આ વિધિ-વિધાનથી આ પાંચ દિવસ હનુમાનજી ની પૂજા કરવી માનવામા આવે છે સર્વશ્રેષ્ઠ, મળે છે તેમના આશીર્વાદ…

Spread the love

મિત્રો, આપણા હિન્દૂ શાસ્ત્રમા દરેક દરેક દેવી-દેવતાઓની વિધિવત પૂજા કરવા માટેનો ઉલ્લેખ કરવામા આવ્યો છે. આ વિધિવત પૂજા કરવાથી તમને ઈશ્વરના વિશેષ આશીર્વાદ મળી રહે છે. આ દેવી-દેવતાઓમા એક છે મહાબલી બજરંગબલી. એવુ માનવામા આવે છે કે, પ્રભુ શ્રી બજરંગબલીને અમરત્વનુ વરદાન મળેલું છે. આજના કળિયુગના સમયમા પણ બજરંગબલી અજર-અમર અવસ્થામાં છે. જે કોઈ તેમની સાચા હૃદયથી ઉપાસના કરે છે તે તેમની દરેક ઈચ્છાઓ પૂર્ણ કરે છે.

જો કે શાસ્ત્રો મુજબ બજરંગબલીની અમુક વિશેષ દિવસોમાં પૂજા કરવી અત્યંત સર્વશ્રેષ્ઠ માનવામા આવે છે. આ વિશેષ દિવસોમા બજરંગબલીની વિધિવત પૂજા કરવામા આવે તો તમને તેમની વિશેષ આશીર્વાદ મળી શકે છે. તો ચાલો આજે આ લેખમા તે વિશેષ દિવસો વિશે માહિતી મેળવીએ.

જો તમે હનુમાન જયંતીના દિવસે ઉપવાસ કરો છો અને ત્યારબાદ આ દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાન કરીને પ્રભુ શ્રી બજરંગબલીની પ્રતિમા સામે તેલનો દીવો કરો અને તેમની વિશેષ પૂજા-અર્ચના કરો તો તે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. આ દિવસે જો તમે વિશેષ પૂજન-અર્ચન કરો છો તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થાય છે અને તમારુ જીવન સુખી અને સમૃદ્ધ બને છે.

આ ઉપરાંત મંગળવારનો દિવસ પણ બજરંગબલીના પૂજન-અર્ચન માટે શ્રેષ્ઠ માનવામા આવે છે. આ સિવાય આ દિવસે વિધિવત પૂજન-અર્ચન કરવાથી મંગળદોષની સમસ્યામાંથી મુક્તિ મળી શકે છે. આ ઉપરાંત મંગળવારના રોજ સ્નાન કરીને બજરંગબલીને સિંદૂર અર્પણ કરો અને બને તો આ દિવસે ઉપવાસ પણ રાખો. આ ઉપરાંત આ દિવસે હનુમાન ચાલીસાનુ પઠન પણ કરો.

જો તમે વિધિવત પ્રભુ શ્રી બજરંગબલીની પૂજા કરો તો તમને વિશેષ ફળની પ્રાપ્તિ અવશ્યપણે થઇ શકે છે. જો તમે માર્ગશીર્ષના સમયે પૂજા કરો તો તમારા જીવનની તમામ સમસ્યાઓનુ નિવારણ આવી જશે. આ સિવાય જો તમે હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠ આ દિવસે કરો તો પણ તમને લાભ મળી શકે છે.

આ સિવાય શનિવારના દિવસે બજરંગબલીને તેલ અર્પણ કરીને પણ પ્રસન્ન કરી શકાય છે. આ ઉપાય અજમાવવાથી લોકોની કુંડળીમા રહેલો શનિદોષ ખુબ જ સરળતાથી દુર થઇ જાય છે. આ સિવાય બજરંગબલી સમક્ષ ઘી નો દીવો કરી અને કોઈ મીઠી વસ્તુનો અર્પણ કરો તો તમારા જીવનની તમામ સમસ્યાઓ દુર થઇ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *