આ સફાઈ વાળાએ બચાવ્યો હતો એક છોકરીનો જીવ, ત્યારબાદ છોકરીએ ચુકવ્યું આ રીતે અહેસાન, જાણીને રહી જશો તમે પણ ચકિત…

Spread the love

ઉત્તરપ્રદેશના મહોબા વિસ્તારમા રહેતા રામકિશોર કચરાના ઢગલામા પડેલ પ્લાસ્ટિકનો કચરો વિણીને પોતાના ઘરનો ખર્ચો ઉપાડતો હતો. તે પ્લાસ્ટિકને તે વહેંચીને પોતાના ઘરનુ ગુજરાન ચલાવતો હતો. એક દિવસ તે કચરો વીણતો હતો ત્યારે તેણે એક લાલ રંગનુ કાપડ જોયુ. ત્યારે તેણે વિચાર્યુ કે આમા ઘણી જ્વેલરી અથવા તો એસેસરીઝ હોય શકે છે. ત્યારે તે કપડાની નજીક જાય છે અને તેને ઉપાડે છે.

જ્યારે તે કપડુ ઉપાડે છે ત્યારે તેના હોશ ઉડી જાય છે. તે કપડાની નીચે એક માસુમ છોકરી હતી. ત્યારે તેઓ વિચારે છે કે તે છોકરી મરી ગઇ છે. ત્યારબાદ તેને તે નજીકમા આવેલ દવાખાને લઇ ગયો. તે દવાખાનાના નિષ્ણાતો કહે છે કે આ છોકરી જીવે છે. ત્યારે રામકિશોર ખુશ ખાય છે અને ત્યારબાદ તે ઉદાસ પણ થાય છે. ત્યારે તેણે વિચાર આવ્યો કે આ છોકરીનુ હવે શુ થશે. ત્યારે તેણે થોડા જ સમયમા પોતાનો વિચાર ફેરવી નાખ્યો.

તેણે તેણીની સારવાર કરીને પોતાના ઘરે લઇ ગયો. તેના પરીવારમા ખાલી એક માતા જ હતી. તે પણ વૃદ્ધ હતી. તેના પરીવારમા તેના સિવાય તેનુ બીજુ કોઇ પણ ન હતુ. રામકિશોરએ તે છોકરીને પોતાની માતા પાસે મુકીને તે પોતાનુ કામ કરવા નિકળ્યો હતો. તેણે તે છોકરીનુ નામ માનસી પાડ્યુ હતુ. તેણીએ પોસ્ટ ગ્રેજ્યુએશન પુરુ કર્યુ હતુ. તેણીએ કૃષિમા કરાવ્યુ હતુ. રામકિશોરએ માનસીના જીવનમા ક્યારે પણ કોઇ જાતની કમી ન આવવા દીધી હતી.

સાલ ૨૦૧૮મા તેણીને દીલ્લીમા નોકરી મળી હતી. તેણી દેલ્લીના બગાયત વિભાગમા નોકરી કરે છે. ત્યારે રામકિશોર ખુશ થઇને આખા ગામમા બધાને લાડુ અને મિઠાઇઓ વહેંચ્યા હતા. માનસી ક્યારે પણ ખબર ન પડી કે રામકિશોર તેના પિતા નથી. તેણીએ ૩ ઓક્ટોબર, ૨૦૧૯ના દિવસે વિવાહ કર્યા હતા. તેણીના લગ્નમા રામકિશોરે માનસીને જણાવ્યુ કે તે તેનો પિતા નથી. તેની સાથે સાથે તેમને બધા લોકોને પણ આ વાત જણાવી.

ત્યારે માનસીને આ વાત પર હજી પણ વિશ્વાસ આવતો નથી કે તે તેના પિતા નથી અને તેણીએ પોતાના પિતાને તેની સાથે રાખશે તેવુ વચન આપ્યુ હતુ. તે અત્યારે પોતાના પિતા સાથે દિલ્લીમા રહે છે. આમ રામકિશોરની માતાના અવસાન બાદ તેના માટે માનસીની જવાબદારીઓ વધી ગઇ હતી. તે સમયે તેને અનેક જાતની મુશ્કેલીઓ આવતી હતી.

પરંતુ તે સમયે તેને હાર ન માની અને માનસીની પરવરીશ કરવા લાગ્યો અને તેણીને ભણાવી. તે સમયે તેને પોતાના વિવાહ પણ નહોતા કર્યા. રામકિશોર જણાવે છે, આજના આ સમયમા પણ માણસો છોકરીને કચરમા ફેંકી દે છે. પરંતુ છોકરીઓ છોકરા કરતા પણ સારુ કામ કરે છે. તે માનસીને પોતાની જીંદગી માને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *