આજ આખા ગુજરાત મા છે કોરોના નો કહેર અને આ લોકો નથી રેહતા ઘરે, ગમે તેવા બહાને નીકળે છે બહાર!

Spread the love

મિત્રો, આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકો ની સુરક્ષા માટે લોકો ને ઘરમા રહેવા માટે વિનંતી કરી છે પરંતુ, આજે લોકડાઉન ના ઉલ્લંઘન નો એક એવો શરમજનક કિસ્સો સામે આવ્યો છે, જે જોઈને આ લોકો પર ક્રોધ આવે છે. આ લોકો પોતાની સાથોસાથ બીજા લોકો ના જીવન સાથે પણ રમત રમી રહ્યા છે.

લોકો જીવનજરૂરિયાત ની ચીજવસ્તુઓ લેવાના બહાને ઘર ની બહાર નીકળી રહ્યા છે અને પાણીપુરી જેવી વસ્તુઓ છૂપાવીને ઘરે પાછા આવી રહ્યા છે. કોરોના ના ચેપ ને અટકાવવા માટે હાલ લોકડાઉન સિવાય અન્ય કોઇ વિકલ્પ નહોતો. તેમ છતા અમુક લોકો પોતના સ્વાર્થ માટે લોકડાઉન નુ જાણી જોઇને ઉલ્લંઘન કરી રહ્યા છે.

ગુજરાતના રાજકોટ શહેરમા હાલ એક અત્યંત શરમજનક કિસ્સો સામે આવ્યો. આ ફોટામા દેખાઈ રહેલી વ્યક્તિ ખોટુ બહાનુ આપી પાણીપુરી લેવા નીકળ્યો હતો. જો કે તેનુ જુઠ્ઠાણુ તુરંત જ પકડાઇ ગયુ હતુ. પોલીસે આ વ્યક્તિ ની સમક્ષ કાયદાકીય કાર્યવાહી કરી હતી અને કેસ પણ નોંધ્યો હતો. ફક્ત આટલુ જ નહી પરંતુ, તેનુ બાઇક પણ જમા કરી લીધુ છે.

પ્રાપ્ત વિગત મુજબ મંગળવાર ૧૪ એપ્રિલે બપોર ના સમયે ડી.સી.પી. ઝોન રવિ સૈની સ્થાનિક પી.એસ.આઈ. ની સાથે વાહનો નુ ચેકિંગ કરી રહ્યા હતા. અમુક લોકો નાની-નાની વસ્તુઓ નુ બહાનુ કાઢી ઘર ની બહાર નીકળી રહ્યા છે. આ દરમિયાન દાક્તર સૈની ની નજર એક સ્કૂટરવાળા પર પડી. પોલીસ ને જોઇને તેના હાવ-ભાવ પરિવર્તિત થઈ ગયા હતા.

આશંકા જતા આ સ્કૂટરવાળા ને બોલાવ્યો અને તેને ઘ રની બહાર જવાનુ કારણ પૂછવામાં આવ્યું. પ્રત્યુતર મા તેણે જણાવ્યુ કે, ટુથબ્રથ લેવા ગયો હતો. પરંતુ, આ વાત સાંભળતા જ પોલીસ ની શંકા દ્રઢ બની ગઇ. પોલીસે સ્કૂટીની ડિક્કી ખોલવા માટે જણાવ્યુ.  જ્યારે ડિક્કી ખોલી તો તેમા પાણીપુરી હતી.

સ્કૂટર ચાલક અમૃતલાલ રાજેન્દ્ર નિર્મલા સ્કૂલ રોડ સ્થિત યોગી નિકેતન ના નિવાસી છે. જ્યારે તેમને પૂછવામા આવ્યુ હતુ કે, પાણીપુરી કોણે મંગાવી ત્યારે તેમણે જણાવ્યુ કે ઘર ના લોકો ની ડિમાન્ડ હતી. પોલીસે આ યુવક વિરુદ્ધ કલમ ૧૪૪ ના ઉલ્લંઘન નો કેસ દાખલ કર્યો અને તેમનુ સ્કૂટર પણ જપ્ત કરી લીધુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *