આ ઉપાય અજમાવીને ઘરના મુખ્ય દ્વાર ને બનાવી લો આવક નો સ્ત્રોત, આવકમા થશે ધરખમ વધારો, જાણો તમે પણ…

Spread the love

એવું કહેવામાં આવે છે કે જો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘર બનાવામાં આવે તો આપણા ઘરમાં સુખ સમૃધી આવે છે. જયારે આપણે ઘર બનાવીએ ત્યારે વાસ્તુ પ્રમાણે ઘર બનાવાથી આપણને કોઈ પ્રકારનું નુકશાન થતું નથી. આપણા ઘરમાં રહેલો દરેક ભાગ આપણા જીવનમાં સકારાત્મક અને નકારાત્મક પરિણામો આવે છે. જયારે આપણે ઘરનો મુખ્ય દરવાજો બનાવીએ ત્યારે કેટલાક નિયમોનું ધ્યાન રાખવામાં આવે છે. એવું કહેવાય છે કે જયારે પણ આપણે ઘરનો મુખ્ય દરવાજો બનાવીએ ત્યારે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવુ કેમ કે તેનાથી ઘણા સારા અને ખરાબ પરિણામો આપણા જીવનમાં આવે છે.

વાસ્તુ પ્રમાણે ઘરનો ઉત્તર, પૂર્વ, ઉત્તર ઈશાન અથવા પૂર્વ ઈશાન ભાગ આગળ નિકળેલો છે તો એવું કહેવામાં આવે છે કે આવા મકાન ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેવામાં ઘરના બધા સભ્યોને તેના જીવનમાં કોઈ મુશ્કેલી આવતી નથી. તેના જીવનમાં ખુબ પ્રગતી થશે. આવી સ્થિતિમાં તમારા ઘરમાં પૈસાની આવકમાં વધારો થાય છે. તેથી આપણે મુખ્ય દરવાજો બનાવીએ ત્યારે કેટલીક બાબતોનું તમારે ખાસ ધ્યાન રાખવું. તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તમારો મુખ્ય દરવાજો કાળા રંગનો ન હોવો જોઈએ.

વાસ્તુ અનુસાર એવું કહેવાય છે કે તેનાથી આપણા પરિવારમાં છેતરપીંડી, અપમાન અને સતત નુકસાનનો સામનો કરવો પડી શકે છે. તેથી આપણે ઘરનો મુખ્ય દરવાજો કાળો ન રાખવો જોઈએ. આ સિવાય એવું કહેવાય છે કે કોઈ ઘરનો મુખ્ય દરવાજો અગ્નિ, દક્ષિણ, નૈઋત્ય, પશ્ચિમ અથવા વાયવ્ય દિશામાં છે, તો આવી સ્થિતિમાં તેને બાઉંડ્રી દિવાલથી આગળ ન રાખવો જોઈએ કેમ કે તેનાથી તેમને નુક્સાન થવાની સંભાવના છે, અને તમારા જીવનમાં ગરીબી આવશે.

એવું પણ કહેવાય છે કે જો તમારો મુખ્ય દરવાજો પૂર્વ દિશા તરફ હોય તો તમારે તમારા ઘરમાં ઉતર અને પૂર્વ ભાગમાં ખાલી જગ્યા રાખવી જોઈએ. તેવું કરવાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે. એવું કહેવાય છે કે જો આપણે આપણી સંપતીમાં વધારો કરવો હોય તો વાસ્તુ શાસ્ત્રમાં ઉતર દિશાને ખુબ શુભ માનવામાં આવે છે. તે દિશા બુધ ગ્રહ અને સ્મ્પ્તીના દેવ કુબેરને પ્રભાવિત કરે છે. જો ઘરનો મુખ્ય દરવાજો ઉતર દિશામાં રહેલો છે, તો તમને તમારા ધંધામાં ખુબ પ્રગતી થાય છે, અને આપણને ધનલાભ પણ મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *