આજ થી બેંક, રસોઈગેસ, એ.ટી.એમ તેમજ રેલવે ના નિયમો મા આવ્યા આ ફેરફાર, જાણો તમારા પર શું પડશે અસર

Spread the love

મિત્રો, હાલ ૧ મે ના રોજથી તમારા રોજબરોજના જીવન સાથે સંકળાયેલ અમુક ચીજવસ્તુઓ પરિવર્તિત થઈ ગઈ છે. આ ફેરબદલ મા બેન્ક, એટીએમ, રેલવે અને એરલાઇનથી સંકળાયેલ અમુક ફેરબદલી સમાવિષ્ટ છે. આ ફેરબદલી મુજબ અમુક ચીજવસ્તુઓ તમારા માટે હાલ સસ્તી થઈ ગઈ છે તો અમુક ચીજવસ્તુઓ મોંઘી.

કોરોના વાયરસના ચેપને અટકાવવા માટે હાલ સમગ્ર દેશમા લોકડાઉન કરવામા આવ્યુ છે. હાલ, ટ્રેન અને એરલાઇનની સેવાઓ બંધ રહેશે પરંતુ, તેનાથી સંકળાયેલ નીતિ-નિયમો પણ આજે પરિવર્તિત થઈ ગયા છે. તો ચાલો તમને જણાવીએ કે, હાલ તમારા જીવનમા શુ પરિવર્તન આવશે અને આ પરિવર્તન તમારા ખિસ્સા પર શુ અસર નાખશે.

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના બચત ખાતા પર વ્યાજ દરમા ઘટાડો જોવા મળશે :

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ના બચત ખાતા પર હવેથી વ્યાજ દરમા ઘટાડો જોવા મળશે. બેન્ક ૧ લાખ રૂપિયા સુધીની ફિક્સ ડિપોઝિટ પર વાર્ષિક ૩.૦૫ ટકા વ્યાજ આપશે. જ્યારે ૧ લાખ રૂપિયાથી વધુના રોકાણ પર ૩.૨૫ ટકા વ્યાજ મળશે. આ રેપોરેટથી ૨.૭૫ ટકા જેટલુ ઓછુ છે. આ પહેલા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના રેપોરેટમા ૦.૨૫ ટકાનો કાપ કરીને ૬.૨૫ ટકાથી ઘટાડીને ૬ ટકા કરી દીધો. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા એ પહેલી એવી બેન્ક છે જે એક્સટર્નલ બેંચમાર્કના આધાર પર વ્યાજ આપી રહી છે.

રસોઈ ગેસના સિલિન્ડરના ભાવમા ધરખમ ઘટાડો :

આપણા દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સબસિડી વગરના એલ.પી.જી. રસોઈ ગેસ સિલિન્ડર ના મૂલ્યમા કાપની જાહેરાત કરી છે. હાલ ૧૪.૨ કિલોગ્રામવાળા બિન-સબ્સિડાઈઝ્ડ એલ.પી.જી. સિલેન્ડરના મૂલ્ય દિલ્હીમા ૧૬૨.૫ રૂપિયા પ્રતિ સિલિન્ડર સસ્તા થયા છે. હવે નવો ભાવ ઘટીને ૫૮૧.૫૦ રૂપિયા પર આવી ગયો છે. તો ૧૯ કિલોગ્રામવાળા સિલિન્ડર નુ મૂલ્ય ૨૫૬ રૂપિયા ઘટીને ૧૦૨૯.૫૦ રૂપિયા થઈ ગયો છે.

ઈ.પી.એફ.ઓ. ફુલ પેન્શન આપશે :

ઈ.પી.એફ.ઓ. મે માસથી એ લોકોને ફુલ પેન્શન આપશે. જેમણે રિટાયરમેન્ટ સમયે કમ્યુટેશન ના વિકલ્પ ની પસંદગી કરી હોય. કમ્યુટેશનથી પેન્શનર્સને એ વિકલ્પ મળે છે કે, તેઓ રિટાયરમેન્ટ સમયે પોતાના માસિક પેન્શન અને અપફ્રંટ એકસાથે પેન્શનમા બદલી શકે છે. આ ફુલ પેન્શન હાલ ૧૫ વર્ષ બાદ લાગુ કરવામા આવ્યુ છે. સરકારે આને ફરીવાર શરુ કરવા માટે ફેબ્રુઆરીમા નોટિફિકેશન જાહેર કરી હતી. સરકારના આ પગલાના કારણે ૬.૩૦ લાખ પેન્શનર્સને લાભ થશે. આ પગલાના કારણે સરકારી ખજાનામાંથી ૧૫૦૦ કરોડ રૂપિયા નીકળશે.

એ.ટી.એમ. માટે ક્યા નિયમમા પરિવર્તન આવ્યુ :

કોરોના વાયરસના ચેપને જોતા એ.ટી.એમ. માટે હાલ એક નવો નિયમ લાગુ કરવામા આવ્યો છે. આ નિયમ મુજબ હવે દરેક વખતે એ.ટી.એમ. નો ઉપયોગ કર્યા બાદ એ.ટી.એમ. ક્લીન કરવામા આવશે, જેથી ઇન્ફેક્શન નો ભય રહે નહિ. આ મુહિમ નો પ્રારંભ ગાઝિયાબાદ અને ચેન્નઈમા થઈ ચૂક્યો છે. જે વિસ્તારો હોટસ્પોટ છે ત્યા દરરોજ એ.ટી.એમ. ની સાફ-સફાઈ થશે. જો સેનિટાઇઝના આ નિયમનુ પાલન નહી થાય તો એ.ટી.એમ. બંધ કરી દેવામા આવશે.

રેલવે અને વિમાન મથકના આ નિયમ બદલાશે :

લોકડાઉનના કારણે હાલ ટ્રેનો સદંતર બંધ છે પરંતુ, રેલવે એ અમુક નિયમોમા પરિવર્તન કર્યા છે. રેલવેની સેવાઓ શરુ થશે ત્યારે પર આ નિયમો લાગુ પડશે. નવા નીતિ-નિયમો મુજબ રિઝર્વેશન ચાર્ટ બન્યાના ૪ કલાક પહેલા સુધી યાત્રી બૉર્ડિંગ સ્ટેશન બદલી શકે છે. વર્તમાન નિયમ મુજબ યાત્રી ૨૪ કલાક પહેલા સુધી બૉર્ડિંગ સ્ટેશન બદલી શકતા હતા.

આમા ધ્યાન આપવા જેવી વિશેષ વાત એ છે કે જો પેસેન્જર્સ બૉર્ડિંગ સ્ટેશન બદલી દે છે અને યાત્રા નથી કરતો તો તેને ટિકિટ કેન્સલ કરવા પર કોઈ રિફંડ મળશે નહિ. ૧ મે થી એર ઇન્ડિયાના યાત્રીને ટિકિટ કેન્સલ કરાવવા પર કોઈ વધારાનો ચાર્જ ચૂકવવો પડશે નહિ. નવા નીતિ-નિયમો મુજબ બૂકિંગના ૨૪ કલાકની અંદર પેસેન્જર ટિકિટ કેન્સલ કરે છે અથવા કોઈ પરિવર્તન કરે છે તો તેણે કોઈ ફી આપવાની રહેશે નહિ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *