આ સરળ રીતે ઘર બેઠા મેળવો ડ્રાઈવિંગ લાઈસન્સ, જાણીલો સમ્પૂર્ણ પ્રક્રિયા…

Spread the love

હવે તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા આરટીઓ (RTO) ની ઓફીસમા નહિ જવું પડે. RTO ઓફિસની બહાર કલાકો સુધી લાઈનમા ઉભા રહેવું નહિ પડે.અમે તમને તેની પક્રિયા વિશે માહિતી આપશું જેમાં તમે ઘરે બેઠા ડ્રાઇવિંગ લાઈસન્સ સરળતાથી મેળવી શકશો.આ માટે તમારે શુ કરવું અને કેવી રીતે કરવું એ જણાવશું.

માર્ગ પરિવહન અને હાઈવે માર્ચ સુધીમાં ડ્રાઇવિંગ લાઇસન્સ સબંધિત થતી સેવાઓ મેળવવાની ઓનલાઈન પ્રક્રિયા ચાલુ થઈ રહી છે. મધ્યપ્રદેશ, ઝારખંડ, હરિયાણા, દિલ્હી સહિત કેટલાક રાજ્યમાં ડ્રાઇવિંગ લાઇસન્સની પ્રક્રિયા ઘણા સમયથી ઓનલાઈન થઈ રહી છે.સાથે હવે બીજા રાજ્યોમાં પણ તેની તૈયારી ચાલી રહી છે.

મોદી સરકારે આ વિશે સુચના આપી છે. સરકારના આદેશ મુજબ દેશની તમામ પ્રાદેશિક પરિવહન કચેરીમા ધીમે ધીમે ઓનલાઈન પ્રોસેસ શરૂ થઈ રહી છે.આ પ્રોસેસ થયા પછી લોકોને આરટીઓની ઓફિસમાં જવું નહિ પડે. લાઇસન્સ, ડ્રાઇવિંગ લાઇસન્સ શીખવાનું કામ ઓનલાઈનમા આસાનીથી થઈ જશે.

ડ્રાઈવિંગ લાઈસન્સ માટે આ દસ્તાવેજોની પડશે જરૂર :

આધારકાર્ડ, વોટર કાર્ડ, લાઈટ બિલ, ટેલિફોન બિલ, રાશન કાર્ડ, સરકારી કર્મચારીઓ દ્વારા કોઈ ID કાર્ડ, સરનામું. ઉંમર જાણવા માટે તમારે તમારા ૧૦માં ધોરણનું રીઝલ્ટ, બર્થ સર્ટિફિકેટ, પાન કાર્ડ અથવા મજિસ્ટ્રેટ દ્વારા જારી એફિડેવિટ. અરજી કરવા માટે ઓછામાં ઓછી ૧૮ વર્ષની ઉમર હોવી જોઈએ.

આવી રીતે બનાવો ડ્રાઈવિંગ લાઈસન્સ :

લર્નિંગ સાઈસન્સ માટે રાજમાર્ગ મંત્રાલયની વેબસાઈટ ttps://Parivahan.Gov.In/ પર જવુ પડશે. તેમના રાજયોની યાદીમાં પોતાના રાજયનું નામ સિલેકટ કરવાનું રહેશે. જે બાદ લર્નિંગના ઓપ્શન પર ક્લિક કરવું. પૂરું ફોર્મ ભર્યા બાદ એક નંબર જનરેટ થશે તેને ઝેરોક્ષ કરી લો. તે પછી ઉંમરનું પ્રમાણપત્ર, એડ્રેસ પ્રુફ, ID પ્રુફ જોડવાનું રહેશે.

ફોર્મ ભરી અને ID પ્રુફ મોક્લીયા બાદ તમારે ફોટો અને ડિઝિટલ સહી અપલોડ કરવાની રહેશે. જે બાદ તમારે તમારા ડ્રાઈવિંગની ટેસ્ટ માટે સ્લોટ બુક કરવાની રહેશે. જે માટે તમારે ફી ભરવી પડશે. અહીં, તમને જણાવીએ કે લર્નિંગ લાઇસન્સ ૬ મહિના સુધીનું રહેશે, તે પછી તમારે એક પાક્કુ લાઇસન્સ લેવું પડશે. ડ્રાઇવિંગ લાઇસન્સ માટે, તમારે આરટીઓ દ્વારા જાણ કરવામાં આવેલા સમય અને સ્થળે જવું પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *