આ વસ્તુની ફક્ત એક જ ચમચી અને તમારા શરીરમાંથી ૨૫ જેટલા રોગો જડમૂળથી નાબુદ, આજે જ જાણો આ વસ્તુ અને તેના ઉપયોગની રીત વિશે…

Spread the love

મિત્રો, આ એરંડિયાની ફસલ એ મુખ્યત્વે વરસાદની ઋતુમા વધારે પડતી થાય છે. તેના મૂળ, છાલ, પાંદડા, બીજ તથા તેનુ ઓઈલ પણ આપણા માટે ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. એરંડિયાની તમામ વસ્તુઓ ઔષધી તૈયાર કરવા માટે ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. આ ઘરેલુ ઉપચાર તમારા માટે પણ ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. તેના વૃક્ષ સમગ્ર ભારતમાં ઉગે છે. તે મુખ્યત્વે બે પ્રકારના હોય છે સફેદ અને લાલ.

સફેદ પ્રકારનો એરંડો એ તીખો, તીક્ષ્ણ, ગરમ, મધુર, કટુ હોય છે જ્યારે રાતો એરંડો એ તૂરો, રસકાળે તીખો, લઘુ અને કડવો હોય છે. તે તમારા શરીરમા રહેલ વાયુ, કફ, દમ, ઉધરસ, કૃમિ, રક્તદોષ, પાંડુ, અરૃચિ વગેરે જેવી સમસ્યાઓનો નાશ કરે છે. આ બંનેના પાંદડા વાત-પિત્તને વધારી અને મુત્રકૃચ્છની સમસ્યાનો નાશ કરે છે.

તેના બીજ ગોળ, અગ્નિદીપક, અતિ ઉષ્ણ, તીખા, મીઠા, ખારા, સ્નિગ્ધ, મલભેદક અને લઘુ હોય છે. આ સિવાય તે ગુલ્મ, શૂળ, કફ, યકૃત અને વાતોદરની સમસ્યાનો નાશ કરે છે. આ સિવાય તે કમર, પીઠ, પેટ ગુદાના શૂળનો નાશ કરવા માટેનુ સામર્થ્ય પણ ધરાવે છે.

કબજિયાતની સમસ્યાને દૂર કરવા માટે પણ આ એરંડિયુ રામબાણ ઇલાજ સાબિત થાય છે. જો તમે રાત્રે સુતી વખતે બે ચમચી એરંડિયુ સેવન કરો તો તમારુ મળ એકદમ સાફ થઇ જાય છે. જો તમે તેને ગરમ દૂધ અથવા હુંફાળા પાણી સાથે મિક્સ કરીને તેનુ સેવન કરો તો તમને અનેકવિધ લાભ મળી શકે છે. આ સિવાય પેટમા વાયુની સમસ્યાના કારણે કોઈ સમસ્યા થાય તો તેના નિવારણ માટે પણ આ ઔષધી ખુબ જ ઉપયોગી સાબિત થાય છે.

જો તમને હરસ બહાર નીકળી ગયા હોય તો તમે નિયમિત એરંડિયુ લગાવીને તેને સુકવીને આ સમસ્યામાંથી રાહત મેળવી શકો છો. જે વ્યક્તિને કબજિયાતની સમસ્યા રહેતી હોય તેને હરસની સમસ્યા વધારે પડતી થાય છે. આ સિવાય જો સાંધામા તમને કોઈપણ પ્રકારનો સોજો આવી ગયો હોય તો એરંડાના પાન પર થોડું એરંડિયુ અથવા સરસવ ઓઈલ લગાડી ગરમ કરીને સોજા પર લગાવો તો તમને તુરંત રાહત મળી શકે છે.

એરંડિયુ એ પાયોરિયાની સમસ્યાને દૂર કરવા માટે પણ ખુબ જ લાભદાયી સાબિત થાય છે. જો તમે એરંડિયામા થોડુ કપૂર મિક્સ કરીને નિયમિત સવારે અને સાંજે પેઢા પર ઘસો તો તમને પાયોરિયાની સમસ્યામા સારી એવી રાહત મળી શકે છે. આ સિવાય જો તમારી આંખમા માટી, કચરો કે ધુમાડાના કારણે કોઈ તકલીફ થઇ હોય તો તે સમયે એરંડિયાનુ એક ટીપું આંખમા નાખવુ જેથી, તમને ખુબ જ સરળતાથી રાહત મળી શકે છે.

આ સિવાય પગની એડીની ત્વચા ફાટે તો તેના નિવારણ માટે પણ એરંડિયુ ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. આ એરંડિયુ લગાવો તે પહેલા તમારા પગને ગરમ પાણીથી ધોવા અથવા તો પાંચ મિનિટ માટે હુંફાળા પાણીમા ડુબાડીને રાખવા અને ત્યારબાદ એરંડિયુ લગાવવુ જેથી તમને રાહત મળી શકે છે.

વાળની સુંદરતા વધારવા માટે પણ આ એરંડિયુ ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. અંદાજે ૪-૬ અઠવાડિયા સુધી નિયમિત રીતે આ એરંડાના ઓઈલનો ઉપયોગ કરવાથી તમને સુંદર અને ઘાટા વાળ મળી શકે છે. આ ઓઈલ તમારા વાળ લાંબા કરવામા અને નવા વાળ ઉગાડવામા ખૂબ જ સહાયરૂપ સાબિત થાય છે. જો તમે અઠવાડિયામા કમ સે કમ બે દિવસ આ ઓઈલનો ઉપયોગ કરો તો તમારા વાળનો યોગ્ય વિકાસ થશે અને બલ્ડ સર્કયુલેશન પણ વ્યવસ્થિત થશે. તો તમે પણ એકવાર આ એરંડિયાનો ઉપયોગ અવશ્યપણે કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *