આ રીતે હથેળીમા જોઇલો તમારી ભાગ્ય રેખા, જાણો ક્યારે મળવાની છે તમને સફળતા…

Spread the love

બધા લોકોની હથેળીમા આડી-અવળી અનેક રેખાઓ હોય છે. તમે પણ તમારી હથેળીમા આવી રેખાઓ જોઇ હશે જ. આ બધી રેખાઓ આપણને જુદા-જુદા સંકેતો આપે છે. તે બધી રેખાઓમાથી આપણી હથેળીમા એક આપણી નસીબની રેખા હોય છે. તમારા હાથમા રહેલ રેખાઓ પરથી તમારા ભવિષ્ય વિશે જાણી શકાય છે. તે રેખાઓ પરથી તમારા ભાગ્ય વિશે પણ જાણી શકો છો. તમારા હાથમા રહેલ રેખાઓ પરથી તમારુ નસીબ વિશે વિચારી શકાય છે.

જીવનમા સારી એવી સફળતા માટે મહેનત અને ભાગ્ય એમ બન્નેનો સાથ જોઇએ છે. તમે તમારા જીવનમા ખુબ જ વધુ પરીશ્રમ કરો છો છતાપણ તમને સારી સફળતા મળતી નથી. આમ થવાનુ કારણ તમારુ નસીબ તમારી સાથે ના હોય ત્યારે થાય છે. તમને સફળતા તમારા ભાગ્ય અને મહેનતથી મળે છે. તમારી હથેળીમા રહેલ આ રેખાઓ પરથી તમે તમારા નસીબ વિશે જાણી શકો છો.

હાથની હથેળીમા આ ભાગ્યરેખા હોય છે :

તમારે ભાગ્યરેખા વિશે જાણતા પહેલા તમારે તેના વિશે જાણવુ જોઇએ. પહેલા તો તે ક્યા છે તેના વિશે જાણવુ ખુબ જ જરૂરી છે. હસ્તરેખાના જાણનારા પ્રમાણે તે શનિ પર્વતની વચ્ચે આંગળીઓના મુળમા સ્થાપિત હોય છે. તે જગ્યાને હથેળીમા શનિની જગ્યા તરીકે ઓળખવામા આવે છે. હથેળીના ગમે તે ભાગમાથી આ જગ્યા સુધી જે રેખા આવે છે તે બધી રેખાને ભાગ્યરેખા કહેવામા આવે છે.

આ રેખાવાળા લોકો સ્ત્રીની મદદથી સફળતા મેળવે છે :

જે માણસની હથેળીમા નસીબ રેખાની શરૂઆત ચન્દ્ર પર્વતની જગ્યાએથી થાય છે તો તે લોકોના જીવનમા મહિલાની મદદથી સફળતા મળશે. આવા લોકોએ પોતાના નસીબનુ સારુ ફળ મેળવવા માટે પોતાની પત્ની અથવા માતાને પુછીને કરવુ જોઇએ. આમ જો તે આ લોકોની સલાહ લેશે તો તેમને સફળતા ઝડપથી મળશે. તે પોતાની પત્નીને સાથે રાખીને કામ કરી શકે છે.

આ રેખાવાળા લોકોને પોતાની મહેનતનુ સારુ ફળ મળે છે :

જે લોકોના હાથમા નસીબની રેખાની શરૂઆત જીવન રેખાની સાથે અથવા તેની બાજુમાથી થતી હોય તો તે લોકોને પોતાના પરીશ્રમનુ સારુ ફળ તમને મળે છે. તે લોકો પોતાના જીવનમા ખુબ જ આગળ વધે છે પરંતુ, તેમની સફળતામા તેમના સગાવ્હાલાનુ ખુબ મોટુ યોગદાન હશે.

આ રેખા વાળા લોકોએ ખુબ વધારે સંઘર્ષ કરવો પડે છે :

જે માણસની નસીબની રેખાની શરૂઆત હથેળીના વચ્ચેના ભાગથી થતી હોય તે લોકોએ તેમના જીવનની શરૂઆતમા વધારે સંઘર્ષ કરવો પડે છે પરંતુ, સમય આવતા તે પોતાની યુવાનીમા પોતાના વિચારો અને આવડતથી તેમને સારુ ફળ મળે છે. ત્યારબાદ તે લોકોની સાથે હમેશા નસીબ રહે છે.

આ રેખા વાળા લોકોને હમેશા સફળતા મળે છે :

જે લોકોની ભાગ્યરેખા અટુત હોય છે તે ક્યાયથી પણ કપાયેલ ન હોય તે લોકોને પોતાના અડધા જીવન પછી કાયમી માટે સફળતા મળે છે. અથવા તો જે લોકોની રેખાની શરૂઆત કાંડાની રેખા પાસેથી થતી હોય અને તે સીધી શનિ પર્વત પર જતી હોય તો તે લોકો ખુબ જ નસીબદાર હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *