ઘરબેઠા આ સરળ રીતે બનાવો તમારું કલર વોટર આઈ.ડી. કાર્ડ, ફક્ત કરવું પડશે આ કામ…

Spread the love

પહેલાના મતદાન કાર્ડ બ્લેક એન્ડ વાઇટ બનાવાયા હતા. ત્યારે તેમાં જે ફોટો હતો તે જોઈને બધાને દુખ થતું તે ફોટો બધાનો ખૂબ ખરાબ આવ્યો હતો. ત્યારે તે વિચાર કરતાં હતા કે આ કાર્ડ કલરફૂલ હોત તો કેટલું સારું થાત. તેનાથી ફોટોતો સારો આવત. તો હવે તમે ઘરે બેસીને તમારું કાર્ડ કલરિંગ કરી શકો છો. તેના માટે તમારે ક્યાય બીજે જવાની હવે જરૂર નથી. હવે તમે ઘરે બેસીને સરળ રીતે ઓનલાઈન પ્રોસેસથી આ કામ કરી શકાય છે.

તમારું મતદાન કાર્ડ બ્લેક અને વાઇટ છે અને તમારે તેને કલરફૂલ બનાવવું છે. તો તમારે હવે તમારે વધારે હેરાન થવું નહીં પડે તમારે ઘરે બેસીને પણ તમારું મતદાન કાર્ડ બદલી શકો છો. આ સરળ પ્રોસેસ માટે તમારે ફક્ત ૩૦ રૂપિયાનો ખર્ચ કરવો પડશે. તમારું મતદાન સરળ પદ્ધતિથી ઘરે બેસીને કેવી રીતે કલરિંગ કરી શકાય તેવા વિષે જાણીએ.

આ ડૉક્યુમેન્ટની જરૂર પડશે :

તમારે જ્યારે મતદાન કાર્ડ બનાવવું હોય ત્યારે તમારે સૌથી પહેલા તમારી ઉમર ૧૮ વર્ષની હોવી જરૂરી છે. આ સિવાયના દસ્તાવેજમાં તમારે તમારું જન્મ પ્રમાણ પત્ર, આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, હાઈસ્કૂલની માર્કસીટ, પાસપોર્ટની કોપી વગેરે કોઈ પણ દસ્તાવેજ તમે અપલોડ કરી શકો છો.

એડ્રેસ પ્રૂફ માટે આ વસ્તુની જરૂર પડશે :

તમારે તમારા ઘરનું એડ્રેસની ખાતરી માટે તમારે ડ્રાઇવિંગ લાયસન્સ, બેન્કની પાસબુક, પોસ્ટ ઓફિસની પાસબુક, રાશન કાર્ડ, ભાડા એગ્રીમેન્ટ, લાઇટ બિલ અથવા પાણી બિલને સબમિટ કરવાની જરૂર રહેશે.

આવી રીતે અરજી કરવી :

મતદાન કાર્ડની સરળ રીતે અરજી તમે હવે ઘરે બેઠા કરી શકો છો. તેના માટે તમારે સૌ પહેલા ચૂંટણી આયોગની વેબસાઇટ પર જવું. તે વેબસાઇટ www.nvsp.in છે. ત્યાં જઈને તમારે સૌ પ્રથમ નેશનલ વોટર આઈ ડી પોર્ટલ પર જવાનું રહેશે. તે પછી તમારે વોટર આઈ ડી પોર્ટલના વિકલ્પને પસંદ કરવાનો રહેશે. વોટર આઈ ડી પોર્ટલ પર તમારે રજીસ્ટર કરવાનુ રહે છે, તે પછી ક્રિએટ અકાઉન્ટનો વિકલ્પ આપેલો હશે, તેને પસંદ કરવાનું રહેશે.

ત્યારબાદ તમારે ત્યા તમારા ઈ-મેલ આઈડીને ભરવું અને કનટીન્યુ પર તમારે ક્લિક કરવું. તે પછી તમને એક મેઈલ આવશે અને તેમાં તમને એક લિન્ક મળશે. તમને આપેલી સૂચનના આધારે તમારે તમારી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. આવેદનકર્તા એ આ ફોર્મની માહિતી ભરવાની જરૂર રહેશે. તમારે તમારો ફોટો અને દસ્તાવેજને તમારે અપલોડ કરવાના રહેશે તે પોર્ટલ પર અપલોડ કરવા અને તમારે ફોર્મને સબમિટ કરી દેવું.

તમારું રંગીન મતદાન કાર્ડ ઘરે આવી જશે :

આ આખી પદ્ધતિ કર્યા પછી અને તમારી જાણકારી મેળવ્યા પછી છૂટની આયોગ તરફથી તમારા ક્ષેત્રના બીએલઑ તમારે ઘરે આવશે. ત્યારે તને તમારા દસ્તાવેજનું વેરિફિકેશન કરી શકો છો. ત્યાર પછી તમારો રિપોર્ટ તે ભરી દેશે અને તમને એક મહિનામાં પ્લાસ્ટિકનું અને રંગીને નવું મતદાન કાર્ડ ઘરે મળી જશે. આ સરળ પદ્ધતિથી તમે ઘરે બેઠા તમારું મતદાન કાર્ડ રંગીન બનાવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *