આ ઉનાળા મા મળશે શિમલા જેવી ઠંડક, માત્ર ત્રણસો રૂપિયા મા મળે છે આ “એ.સી.”

Spread the love

મિત્રો, હાલ ઉનાળા ની કાળઝાળ ગરમી ની શરૂઆત થઈ ચૂકી છે અને ગરમીના આ દિવસોમા હાલ સૌ કોઈ આ ગરમી થી ત્રસ્ત થઈ ચૂક્યા છે અને આ ગરમી માંથી મુક્તિ મેળવવા માટે લોકો કુલર અને એ.સી. જેવા સંસાધનો નો ઉપયોગ કરે છે. પરંતુ, ઘણા એવા લોકો પણ હોય છે કે જે આ મોંઘા એ.સી. જેવા સંસાધનો ખરીદી શકતા નથી અને તેવા મા કુલરને આ ગરમી ભગાડવાનો સૌથી શ્રેષ્ઠ અને સસ્તો વિકલ્પ માનવામા આવે છે.

મોટાભાગ ના લોકો ઠંડક મેળવવા માટે આ કૂલર નો ઉપયોગ કરે છે. હાલ, આજે આ લેખમા અમે તમને જણાવીશુ પોર્ટેબલ એ.સી. વિશે જણાવીશુ કે જેનુ મૂલ્ય ફક્ત ૩૦૦ રૂપિયા છે અને આ પોર્ટેબલ એ.સી. લોકો ઑનલાઇન અને ઑફલાઇન દુકાનો માંથી પણ ખરીદી શકે છે. આ પોર્ટેબલ એ.સી. તમે ઈલેક્ટ્રીસીટી અને બેટરી થી પણ ચલાવી શકો છો.

વીજળી ની આવશ્યકતા નહિ પડે :

જો તમે વીજળી ની બચત કરવા ઇચ્છતા હોવ તો તમે આ પોર્ટેબલ એ.સી.બેટરી થી પણ ચલાવી શકો છો આ પોર્ટેબલ એ.સી. ને ચલાવવા માટે ત્રણ નાની બેટરી નો ઉપયોગ કરી શકો છો. આ સિવાય જો ઇલેક્ટ્રિક પાવર થી ચલાવવા ઇચ્છતા હોવ તો તેમા યુ.એસ.બી. વાયર પણ આપવામા આવ્યુ છે.

ફક્ત આટલુ જ નહી પરંતુ, જો તમે વધુ ઠંડો પવન મેળવવા ઈચ્છતા હોવ તો તેમા એક ટ્રે પણ આપવામા આવી છે. જેમા બરફ રાખી શકો છો. તેનાથી તમને ઠંડો પવન મળશે. આની વિશેષતા એ છે કે તમે તેને એર ફ્રેશનર તરીકે પણ ઉપયોગ કરી શકો છો.

ફક્ત આટલુ જ નહી તેનો ઘરની અંદર બહાર ગમે તે જગ્યાએ ઉપયોગ કરી શકો છો. જો તમે ફ્લિપકાર્ટ પર આ પોર્ટેબલ એ.સી.ની ઓનલાઈન ખરીદી કરવા ઇચ્છતા હોવ તો તમે આઈ.સી.આઈ.સી.આઈ. અને એક્સિસ બેન્ક ક્રેડિટ કે ડેબિટ કાર્ડ થી પેમેન્ટ કરીને ડિસ્કાઉન્ટ પણ મેળવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *