. સરકારીમાં કામ કરતા લોકોએ પોતાના કામ સમયસર પૂરા કરવાના નહિ તો કામનો ભાર વધી શકે છે. તમારે તમારી વિચારોને સકારાત્મક રાખવા . ઘરના સુખ સુવિધા પાછળ વધારે પૈસા ખર્ચવાની સંભાવના છે.

વૃશ્ચિક રાશિ :

વૃશ્ચિક રાશિના વ્યક્તિનો સમય મિશ્ર રહેશે. તમારે તમારી બોલીને કાબુમાં રાખવી, નહીં તો કોઇ સાથે ઝગડો થવાની સંભાવના છે. વેપાર-ધંધાના કામ માટે તમારે બહાર જવાનું થઈ શકે છે. તમારી યાત્રા સફળ રહેશે. તમારે કોઈ મોટા રોકાણ કરવા નહીં, નહિતર તેમાં નુકસાન થવાની સંભાવના છે. તમારૂ પ્રેમ જીવન સુખદ રહેશે. તમે તમારા પ્રિય વ્યક્તિ સાથે સમય પસાર કરી શકશો. ધરના જરૂરિયાતો પાછળ થોડા પૈસા ખર્ચ થવાની સંભાવના છે.

ધન રાશિ :

ધન રાશિવાળા વ્યક્તિઓ પોતાના બિનજરૂરી ખર્ચાને ટાળવા, નહીં તો ભવિષ્યમાં તમારે આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે. લગ્ન ન થયા હોય તે લોકોને લગ્ન માટેનો પ્રસ્તાવ મળશે. તમે તમારી ઈચ્છા પૂરી કરવા બનતી મહેનત કરશો. અચાનક તમને કોઈ નવી જવાબદારી મળી શકવાની સંભાવના છે એના માટે તમારે તૈયાર રહેવું પડશે. તમે તમારા મનપસંદ ભોજન જમવાનો આનંદ લેશો. ધંધા સાથે જોડાયેલા વ્યક્તિઓ પોતાના ધંધામાં કેટલાક અવનવા બદલાવ લાવવાની મહેનત કરશે.

મકર રાશિ :

મકર રાશિવાળા વ્યક્તિનો સમય થોડો ચિંતાજનક આવી રહ્યો છે. તમે ધારેલા કામ પૂરાં ન થવાને લીધે તમે ખૂબ દુઃખી રહેશો. ઘરના કોઇ સભ્ય સાથે બોલાચાલી થવાની સંભાવના છે. કોઈ ઝગડામાં ન પડવું. કામની બાબતમાં કોઈ પાસે વધારે આશા ન રાખવી. બહારની વસ્તુઓ ખાવા પીવામાં ધ્યાન રાખવુ, નહિ તો પેટ સબંધિત મુશ્કેલીઓ આવી શકે છે.

કુંભ રાશિ :

કુંભ રાશિવાળા વ્યક્તિના વેપાર-ધંધામાં કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે, જેને લીધે તમે ખૂબ દુઃખી રહેશો. સંતાન પાસેથી સારા સમાચાર મળી શકે છે, જેનાથી તમારું મન ખુશ રહેશે. માતાનું સ્વાસ્થ્ય બગડી શકે છે. તમારે પોતાના ખાવા-પીવાની બાબતમાં ધ્યાન રાખવું. ભાઈ-બહેનો સબંધોમાં ચાલી રહેલા મતભેદો દૂર થશે. તમે ધારેલા કામ પૂર્ણ શકશો. તમારૂ લગ્નજીવન સારું રહેશે.યોગ્ય વ્યક્તિ સાથે લગ્ન માટેનો કોઈ વાત આવી શકે છે.

મીન રાશિ :

મીન રાશિવાળા વ્યક્તિને પૈસા સાથે જોડાયેલી બાબતોમાં થોડું સતર્ક રહેવું પડશે, નહીં તો ઈજા થવાની સંભાવના દેખાઈ છે. તમારે તમારા કામકાજમાં વધારે ધ્યાન આપવું પડશે. નોકરીમાં મોટા અધિકારીઓ સાથે તાલમેલ બનાવી રાખવાની જરૂર છે તેનાથી તમને ફાયદો થશે. કોઈને પણ પૈસા ઉધાર આપવા નહીં. મિત્રો સાથે મોજ મસ્તી માટે કોઈ પ્રવાસનો પ્રોગ્રામ બની શકે છે. માતા-પિતાના આશીર્વાદ અને સાથ મળશે. ભાઇ-બહેનો વચ્ચે ચાલી રહેલા વાતવિવાદ પુરા થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *