આ ઋતુમા તમારા બેડ ને ગરમ રાખવા અજમાવી જુઓ આ ખાસ ટીપ્સ, સુવાની મજા પડી જશે…

Spread the love

આ મોસમ ઘણા લોકોને પસંદ આવતી નથી. ત્યારે ઘણા લોકો એવા છે જેમને આ બહુ પ્રીય છે. પરંતુ આ સમય દરમિયાન થોડીક પરેશાનીઓ થાય છે. તેમા એક મોટી સમસ્યાએ છે કે આપણો સુવાનો બેડ બહુ ઠંડો થઇ જાય છે એટલા માટે આપણે શાંતીથી સુઇ શકતા નથી. આ કારણથી આપણી નિંદર અધુરી રહે છે. આજે આપણે સમસ્યાના ઉકેલ વિશે વાત કરીશુ.

તમે તમારા સાથી સાથે આ મોસમમા સુવાના આનંદને ન જવા દો. તેનાથી તમને નિંદર પણ સારી આવશે. તમે તમારા હાથ પગને તાપણા અને ગેસની મદદથી ગરમ કરી શકો છો. ઠંડી વધે ત્યારે બ્લેંકેટને ઓઢી શકો છો. પરંતુ તમારા બેડને ગરમ કઇ રીતે રાખશો? તેના માટે આજનો આ લેખ વાંચવો જોઇએ.

પથારીને ગરમ કરવાના ઉપાયો :

ફ્લેનલ સીટ :

આજકાલ ઘણી જાતની બેડસીટ આવે છે. તેના કાપડના અનેક પ્રકારો આવે છે. કોટન, સિલ્ક અને લિયોન જેવા અનેક કાપડના ઓછાળ મલે છે. આ બધા કાપડ બહુ ઠંડા હોય છે. આ ગરમ થવા માટે વધારે સમય લે છે. તેથી આ મોસમ માટે ફ્લેનલ સીટ બહુ જ સારુ કામ કરે છે. આનાથી તમારી પથારી ગરમ રહેશે.

ઇલેક્ટ્રિક બ્લેંકેટ :

આજનો આ સમય ખુબ જ આધુનિકતા વાળો થઇ ગયો છે. લોકોએ આધુનિકતાનો ખુબ વધારે ઉપયોગ કરી લીધો છે. હવે બજારમા ઇલેક્ટ્રીક રજાઇ આવે છે. આ સિઝન માટે આ ખુબ જ સારુ ગણાય છે. તમે જ્યા રહો છો તે જગ્યાનુ તાપમાન ખુબ જ ઓછુ હોય તો આ ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. આ તમારે વહેલી તકે લઇ લેવો જોઇએ. સામન્ય રજાઇ એટલેરે જલ્દી ગરમ થતી નથી. આ એક વાર ગરમ થાય પછી દસ થી વધારે કલાક સુધી ગરમ રહે છે. આ ખુબ જ સારુ છે.

હિટીંગ પેડ :

ઘણા લોકો એવા હોય છે જેમને થોડા સમયમા જ શરદી થઇ જાય છે. આવા લોકો માટે આ ખુબ જ ઉપયોગી છે. ઘણા લોકોના હાથ પગ પણ થોડા સમયમા ઠંડા થાય છે. તેથી તેને ગરમ રાખવા માટે આ અથવા ગરમ પાણીની બોટલ સારુ કામ કરે છે. આનાથી આપણા શરીરની ઠંડી દુર થાય છે અને રાત્રે ઊંઘ બહુ સારી આવે છે.

ચાદરની લેયર :

ચાદર વાળો ઉપાય બહુ જ સરળ ગણવામા આવે છે. ઘરમા રહેલ ગરમ રજાઇને નીચે રાખીને તેના પર બીજી રજાઇ અથવા ચાદર પાથરવી જોઇએ. આમ આવી રીતે ચાદરની લેયર બનાવીને ઓઢવી જોઇએ. તેનાથી શરીરનુ તાપમાન ગરમ થાય છે.

શુ ન કરવુ :

તમારા શયનગૃહમા ઠંડી વસ્તુને દુર કરવી જોઇએ. હિટરનો વધારે ઉપયોગ ન કરવો ગરમ તાપમાનમા રહેવાથી બહારનો સામાન્ય પવન પણ સહન નહિ થાય અને શરદી ઉધરસ થાવાની સક્યતા રહે છે. ઇલેક્ટ્રિક રજાઇ વાપરતા સમયે તેને વધારે પ્લગઇન ના કરી રાખવુ જોઇએ. આવા સમયે બધા બામ જેવા પદાર્થ વધારે વાપરે છે. તેનો ઉપયોગો ઓછો કરવો જોઇએ નહિ તો તેની ટેવ પડી જાશે. ગરમ કપડાની ખરીદી કરતા સમયે સાવધાની રાખવી જોઇએ. નહિ તો ચામડીની સમસ્યા થવાની સંભાવના રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *