આ સામાન્ય દેખાતુ ઠળિયાનુ ચૂરણ દુર કરશે લીવર તેમજ પાચનથી લગતી સમસ્યાઓ, જાણો તમે પણ…

Spread the love

મિત્રો, આપણુ આયુર્વેદ શાસ્ત્ર એ એક સમૃદ્ધ શાસ્ત્ર છે. આ શાસ્ત્રમા એવી અનેકવિધ ચીજવસ્તુઓનો ઉલ્લેખ કરવામા આવેલો છે, જેનો આપણે આપણા રોજીંદા જીવનમા ઉપયોગ કરીએ તો આપણે અનેકવિધ બીમારીઓ સામે રક્ષણ મેળવી શકીએ છીએ અને આપણુ સ્વાસ્થ્ય પણ નીરોગી અને તંદુરસ્ત રહે છે. આજે આ લેખમા આપણે એક એવી આયુર્વેદિક વસ્તુ વિશે માહિતી મેળવવા જઈ રહ્યા છીએ કે, જેમા પુષ્કળ માત્રામા ઔષધીય ગુણધર્મો સમવિષ્ટ છે. તો ચાલો જાણીએ કઈ છે આ વસ્તુ.

આપણે જાંબુ તો અવારનવાર ખાધા હશે પરંતુ, શું તમને ખબર છે કે, જાંબુની સાથે તેના ઠળીયા પણ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે. જો તમે તેના ઠળિયામાથી બનેલા અર્કનુ નિયમિત સેવન કરો છો તો તે તમારા માટે ખુબ જ લાભદાયક સાબિત થાય છે. તે તમારા બ્લડપ્રેશરને નિયંત્રણમા રાખે છે. આ ઉપરાંત તેમા પુષ્કળ માત્રામા એન્ટી-ઓક્સીડન્ટ સમાવિષ્ટ હોય છે, જે તમારા બ્લડસુગરને સંતુલિત કરવામા ખૂબ જ મદદગાર સાબિત થાય છે.

આ સિવાય આ ફળના ઠળિયામા જામ્બોલીન અને જામ્બોસીન નામના સંયોજનો પણ સમાવિષ્ટ હોય છે, જે ઇન્સ્યુલિનના ઉત્પાદનમાં વધારો કરવામા અસરકારક સાબિત થાય છે. આ ફળના ઠળિયાનુ ચૂર્ણ દહીં સાથે મિક્સ કરીને ખાવાથી તમને પથરીની સમસ્યામા રાહત મળી શકે છે.

આ સિવાય લીવર માટે પણ આ ફળના ઠળિયા ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. જો કોઈ સ્ત્રી માસિક ધર્મની સમસ્યાથી પીડાઈ રહી હોય તો તેમને નિયમિત એક ચમચી આ ફળના ઠળિયાના ચૂર્ણનુ સેવન કરાવડાવો. આ ચૂર્ણનુ નિયમિત સેવન કરવાથી તમને માસિક ધર્મ દરમિયાન થતી પીડામા પણ રાહત મળે છે.

જો તમને શરીરના કોઈ ભાગમા ઈજા થઇ હોય તો આ ઠળિયાના ચૂર્ણ ને પાણીમા મિક્સ કરી તેને તે ઘા પર લગાવવામા આવે તો તમે આ સમસ્યામાંથી રાહત મેળવી શકો છો. આ સિવાય જો તમે નિયમિત આ ફળના ઠળિયાના ચૂર્ણની એક ચમચી વહેલી સવારે ભૂખ્યા પેટે ગરમ પાણી સાથે લો તો તમને પેટ અને પાચન સાથે સંકળાયેલ તમામ સમસ્યાઓમા રાહત મળે છે.

આ સિવાય જો તમે રક્તપ્રદરની સમસ્યાથી પીડાઈ રહ્યા હોવ તો આ ફળના ઠળિયાનું ચૂર્ણ પીપળની છાલના ચૂર્ણમા મિક્સ કરીને તેનુ સેવન કરવામા આવે તો તે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. આ મિશ્રણનુ સેવન કરવાથી તમને આ સમસ્યામાંથી તુરંત મુક્તિ મળે છે.

આ ઉપરાંત આ ફળના ઠળીયામા પુષ્કળ માત્રામા એન્ટિઓક્સિડન્ટ અને ફ્લેવોનોઈડ સમાવિષ્ટ હોય છે. તે આપણા શરીરમા રહેલા તમામ દૂષિત તત્વોને બહાર કાઢે છે અને આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. જેથી, શરીરમા કોઈપણ પ્રકારની જીવલેણ બીમારી પ્રવેશી શકે નહિ. આ સિવાય તેમા પુષ્કળ માત્રામા લોહતત્વ સમાવિષ્ટ હોય છે, જે તમારા લોહીને સાફ કરવામા ખુબ જ સહાયરૂપ સાબિત થાય છે. આ ઉપરાંત તે તમારી પેટ સંબંધિત સમસ્યાઓ અને પાચનશક્તિ મજબુત બનાવવામા પણ સહાયરૂપ સાબિત થાય છે.

તે કેન્સરના નિદાન માટે પણ અસરકારક સાબિત થાય છે. આ ફળના ઠળિયા ફ્લેવેનોઈડ અને ફિનોલિક સંયોજનો ધરાવે છે, જે ખુબ જ શક્તિશાળી એન્ટીઓકિસડન્ટ માનવામાં આવે છે. તે આપણા શરીરમાંથી હાનિકારક મુક્ત રેડિકલને દૂર રાખવામા સહાયરૂપ સાબિત થાય છે અને સાથે જ આપણા શરીરની ઇમ્યુનિટીને પણ મજબુત બનાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *