આ વર્ષે કેતુ બિરાજશે વૃશ્ચિક રાશિમા, આ બે રાશિજાતકો માટે બનશે રાજયોગ અને બીજી રાશીઓ માટે સમય રેહવાનો છે અશુભ, જાણો શું છે તમારી રાશિનો હાલ?

Spread the love

કેતુના સારા પ્રભાવને કારણે આ રાશિઓ માટે રાજયોગ રચાશે. પરંતુ ઘણી રાશીઓને સાવચેત રહેવાની જરૂર રહેશે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ગ્રહમાં સતત ફેરફાર થયા કરે છે. તેની અસર બધી રાશિ પર પડે છે. જ્યારે કોઈ ગ્રહની સ્થિતિ સારી નથી હોતી ત્યારે તેને અશુભ પરિણામ મળે છે અને જ્યારે સ્થિતિ સારી હોય છે ત્યારે શુભ પરિણામ મળે છે. ત્યારે કેતુ વૃશ્ચિક રાશિમાં રહેશે. આ મંગળ ગ્રહની રાશિ છે. તેની અસર બધી રાશિ પર થશે. આજે જાણીએ તેની અસર કેવી રહેશે.

વૃષભ :

પ્રેમ સબંધ માં સારું પરિણામ મળી શકે છે. અભ્યાસ કરતાં વિદ્યાર્થીને ઉચ્ચ શિક્ષણમાં સફળતા મળશે. સમાજમાં મન સન્માન મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે. માતપિતાનો સાથ મળી શકે છે. પરિવારની આર્થિક સ્થિતિ મજબૂત થશે. આવક વધારવાની તક મળશે.

કન્યા :

તમારો સમય સારો રહેશે. સહકર્મચારીનો પૂરતો સાથ મળશે. તમને સતત સફળતા મળશે. તમે તમારું વ્યક્તિત્વ સુધારશો. સમાજમાં તમારી સારી ઓળખાણ બની શકે છે. આર્થિક લાભ થશે. તમારા શત્રુને તમે હરાવી શકો છો. કામમાં તમને શ્રેષ્ઠ લાભ મળશે.

મકર :

તમારી ઉપર કેતુનો શુભ પ્રભાવ રહેશે. નસીબ તમારી સાથે રહેશે. આવકમાં વધારો થશે. તમે તમારી બુદ્ધિ અને મહેનતના કારણે તમારા શત્રુ સામે તમે વિજય મેળવી શકો છો. કામમાં તમને સફળતા મળશે. જૂના વિવાદ દૂર થશે. તમને ધન લાભ થવાની શક્યતા છે.

કુંભ :

તમે કામમાં આવતા અવરોધોનો સારી રીતે અને મક્કમતાથી સામનો કરશો. તમે તમારા શત્રુને હાર આપશો. તમે જે પ્રયાસ કરશો તેમાં તમે સફળ થશો. સ્વાસ્થ્ય સારું રહેશે. આહારમાં તમારે નિયંત્રણ રાખવું. ઘરનું વાતાવરણ સકારત્મક રહેશે. માતપિતાના આશીર્વાદ અને સાથ મળશે. તેનાથી આત્મવિશ્વાસ વધશે.

બીજી રાશિ પર તેની કેવી અસર પડશે તેના વિષે જાણીએ :

મેષ :

તમારે જીવનમાં અનેક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તણાવ વધશે. કામમાં ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ બનશે. તબિયત બગડી શકે છે. વાહન ચલાવતી વખતે સાવચેત રહેવું. નહીં તો ઇજા થઈ શકે છે. તબિયતને સારે રીતે સાચવવી.

મિથુન :

તમારા જીવનમાં ઘણા ઉતાર ચડાવ આવશે. તબિયત સાચવવી. કોર્ટ કચેરીનો નિર્ણય તમારા હકમાં આવી શકે છે. વિદ્યાર્થી સ્પર્ધાત્મક પરીક્ષા માટે વધારે મહેનત કરવી પડશે. તેનું સારું પરિણામ મળશે. શિક્ષકનો સાથ મળશે. સમાજમાં પ્રતિષ્ઠા વધશે. કારકિર્દીમાં આગળ વધવા માટેના અવસર મળશે.

કર્ક :

શારીરીક સમસ્યા આવી શકે છે. ખૂબ મહેનત કરશો તો જ સફળતા મળશે. ભાગ્ય પર વધારે વિશ્વાસ રાખવો. તેમાં તમને સફળતા મળશે. શત્રુઓ તમારી ઉપર નજર રાખેલા હશે. તેથી તમારે સાવચેત રહેવું. માતપિતાની તબિયત ખરાબ થઈ શકે છે. તેનાથી ચિંતામાં રહેશો.

સિંહ :

તમારા જીવનમાં રહેલું સુખ ઘટશે. માતાની તબિયતને લઈને ચિંતામાં રહેશો. સંપતિને લગતી બાબતમાં લાભ થશે. અંગત જીવનમાં ઉતાર ચડાવ આવશે. જીવનસાથી સાથે વાદ વિવાદ થઈ શકે છે. નોકરી કરતાં લોકોને મુશ્કેલીની સ્થિતિ સર્જાય શકે છે.

તુલા :

તમને મધ્યમ પરિણામ મળશે. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન કરવી જોઈએ. સંપતિને લગતી બાબતમાં તમને સફળતા મળશે. સંતાન તરફથી લાભ મળશે. તમને સારા સમાચાર મળી શકે છે. કામમાં તમારે વધારે મહેનત અને ભાગદોડ કરવી નહીં. ઉચ્ચ અધિકારી સાથે સારા સબંધ રહેશે.

વૃશ્ચિક :

તમને સારા અને ખરાબ બંને પરિણામ મળી શકે છે. તમારે તમારી વાણી પર કાબૂ રાખવો નહીં તો તેનાથી મોટો ઝઘડો થઈ શકે છે. સ્વાસ્થ્યને લગતી તકલીફ વધી શકે છે. આર્થિક સ્થિતિ નબડી પડશે. આવક પ્રમાણે ખર્ચ કરવો. કામમાં પ્રયાસ કરવાથી સફળતા મળશે.

ધન :

તમે ખોટા ખર્ચા કરી શકો છો. લગ્નજીવનમા સમસ્યા આવી શકે છે. ધંધા સાથે સંકળાયેલા લોકો કોઈ રોકાણ કરો તો સમજી વિચારીને કરવું. ધંધામાં થતાં લાભમાં ઘટાડો થશે. કામને લગતી મુસાફરી થઈ શકે છે. મુસાફરી કરતાં સમયે વાહનને ઉપયોગી સાવધાની રાખો.

મીન :

તમને મિશ્રિત ફળ મળશે. તમારી આવક વધશે. આવકની સાથે તમારો ખર્ચ વધશે. પિતાની તબિયત ખરાબ થવાથે ચિતા વધશે. જીવનસાથી સાથે ફરવા જઇ શકો છો. તમારે એવું કામ ન કરવું જેનાથી તમારું માન સન્માનમાં ઘટાડો થાય. અજાણ્યા લોકો પર વધારે વિશ્વાસ ન કરવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *