આ ઋતુમાં ફરવા માટે આ જગ્યા છે સૌથી સારો અને સસ્તો વિકલ્પ, એકવાર જરૂરથી લેવી જોઈએ આ જગ્યાની મુલાકાત, જાણો કયા આવેલી છે આ જગ્યા?
અત્યારે આ ઋતુમાં વાતાવરણ એટલું સરસ બની જાય છે કે તેના લીધે બધાને ઘરની બહાર ફરવા જવાનું મન થાય છે. ઘણા લોકો આ ઋતુમાં ફરવા જવાનું પસંદ કરતાં હોય છે. તેના માટે આપના દેશમાં ઘણી એવી જગ્યા છે ત્યાં આપણે ફરવા માટે જય શકીએ છીએ. આ જગ્યા એવી છે જ્યાં મધ્યમ વર્ગના લોકો પણ ફરવા જઇ શકે છે. આજે આપણે જાણીએ કે, આપણા દેશમાં ક્યાં એવા સ્થળ છે જ્યાં બધા ફરવા જઇ શકે છે અને તે જગ્યા ખૂબ શાનદાર હોય.
મુક્તેશ્વર :
આ સ્થળ ઉતરાંખડમાં નૈનીતાલ જીલ્લામાં આવેલી છે. આ એક હિલસ્ટેશન છે. તેની ઊંચાઈ ૨૧૭૧ મીટર પર કુમાઉ ટેકરી આવેલ છે. ટીડીએમએ સૌથી નજીકનું રેલ્વેસ્ટેશન કાઠગોદામ આવેલું છે. ત્યાં તમારું વાહન લઈને પણ જઈ શકો છો. આ સ્થળથી સૌથી નજીકનું એરપોર્ટ પંતનગર છે. અહી બે દિવસ રોકાવાનું ખર્ચ ૯૫૦૦ રૂપિયાથી શરૂઆત થાય છે.
બિંસર :
નૈનિતાલથી ૯૫ કિમી દૂર આ સ્થળ બિંસર કુમાઉ હિમાલયના સૌથી સુંદર સ્થળ માથી એક છે. આ હિમાલયનું એક સુંદર શિખર છે અને તેની સાથે આ સુંદર શહેરમાં તમે ટ્રેકિંગ પણ કરી શકો છો. ત્યના માર્ગ ધુમ્મસભર્યા પર્વતીય છે. તેની સાથે ત્યાં એક વન્ય અભ્યારણ્ય પણ છે. તેથી આ સ્થળની મુલાકાત જરૂર લેવી જોઈએ. અહી જવા માટે નજીકનું એરપોર્ટ પંતનગર છે અને રેલ્વે સ્ટેશન કાઠગોદામ છે. અંહી ૧૧૯ કિમી તમે તમારું વાહન પણ ચલાવીને પણ જઈ શકો છો. અહી બે દિવસ રહેવા માટેના ખર્ચની શરૂઆત ૬૦૦૦ રૂપિયાથી થાય છે.
મનાલી :
બેકપેકર્સ સ્પોટ તરીકે જાણીતું મનાલી સોલાંગ ખીણમાં સ્કીઇંગ અને ટ્રેકિંગ માતેને એક સુંદર જગ્યા છે. તમને એડ્રિનાલિનનો શોખ છે તો તમે પીર પંજાલ પર્વતોમાં પેરાગ્લાઇડિંગ, રાફ્ટિંગ અને પર્વતારોહણ માટે શ્રેષ્ઠ સ્થળ છે. અહી તમે કુલ્લુ મનાલી એરપોર્ટ પર અથવા ચંડીગઢ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી જઈ શકો છો. સડક માર્ગે ૬ થી ૮ કલાક દૂર આવેલું છે.
કૂર્ગ :
તમને કોફી અત્યંત પ્રિય હોય તો આ સ્થળ તમારા માટે ઉત્તમ છે. સ્કોટલેન્ડ ઓફ ઇન્ડિયા તરીકે જાણીતા આ સ્થળ પર ટેકરીઓ અને ઝરણાઓ આવેલા છે. ત્યાં તમને જવું અને રહેવું ખૂબ ગમશે. આ સ્થળ સંસ્કૃતિ અને ઇતિહાસ સાથે જોડાયેલી કેટલીક સ્વાદિષ્ટ વાનગી અને મસાલેદાર કઢી માટે પણ જાણીતું છે. તમને એડવેંચર્સનો શોખ હોય ત્યારે અથવા તમારે ટ્રેકિંગ સ્પોર્ટ્સ અને વ્હાઇટ વોટર રાફ્ટિંગ કરવા માંગતા હોવ ત્યારે તમે આ સ્થળનું મુલાકાત લઈ શકો છો. અહી જવા માટે નજીકનું એરપોર્ટ મેંગલોરનું છે. ત્યાથી તમે સરળતાથી પહોંચી શકો છો. અહી રોકાવા માટે ૭૯૦૦ જેટલા રૂપિયા ખર્ચવા પડશે.
કસૌલી :
તમારે શાંત અથવા આનદદાયક ફરવાનું સ્થળ શોધતા હોવ ત્યારે તમારે આ સ્થળની મુલાકાત જરૂર લેવી જોઈએ. આ સ્થળ સુંદર સંસ્થાનવાદી યુગની વાસ્તુકળાથી ભરપૂર સ્થળ છે. અહી તમે કોરિડોરમાં શંદાન વિકએંડ મનાવી શકો છે. તેનું ધાર્મિક મહત્વ પણ રહેલું છે. અહી તમે ૪૦ કિમી દૂર આવેલ બસ કાલા સ્ટેશન પર ટ્રેનથી પહોંચી શકો છો. અહીના રેલ્વે સ્ટેશન પર એક કલાકે ટ્રેન મળી રહે છે અને અહી રોકાવા માટે ૫૦૦૦ રૂપિયાથી શરૂઆત થઈ શકે છે.
ઊટી :
આ સ્થળ ચા, કોફી અને જાતજાતના મસાલા માટે ખૂબ જાણીતું છે. આ સ્થળ લોકો માટે એસ્કેપ ડેસ્ટિનેશન છે. જે લોકો શહેરની જિંદગી નથી છોડવા માંગતા. આ સ્થળ પર વનસ્પતિનો બગીચો અને ગુલાબનો બગીચો છે. ત્યાં જઈને તમે તમારી જાતને ખોઈ બેસસો. આ સ્થળ પર રોકાવા માટે ૪૯૦૦ રૂપિયાથી શરૂઆત થાય છે.