આ વસ્તુના માત્ર ૫ દાણા દૂધમાં ઉકાળીને કરો સેવન, તમારું શરીર રહેશે દરેક બીમારીઓથી કોષો દુર

Spread the love

મિત્રો, અમારા આ લેખમા તમારુ હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ લેખમાં બુંગવાળા દુધના ફાયદા વિષે જાણીશું. તમે બધા દુધનો ઉપયોગ તો કરતા જ હશો પરંતુ, ક્યારેય બુંગવાળા દુધનો ઉપયોગ કર્યો છે. આ દૂધ પોષક તત્વો થી ભરપુર હોય છે. તેની અંદર આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, જસત, ફાઇબર, પોટેશિયમ, પ્રોટીન જેવા અનેક તત્વો રહેલા છે.

તે આપણા શરીરને પોષણ આપે છે. તે આપણને દરેક રોગ માંથી બચાવે છે. જો આ દુધનું સેવન નિયમિત કરો છો, તો ક્યારેય તમને કોઈ રોગ નહિ થાય. તમારું શરીર શક્તિશાળી અને સ્વસ્થ બની જશે, અને તમારા શરીરમાં રહેલી નબળાઈને પણ તે દુર કરે છે. તો ચાલો તે દૂધ બનવાની રીતને જાણીએ.

ગોખરુ સાથે દૂધ બનાવવાની પદ્ધતિ :

આ દૂધ બનાવવા માટે પહેલા એક વાસણને ગેસ પર રાખો. ત્યાર બાદ તેમાં એક ગ્લાસ દૂધ ઉમેરો. તે દુધને ગરમ થવા દો. ત્યાર પછી ચાર બુંગળી લઈ તેને સારી રીતે પીસીને તેનો પાવડર બનાવો. ત્યાર બાદ તે પાવડરને દુધમાં નાખવો. અને તેને ગેસ પર ઉકળવા દેવું.

તેમાં સ્વાદ મુજબ ખાંડ નાખી શકાય છે. દૂધ એકદમ ઉકલી જાય પછી તેને ગાળી લો. આ દૂધનું સેવન ખાલી પેટે કરવુ. જો આ દૂધનું સેવન તમે નિયમિત કરશો તો ક્યારેય કોઈ રોગ નહિ થાય, અને શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે.

ફાયદા :

ડાયાબિટીસની સમસ્યા :

આ દૂધનું સેવન કરવાથી ડાયાબીટીસ દુર થાય છે. તેનાથી શરીરમાં આવતી નબળાઈ પણ દુર થાય છે. નિયમિત આ દૂધનું સેવન કરવાથી બ્લડ સુગર પણ નિયત્રણમાં રહે છે. અને આપણા શરીરમાં ઇન્સ્યુલિન બનવાની શરૂઆત થાય છે. તેથી તમારે આ દૂધનું સેવન નિયમિત કરવું જોઈએ.

કોલેસ્ટરોલની સમસ્યા :

કોલેસ્ટ્રોલ એક પદાર્થ છે જે આપની નશોમાં જોવા મળે છે. બેડ કોલેસ્ટ્રોલ વધવાથી નસોમાં ક્લોટિંગની શરૂઆત થાય છે, અને અનુનાસિક અવરોધનું જોખમ પણ વધે છે. જેના લીધે હાર્ટ એટેક આવવાની સમસ્યા વધારે રહે છે. જો તમારે તમારા હદયને મજબુત બનાવું હોય તો આ દૂધનું સેવન કરવું જોઈએ. તેનાથી હદયને લગતી બધી બીમારીમાં રાહત મળે છે.

પેટ સાથે સંકળાયેલ બીમારી :

શરીરના રોગ પેટથી વધવા લાગે છે. તે માટે પેટના રોગને દુર કરવું ખુબ મહત્વનું છે. તે માટે આપણે આપણી પાચનશક્તિને મજબુત બનાવી પડે છે. તેથી ખોરાક જડપથી પચવા લાગશે અને પેટને લગતી કોઈ બીમારી નહિ થાય. આ દૂધનું સેવન ખાલી પેટે પીવાથી પેટને લગતી બધી સમસ્યા જેવી કે એસિડીટી, ગેસ, અપચો જેવી અનેક બીમારી દુર થાય છે.

સ્થૂળતા :

આ દુધનો ઉપયોગ શરીરના મોટા રોગથી બચવા માટે કરી શકાય છે. તે આપણા વજનને ઘટાડવામાં ઉપયોગી બને છે. તે શરીરમાં રહેલી વધારાની ચરબીને દુર કરે છે, અને ચયાપચયને મજબુત બનાવે છે. તે સ્થૂળતાને પણ ઝડપથી ઘટાડે છે, અને આપણા શરીરને પાતળું અને ફીટ બનાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *