આજે ૮૮ વર્ષે બુધ કરવા જઈ રહ્યો છે તુલા મા પ્રવેશ, આ ચાર રાશિજાતકોએ રેહવું સાવધાન, વ્યાપાર પર થઇ શકે છે માઠી અસર, જાણો કઈ છે આ રાશીઓ?

Spread the love

બુધ ગ્રહને વેપાર, બુદ્ધી અને વાણીનો ગ્રહ ગણવામા આવે છે. આવનાર સમયમા આ વક્ર થવાનો છે. આ તુલા રાશિમા વક્ર થવાનો છે. જ્યોતીષ શાસ્ત્રમા આને મહત્વની ઘટના ગણવામા આવે છે. આનો બધી જ રાશિના રાશિફળ પર પ્રભાવ પડવાનો છે. તો ચાલો જાણીએ રાશિફળ વિશે.

મેષ રાશિ :

આ રાશિના લોકોના દામપત્ય જીવનમા ઉતાર ચડાવ થવાની સંભાવના રહેલ છે. વેપાર ધંધામા ભાગીદાર સાથે બોલાચાલી થવાની સંભાવના રહેલ છે. જે લોકોને પોતાના લગ્ન નજીકમા આવે છે તે લોકોએ થોડા સમય સુધી તેની તારીખ બદલાવી નાખવી જોઇએ. નહિ તો તમારા જીવનમા પરેશાનીઓ વધી શકે છે.

વૃષભ રાશિ :

બુધ તમારામા ષષ્ટમ ભાવમા રહેવાના છે. આને શત્રુના ભાવથી પણ ઓળખવામા આવે છે. આ તમારે માટે સારુ નથી ગણાતુ. આનાથી તમારે બીમારીઓનો સામનો કરવો પડી શકે છે. દુશ્મનો સક્રીય રહી શકે છે. કાનુની મુશ્કેલીઓમા વધારો થાશે. લગ્નજીવનમા પરેશાનીઓ આવી શકે છે. નોકરીયાતને કાર્યસ્થળ પર સમસ્યા થાશે.

મિથુન રાશિ :

આ રાશિના બુધનુ વક્ર પંચમ ભાવમા થવાનુ છે. તમારી માતાને તમારા કોઇ કામથી લાભ થઇ શકે છે. અભ્યાસ કરતા લોકોએ વધારે મહેનત કરવી પડી શકે છે. બાળકોને લગતી સમસ્યા રહી શકે છે. તમારી બૌદ્ધીક ક્ષમતા ઓછી થઇ શકે છે. તમે તમારા જીવનમા ચાલતી દરેક મુશ્કેલીઓનો સામનો કરવા તૈયાર રહી શકો છો.

કર્ક રાશિ :

આ રાશિમા બુધ ચતુર્થ ભાવમા રહેવાનો છે. આ ભાવને સુખ અને શાંતીનો ભાવ કહેવામા આવે છે. તમારી મિલકતોમા વધારો થઇ શકે છે. જરૂરીયાતની બધી સુખ સુવિધાઓ મળશે. તમારા ઘરનુ રિનોવેશન કરાવી શકો છો. તમારી માતાનુ આરોગ્ય સુધરશે. તમારી લાગણીઓ વધી શકે છે.

સિંહ રાશિ :

આ રાશિમા બુધ તૃતીય ભાવમા રહેવાનો છે. તમારા ભાઇ બહેન સાથે ચાલતા વિવાદો અંત આવશે અને તમે તેની સાથે વધારે સમય વિતાવશો. તમારુ મનોબળ મજબુત થાશે. તમારા કામને તમે પુરા જોશ અને ઉત્સાહથી સમયસર પુરા કરી શકો છો. સંબંધી સાથેના મતભેદો પણ દુર થઇ શકે છે.

કન્યા રાશિ :

આ રાશિમા બુધ ત્રીજા સ્થાન પર તૃતીય ભાવમા રહી શકે છે. તમે તમારા સાહસમા વધારો કરી શકો છો. તમારી ઇચ્છા મુજબના તમારા બધા કામ પુરા થાશે. ભાઇ બહેન સાથે બહાર ફરવા જવાની યોજના બનાવી શકો છો. આ સમય તમારા માટે ખુબ જ અનુકુળ રહેશે.

તુલા રાશિ :

આ રાશિમા બુધનુ વક્ર પ્રથમ ભાવમા રહી શકે છે. આ ભાવને લગ્નનો ભાવ પણ કહેવામા આવે છે. લગ્નજીવન માટે આ સમય ખુબ યોગ્ય રહી શકે છે. તમારા જીવનસાથી સાથે વધારે સમય પસાર કરી શકો છો. આ સમય તમારા માટે શુભ રહેવાનો છે. નસીબ તમારો સાથ આપશે. બધા કામને સમજીને પુરા કરી શકો છો.

વૃશ્ચિક રાશિ :

આ રાશિમા બુધ દ્વાદશ ભાવમા રહેવાનો છે. આ ભાવને વ્યયનો ભાવ પણ કહેવામા આવે છે. આની અષ્ટમ અને એકાદશી ભાવમા સ્વામી રહેલ છે. બુધ તમને તમારા કર્મનુ યોગ્ય ફળ આપી શકે છે. આનાથી તમારા ખર્ચાઓ ઓછા થશે. તમારે વિદેશ જવાની ઇચ્છા પુરી થઇ શકે છે.

ધન રાશિ :

આ રાશિમા બુધ સપ્તમ તેમજ દશમ ભાવમા રહેવાનો છે. આનો સ્વામી ગ્રહ છે. આનાથી તમારી આવક વધી શકે છે. જુના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે. ભાઇ બહેન તમારી મદદ કરી શકે છે. આ સમય તમારા માટે લાભદાયક રહી શકે છે. આર્થીક સ્થિતિ મજબુત બની શકે છે.

મકર રાશિ :

આ રાશિમા બુધએ દશમા ભવમા રહેવાનો છે. આનાથી તમારી કારર્કીર્દી માટેના નવા રસ્તાઓ ખુલી શકે છે. અતમે તમારા પ્રોફેશનને પસંદ કરશો. ઘરના વડીલોની આરોગ્યની સ્થિતિ સુધરી શકે છે. રાજનિતિ સાથે જોડાયેલ લોકો માટે સારો સમય રહેવાનો છે. આ સમય તમારા માટે ખુબ જ સારો રહેવાનો છે.

કુંભ રાશિ :

આ રાશિમા નવમ ભાવમા રહેવાનો છે. આ ભાવને નસીબનો ભાવ પણ કહેવામા આવે છે. તમારુ નસીબ ખુલી જવાનુ છે. ધાર્મીક કામોમા તમારી રુચી વધશે. અચાનક બહાર પ્રવાસમા જવાનુ થાશે. આની શુભ અસર તમારા જીવનમા થવાની છે.

મીન રાશિ :

આ રાશિમા બુધએ અષ્ટક ભાવમા રહેવાનો છે. આ ભાવને આયુર્ભાવ કહેવામા આવે છે. આનાથી તમારા જીવન કેટલિક ઘટનાઓ બની શકે છે. તેનાથી તમારા જીવનમા ઘણા ઉતાર ચડાવ આવી શકે છે. તમને આનાથી અનેક જાતના ફળ મળવાની સંભાવના રહેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *