આ ઋતુમાં કરો કાળા તલનું સેવન, મળશે એવા ગજબના ફાયદા કે આખુ વર્ષ રેહશો સ્વસ્થ અને તંદુરસ્ત…

Spread the love

આપણે બધા જાણીએ છીએ કે આ ઋતુમાં આપણે બધાએ તલ જરૂરથી ખાવા જોઈએ તેમાં મેગ્નેશિયમ, કોપર, કેલ્શિયમ, આર્યન, ઝીંક અને ફાઈબર જેવા ભરપૂર પોષક તત્વો રહેલા છે. નિષ્ણાંતના કહેવા પ્રમાણે આનું તલના સેવનથી ત્વચામાં નિખાર વધે છે અને તેમાં મોનો-સેચુરેટેડ ફેટ એસિડ વધારે હોય છે. તેના લીધે કોલેસ્ટ્રોલ ઘટવા લાગે છે.

આ ઋતુને ખાવા પીવાની ઋતુ પણ કહેવાય છે. તમારે સ્વસ્થ રહેવા માટે અને તમારે આ ઋતુમાં બીમારીથી બચવા માટે ગરમ તાસીર વાળી વસ્તુઓ ખાવી જોઈએ. તેના માટે લોકો ગોળ થી બનેલી વસ્તુ વધારે ખાતા હોય છે. તેથી આ ઋતુમાં વધારે શિંગપાક, તલપાક, સુખડી વગેરે જેવી વસ્તુઓ ખાવી જોઈએ. આ ઋતુમાં તલ ખાવામાં આવે તો શરીર માટે તે ખૂબ ઉપયોગી સાબિત થાય છે.

પાચનને લગતી તકલીફમાં પણ તલ ખૂબ ઉપયોગી સાબિત થયા છે. તેમાં વધારે માત્રામાં ફાઈબર રહેલું હોય છે. તેના લીધે કબજિયાત જેવી પાચનને લગતી સમસ્યામાં ઘણો લાભ થાય છે. તલમાં મેગ્નેશિયમ અને બીજા પોષક તત્વો પણ રહેલા છે. તેના લીધે ડાયાબિટીસમાં ખૂબ લાભ થાય છે. તેમાં ઝીંક પણ વધારે હોય છે. તે એક જનરલ મિનરલ છે. તે ત્વચા માટે ફાયદાકારક છે. તેથી તે ત્વચાને લગતી સમસ્યામાં ખૂબ લાભદાયી સાબિત થાય છે.

સંધિવાની તકલીફમાં પણ આ ખૂબ ઉપયોગી થયા છે. તેમાં કોપર હોય છે. તેમાં એન્ટી ઇફ્રામેટરી અને એન્ટી ઓક્સીડેન્ટ એન્ઝાઇમ રહેલું હોય છે. આ તકલીફમાં જે દુખાવો થાય છે અથવા સોજો આવી આવી જ્યારે ત્યારે કોપર ખૂબ મદદ કરે છે. તલ હાડકાં અને સાંધાને મજબૂત કરીને તેના દુખાવા માથી રાહત આપે છે.

તેમાં એન્ટી ઓક્સિડંટ જેવા બીજા ઘણા તત્વો રહેલા હોય છે. તેનાથી હ્રદયની બીમારીમાં આ ખૂબ ઉપયોગી છે. તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયરન, સેલ્નિયમ અને ઝીંક હોવાથી તે હ્રદયને લગતી બીમારીથી આપની રક્ષા કરે છે. આમાં સેસમીન નામનું એન્ટી ઓક્સિડંટ તત્વ રહેલું હોય છે તે બધા પ્રકારના કેન્સરથવાનો ખતરો ઘટાડે છે. તે કેન્સરના સેલ્સને વધતાં રોકે છે.

તેમાં વિટામિન હોવાથી તે હાડકને મજબૂત કરે છે. તેથી આને ખાવાની આદત પાડવી જોઈએ. આ ઋતુમાં હાડકાના દુખવાને સમસ્યા વધી જાય છે. આને ખાવાથી તે નહીં થાય. એક ચમચી આને ખાવાથી દાંત પણ મજબૂત બને છે. તેમા ફાયબર અને એન્ટી ઓક્સિડંટનું પ્રમાણ વધારે હોય છે. તેથી આને ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે.

કાળા તલનુ સેવન કરવાથી કોલેસ્ટ્રોલને ઘટાડે છે. તેમાં સેસામીન અને સેસમોલીન નામનું તત્વ રહેલું હોય છે. તે લીંગ્લાસ નામના ફાઇબરના જૂથો છે તેનાથી કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ મળે છે. તેને ખાવાથી વધારે ફાઈબર મળી રહે છે.

તેનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે. પરંતુ આનું વધારે સેવન કરવાથી તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. તેથી તેને માપમાં ખાવું જોઈએ. તેને વધારે ખાવાથી બળતરા જેવી તકલીફ થઈ શકે છે. આ સિવાય એલર્જી પણ થઈ શકે છે. તેનાથી અતિસાર અને ત્વચા પર ખંજવાળ અને ફોલ્લીઓ જેવી તકલીફ પણ થઈ શકે છે.

તેના તેલથી માથામાં મસાજ કરવાથી વાળનો જથ્થો વધારી શકાય છે. તેની સાથે વાળને ચમકીલા પણ બનાવે છે. ખરતા વાળને રોકે છે. કોઈ ઘા પર આના તેલને લગાવીને પટ્ટી બાધવાથી ફાયદો થાય છે. વાઢિયાં ગરમ તેલ કરીને તેમાં સિંધાલૂ અને મીન ભેળવીને લગાવવાથી લાભ થાય છે. તેને વાટીને માખણ સાથે ભેળવીને ચહેરા પર લગાવવાથી ત્વચા ગોરી બને છે.

૨૦ થી ૨૫ ગ્રામ તલને ચાવીને ખાવા અને ગરમ પાણી પીવાથી પેટનો દુખાવો દૂર થાય છે. ઉધરસ હોય ત્યારે આને ખાવા જોઈએ. સૂકી ઉધરસ આવે ત્યારે આની સાથે સાકર ભેળવીને તેને પાણીમાં ઉકાળીને તે પાણી પીવાથી સૂકી ઉધરસ દૂર થાય છે. નાનું બાળક રાતે સૂતી વખતે પથારી ભીની કરે તો આને પીસીને ગોળ સાથે ભેળવીને લાડુ બનાવીને રાતે ખવડાવતી આ સમસ્યા દૂર થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *