આ ઋતુમાં શરીરની તંદુરસ્તી માટે સેવન કરો આ ફળનું, તેના ફાયદાઓ વિષે જાણીને આજથી જ તમે પણ શરૂ કરી દેશો તેનું સેવન…

Spread the love

હવે ગરમીની ઋતુ આવી ગઈ છે. ત્યારે દિવસે દિવસે વધુને વધુ ગરમી થવા લાગે છે. ત્યારે આપણે આપણા સ્વાસ્થ્યને સારું રાખવા માટે અને ગરમી સામે ઠંડક મેળવવા માટે આપણે ઘણા ફળો ખાતા હોઈએ છીએ. ઉનાળાની ઋતુમાં માર્કેટમાં તરબૂચ, દ્રાક્ષ, પપૈયા, ચીકુ અને સક્કરટેટી જેવા ફળો જોવા મળે છે. બધા લોકો વધુ પડતા સમય પ્રમાણે જ ફ્રુટ ખાતા હોય છે. ફળો આપણા સ્વાસ્થ્ય માટે ખુબ ઉપયોગી બને છે.

ઉનાળામાં લોકો સક્કરટેટી ખાતા હોય છે. સક્કરટેટી બધા લોકોને પ્રિય હોય છે. તે ઉનાળાનું લોક પ્રિય ફળ છે. તેમાં અનેક ગુણો રહેલા છે. તે આપણા સ્વાસ્થ્ય માટે પણ ખુબ ઉપયોગી છે. સક્કરટેટી ખાવાથી શરીરમાં એનર્જી મળે છે. તે આપણા શરીરમાં સુગરના પ્રમાણને પણ જાળવી રાખે છે. સક્કરટેટીમાં વિટામીન એ, વિટામીન સી, આયર્ન, પોટેશિયમ, કોપર, ફાઈબર અને મેગ્નેશિયમ જેવા અનેક તત્વો રહેલા છે. જે આપણને ઘણી બીમારી માંથી બચાવે છે.

કેન્સર સામે રક્ષણ આપે :

એવું જાણવા મળ્યું છે કે આ ફ્લ નો ઉપયોગ કેન્સર જેવા રોગો સામે રક્ષા કરે છે. માટે ગરમીની ઋતુમાં સક્કરટેટી ખાવાથી ફાયદો થાય છે. કેમ કે સક્કરટેટીમાં ઓર્ગેનિક પીગમેન્ટ કેરોટેન્વાઈડ જેવું તત્વ રહેલું છે. જે કેન્સર જેવા મોટા રોગ સામે રક્ષણ આપે છે.

આંખના રોગ સામે રક્ષણ મળે :

આંખો માટે સક્કર ટેટી ખૂબ ઉપયોગી છે. આંખોના મહત્વના હિસ્સા એવા રેટિનાનો ઉંમર વધતાં ઘસારો થાય છે. તેને એજ રીલેટેડ મેક્યુલર ડીજેનેરેશન કહે છે. સક્કર ટેટીમાં ઝેક્સેન્થીન નામનું એન્ટિ-ઓક્સિડન્ટ આવેલું છે, જે આ ઘસારાને અટકાવે છે. દિવસમાં બેથી ત્રણવાર સક્કર ટેટી ખાવાથી આંખનો આ ઘસારો થતો અટકે છે. તેમાં ભરપુર પ્રમાણમાં વિટામીન રહેલા છે, જે આપણી આંખને ઠંડક આપે છે.

હાઈ બ્લડપ્રેશર નિયંત્રિત કરે :

જે વ્યક્તિને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તેને સક્કરટેટીનું સેવન કરવું જોઈએ. સક્કરટેટીમાં રહેલા પોટેશિયમ શરીરમાં રહેલા સોડીયમને બહાર કાઢે છે. જેને લીધે બ્લડ પ્રેશર કન્ટ્રોલમાં રહે છે. તે માટે સક્કરટેટીનું સેવન નિયમિત અને ચોક્કસ કરવું જોઈએ.

ડાયાબીટીસની સમસ્યા દૂર થાય :

આજના સમયમાં મોટાભાગના લોકોને ડાયાબીટીસના રોગથી પીડાઈ છે. સક્કરટેટીનું સેવન કરવાથી બ્લડ સુગર કન્ટ્રોલમાં રહે છે. સક્કરટેટીના બીજને સુકવીને તેનું સેવન કરવાથી ઘણો લાભ થાય છે. તે ડાયાબીટીસ ટુ માટે ઉપયોગી છે. તેનું નિયમિત સેવન કરવાથી ડાયાબીટીસના દર્દીને ઘણી રાહત મળે છે.

પ્રોટીનની ઉણપ દુર થાય :

જો તમને તમારા શરીરમાં પ્રોટીનની ઉણપ લાગે તો સક્કરટેટીનું સેવન કરવાથી શરીરમાં રહેલી ઉણપ દુર થાય છે. તેમાં પ્રોટીનનું પ્રમાણ ૩.૫ ટકા રહેલું છે. તેથી ઉનાળાની ઋતુમાં સક્કરટેટીનું સેવન કરવાથી આપણે ઘણા લાભ થાય છે. તે આપણા શરીર માટે ફાયદાકારક છે. તે શરીરમાં રહેલી પ્રોટીનની કમીને દુર કરે છે.

હૃદય સાથે સંકળાયેલ સમસ્યા દૂર થાય :

સક્કરટેટી માં રહેલ એડિનોસિન લોહી ને પાતળું કરવા માં મદદ કરે છે અને લોહી ના ગંઠાવાને તોડે છે, તેથી હૃદયની ઘણી બિમારીઓ સામે રક્ષણ મળે છે,સક્કરટેટીને નિયમિત 250 થી 300 ગ્રામ સક્કર ટેટી નું સેવન કરવું જોઈએ.

કબજિયાતની સમસ્યા દૂર થાય :

ઉનાળો તેની સાથે વિવિધ પાચન સમસ્યાઓ લાવે છે, કારણ કે ઉષ્ણકટિબંધીય તાપમાન માં ગરમી માં થતા ફેરફાર પેટની ગરબડ કારણ બની શકે છે. તેમાં ચરબીયુક્ત ખોરાક નો ઉમેરો તો તે પાચન ની પ્રક્રિયા ને ધીમી કરે છે જે કબજિયાત તરફ દોરી શકે છે. સક્કરટેટીની ફાઈબર-સામગ્રી, ખોરાક ની પાચન પ્રક્રિયા માં મદદ કરે છે અને કબજિયાત ઘટાડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *