આ વાવ માથી આપોઆપ ઇઢોંણી સાથે બેડું આવ્યું બહાર, ગામના દરેક ઘરે ધરવામા આવ્યા લાપસીના નૈવૈધ

Spread the love

ગુજરાતમાં એવા ઘણા સ્થળ આવેલા છે જે ખૂબ પ્રાચીન અને ઐતિહાસિક છે. ત્યાં વઢવાણ તાલુકામાં બલદાણા ગામ આવેલું છે. ત્યાં ૮૦૦ વર્ષ જૂની એક વાવ આવેલી છે તે વાવનું નામ હોલમાતની વાવ છે. આ વાવ વિષે જાણીએ તમે આશ્ચર્યમાં આવી જશો. આ વવા આથી એક પાણીનું ભરેલું બેડું બહાર આવ્યું હતું. જેને અહીના લોકો જૂની પરંપરા માને છે. આ પરંપરા પ્રમાણે આ વાવ માથી ચાર વર્ષથી પાણી ભરેલા વાસણ બહાર આવે છે.

ત્યારે હાલમાં તે વવા માથી સ્ટીલની બોઘણી બહાર આવી છે. તે ગામની પરંપરા મુજબ તે ગામના લોકોએ તેને ઢોલ નગારા સાથે તેને વધારે છે અને આ વર્ષે પણ આવું જ કર્યું હતું. તે લોકોએ નૈવેધ કરીને મહાપરદાનનો લાભ ઉઠાવે છે. તેમાં મહત્વની બાબત એ છે કે આ વિસ્તારમાં ૯૯૯ જેટલી વાવ આવેલી છે તે બધી વાવને ઐતિહાસિક માનવામાં આવે છે.

વઢવાણ તાલુકાના બલદાણા ગામમાં આ વાવ આવેલી છે તેને અનોખી અને ઐતિહાસિક માનવામાં આવે છે. આ વવા હોલમાતાના મંદિરની નજીક આવેલી છે તે વાવ ૮૦૦ વર્ષ જૂની છે. આવું ત્યના સ્થાનિકો દ્વારા જાણવામાં આવ્યું છે.

આ વાવ માં ત્રણ કે ચાર વર્ષમાં જે વાસણ પડી ગયું હોય તે વાસણ આ માથી તેની રીતે બહાર આવે છે. અહીના લોકો આને એક પરંપરા મને છે. જે વાસણ વાવમાં પડી ગયું છે તે એની રીતે બહાર આવે છે ત્યારે ત્યના લોકો તેને માતાજીનો પ્રસાદ સમજે છે અને તે દિવસે આખા ગામના ઘરમાં લાપસીના નૈવેધ થાય છે તે અહી ધરાવવામાં આવે છે. આ ગામની આ પરંપરા છે.

૨૦૧૮ ના વર્ષમાં આ વાવ માથી ઈંઢોણી સાથે બેડું બહાર આવ્યું હતું. આ બાબતે આ ગામના પૂર્વ સરપંચ અને ભૂવા ધીરુભાઈ જણાવે છે કે હોલમાતા અમારા ગામના દેવી છે. આજના સમયમાં પણ આ ગામના લોકોને માતા પર અતૂટ આસ્થા છે. જ્યારે દુષ્કાળ પડ્યો હતો ત્યારે પણ આ વાવમાં પાણી ભરેલું હતું. તેનાથી ગામના લોકોને ઘણી મદદ મળી હતી. આ વાવ માથી બોઘણું બહાર આવ્યું ત્યારે આ ગામના લોકોમાં ખૂબ આનંદ જોવા મળ્યો હતો. ત્યારે આ ગામના લોકો ખુશ થઈને દેવીને ઢોલ નગારા સાથે નૈવેધ ધરાવે છે.

તે ગામના એક વ્યક્તિ જણાવે છે કે આ વાવમાં પાણીનો વહેણ હમેશા માટે બદલાતો રહે છે. વાવમાં આંતરિક પરીવર્તન થવાથી આ ઘરના સર્જાય તેવું જાણવામાં આવ્યું છે. તેનાથી માટીના અને સ્ટીલના વાસણ તે વાવ માથી તેને રીતે બહાર આવ્યા છે. હોલમાતા વાવમાં દર ત્રણ વર્ષે આ ઘટના બને છે. આ ઘટનાને વિજ્ઞાન અને શ્રધ્ધ અને ધર્મનો સમન્વય થયેલો હોય તેવું દર્શાવે છે.

વાવના પાણીમાથી બહાર આવેલા વાસણ જોનાર વ્યક્તિ જણાવે છે કે મારૂ ઘર આ વાવણી એકદમ સામે આવેલું છે. ત્યારે ગુરુવારના દિવસે નાના છોકરાએ મારી પાસે આવીને કહે છે કે વાવનું પાણી ઘૂમરાવે ચડ્યું છે. આ સાંભળીને જ હું તે વાવણી નજીક પહોચ્યો તે પછી મે આ વાવ માથી બોઘાનું બહાર આવ્યું એ મારી નજરે જોયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *