આ ઋતુમા સાથળ પર આવતી વારંવાર ખંજવાળ નથી હોતી સામાન્ય, હોય શકે છે આ પાંચ સમસ્યાઓ ના સંકેત….

Spread the love

આ ઋતુમાં આપણી ચામડી થોડી સૂકી રહે છે. તેના કારણે અનેક સમસ્યાઓ થાય છે, તેથી ચહેરા પરની સુંદરતા ઓછી થાય છે. ચહેરા પરની સુંદરતામાં ઘટાડો થવા લાગે છે. હોઠ, હાથ, પગ ફાટી જાય છે. આ ઋતુમાં કેટલાક ચામડીના ચેપી રોગ ઉદભવે છે. આપણી ચામડી સૂકી થઈ ગઈ હોવાથી આપણને શરીરમાં ખંજવાળ આવે છે.

આપણે ગરમ કપડાઓ શિયાળામાં પહેરતા હોઈએ છીએ. તેથી આપણે ઘણી વાર ચામડી પર ચેપ લાગે છે. તે બીમારીને દૂર ન કરીએ તો તેમાથી અનેક પ્રકારના રોગો થાય છે. તે ચેપ આખા શરીરમાં લાગે છે. તેથી શરીરને ચોખ્ખું રાખવું જોઈએ. કપડાં ભીના અને પરસેવો ન થાય તેવા પહેરવા જોઈએ. તેથી શરીરમાં ઘણા રોગોમાથી બચી શકાય છે.

કેટલાક ચેપમાં લાલાશ પડતી ફોલ્લીઓ અને તેમાં સતત ખંજવાળ આવે છે. તેમની સંભાળ કેવી રીતે લેવી જોઈએ તેના માટેના ઉપાયો જાણવા જોઈએ :

ડ્રાય સ્કીન થવી :

કેટલાક લોકોની ચામડી સૂકી હોય છે. તેથી શરીર પર શિયાળામાં ખંજવાળ આવે છે. શરીરમાં રહેલું મોઈશ્વર ત્યારે રહેતું નથી તેથી શિયાળામાં ખંજવાળ આવે છે અને ચામડી ડ્રાય થઈ જાય છે. તેથી તેમનું ધ્યાન રાખવું જોઈએ, શરીરને માફક આવે તેવા કપડાં પહેરવા જોઈએ.

નાજુક ચામડી પર કેટલાક સાબુ અને અનેક પ્રકારના લોશન લગાવવાથી ચેપ લાગે છે :

ચામડી સૂકી ન થાય તે માટે શિયાળાની ઋતુમાં નાળિયેરનું તેલ લગાવવું જોઈએ. તેનાથી ખંજવાળ ન આવે અને ચામડીનો ચેપ ન લાગે. મોઈશ્વરાઇઝર લગાવવાથી શરીરમાં આવતી ખંજવાળ દુર થાય છે. ખંજવાળ આવતી હોય તે જ્ગ્યાએ વધુ વાર ખંજવાળવું ન જોઈએ. તેના કારણે ચામડીને નુકસાન થાય છે અને તે ચેપ શરીરના બધા અંગો સુધી પહોચી શકે છે.

અળાઈ :

શરીરમાં પરસેવો ન થાય ત્યારે અળાઈ નીકળે છે. શરીરની ગરમીનું તેમાં રૂપાંતર થાય છે. શરીરમાં પરસેવો ન વળે તો તે ગરમી ચામડીની નીચે અટકી જાય છે. તેથી ત્યાં અનેક પ્રકારની નાની નાની ફોલ્લીઓ થાય છે. ત્યાં ખંજવાળ આવે છે. પગના સાથળના ભાગમાં વધારે ઘર્ષણ થાય તેથી ત્યાં આવી અનેક પ્રકારની ફોલ્લીઓ જોવા મળે છે.

કમર, બગલ, છાતી ,ગળામાં બધી જ્ગ્યાએ આવી ફોલ્લીઓ નીકળે છે અને ત્યાં ખંજવાળ આવે છે. આવી બીમારીઓથી બચવા માટે આપણે શરીરમાં પાણી ઘટવા ન દેવું જોઈએ. પાણી પીવાનું પ્રમાણ વધારવું જોઈએ. તેથી શરીરમાંથી પરસેવો બહાર નીકળે અને તેમના લીધે પરસેવાના છિદ્રો બહાર નીક્ળી જાય છે.

સાથળમાં કળતર :

આ સમસ્યાને લીધે આપણને સાથળમાં કેટલીક વાર ખંજવાળ આવે છે. ઘણા સમય સુધી એકદમ ફિટ કપડાં ફેરવાથી આવી સમસ્યા થાય છે. કારણે શરીરના સ્નાયુઓ દબાય છે. તેથી આવી બીમારી થાય છે. સાથળની ચરબી વધારે હોય તો તે લોકોને ચાલે ત્યારે બંને સાથળ ઘસાય છે તેથી તે જગ્યાએ ખંજવાળ આવે છે .તેથી તેમની દવા ડોક્ટરની સલાહ મુજબ લેવી જોઈએ. કોટન જેવા હળવા કપડાં પહેરવા જોઈએ. સાથળના ભાગ પર તેલ અથવા જેલી લગાવવું જોઈએ.

ખરજવું :

કેટલાક લોકોને ખરજવું થાય છે. તેમાં કેટલીક વાર બળતરા અથવા ખંજવાળ આવે છે. તે એક ચેપી રોગ છે. એક જ્ગ્યાએ થાય તેનો ચેપ તેની બાજુની જગ્યામાં પર લાગે છે. તેથી આ સમસ્યા વધતી જાય છે. તેમાં ફોલ્લીઓ થાય છે અને કેટલીક વાર બળતરા થાય છે. તેથી તે જ્ગ્યા પર મીઠી ખંજવાળ આવે છે.

ફંગલ ઇન્ફેકશન :

આપણા શરીરમાં અમુક ભાગની ચામડીઑ ભીની રહેતી હોય છે. ત્યાં કોઈ પણ જાતના બેક્ટેરિયાને લીધે આ ચેપ લાગે છે. જાંઘમાના કેટલાક બેક્ટેરિયાથી આ ચેપ લાગે છે. તેથી શરીરનું સ્વાસ્થ્ય જાળવતું નથી. તેવી સમસ્યા હોય ત્યારે એકદમ ઢીલા કપડાં પહેરવા જોઈએ. ડોક્ટરની સારવાર લઈને દવા લેવી જોઈએ. કેટલીક સ્ત્રીઓને માસિકસ્ત્રાવ પછી આ બીમારી થાય તો તેમને ડોક્ટર પાસેથી દવા લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *