આ ઋતુમાં ન્હાવા માટે સાબુની જગ્યાએ કરવો જોઈએ આ વસ્તુ નો ઉપયોગ, દૂર કરશે રૂખી ત્વચા ની તકલીફ, જાણો તમે પણ…
આપણે નહાવા માટે જે સાબુનો ઉપયોગ કરીએ છીએ તેનાથી ઘણી વખતે ત્વચાને લગતી સમસ્યા પણ ઉત્પન્ન થઈ શકે છે. તેના માટે તમારે સાબુના બદલામાં શાવર જેલ બજારમાં મળે છે તેનો ઉપયોગ કરી શકો છો. શાવર જેલ સાબુ કરતાં સોફ્ટ અને માઈલ્ડ હોય છે. તેનાથી આપની ત્વચાને વધારે નુકશાન થતું નથી.
બજારમાં શાવર જેલ અનેક પ્રકારના મળી રહે છે. તેમાં ત્વચાને મોઈશ્ચરાઈઝર આપે તેવા તત્વો પણ રહેલા હોય છે. તેનાથી આપની ત્વચાને પોષણ મળી રહે છે. આ ઋતુમાં સાબુથી નહાવાથી આપની ત્વચા બેજાન અને સૂકી થઈ જાય છે. તેના માટે તમે કેટલાક ઉપાય કરી શકો છો તેનાથી તમારી ત્વચાને નુકશાન પણ નહીં થાય છે તે સૂકી પણ નહીં થાય.
બેસન અને દૂધનું ઉબટન :
તમારે સપ્તાહમાં એક વાર આ ઉબટનનો ઉપયોગ જરૂર કરવો. તેના માટે તમારે બેસનમાં દૂધ ભેળવીને તમારે ઉબટન બનાવવું. તેને તમારે શરીર પર લગાવવું. તે પછી તમારે ૧૫ થી ૨૦ મિનિટ મારે રાખવું અને તે પછી સાફ કરવું તેનાથી તમારી સૂકી અને બેજાન ત્વચા દૂર થશે અને તમારી ત્વચા ચમકવા લાગશે.
નહાવા પહેલા મસાજ કરવું :
સૂકી અને બેજાન ત્વચા માટે તમારે નહાતા પહેલા તેલથી મસાજ કરવું. તેના માટે તમે નારિયેળ તેલ, બદામ તેલ અથવા ઓલિવ ઓઇલનો ઉપયોગ પણ કરી શકો છો. તેનાથી તમારી ત્વચા સૂકી નહીં થાય. આ કરવાથી તમારે મોઈશ્ચરરાઈઝર ક્રીમ લાગવાની પણ જરૂર રહેશે નહીં.
દૂધથી મસાજ :
તમારે નહાતા પહેલા શુદ્ધ દૂધ લેવાનું છે અને તેમાં તમારે રૂ બોલીને તમારી સ્કીન પર લગાવો અને તેનાથી થોડી વાર માટે મસાજ કરવો અને પછી તમારે નહાવું. તેનાથી ત્વચા સૂકી નહીં થાય અને તેનાથી ત્વચાને દૂધનું પોષણ મળવાથી તે ચમકવા લાગે છે. પહેલાના સમયમાં રાણીઓ તેની ત્વ્ચાનું ધ્યાન રાખવા માટે દૂધથી નહાટી હતી તેથી તે ખૂબ સુંદર લગતી હતી.