આ રીતે ગુપ્તદાન કરી કરે છે મદદ કે જે જોઇને લોકોની આંખો મા આવી ગયા આસું, અત્યારે પણ લોકો શોધે છે આ દાનવીરને.

Spread the love

મિત્રો, હાલ વર્તમાન સમયમા ગુજરાતમા કોરોનાની સમસ્યાના કારણે લોકડાઉન કરવામા આવેલુ છે, જેના કારણે ગરીબ અને શ્રમિક વર્ગ ની પરિસ્થિતિ આજે અત્યંત દયનીય થઈ ગઈ છે. રોજ નુ કમાઈ ને રોજ નું ખાતા આ વર્ગને હાલ બે સમયના ભોજન માટે પણ કોઈ અન્ય વ્યક્તિના દાન પર આધારિત રહેવુ પડે છે. જો કે, આપણા ગુજરાત રાજ્યમા દાનવીર લોકો ની જરાપણ કમી નથી.

આ વાત તમે હાલ સોશિયલ મીડિયા પર જોઈ શકો છો. લોકોએ દાન-ધર્મ ના કાર્ય કરી સોશીયલ મીડીયા પર પોસ્ટ કરેલી ફોટોસ આ વાતની સાક્ષી છે પરંતુ, અહી એવા લોકો પણ વસે છે જે દાન એવી રીતે કરે છે કે જેની બીજા હાથને પણ ખબર પડે નહી. સુરતમા ગોરાટ સ્થિત કોઝવે રોડ પર વસવાટ કરતા શ્રમિક વર્ગને દાન કરવા માટે એક વ્યક્તિએ એવો માર્ગ અપનાવ્યો કે જેનાથી લોકો અત્યંત પ્રભાવિત થઈ ગયા.

રાંદેર વિસ્તારમા મોડી રાત્રે ઝુપડપટ્ટી પાસેથી એક ટ્રક પસાર થયો, જેમા ૧-૧ કિલો ઘઉંનો લોટ જેને પણ જરૂરિયાત હોય તે લઈ જાય તેવુ કહેવામા આવી રહ્યુ હતુ. અડધી રાત્રે અમુક લોકો કે જેમને વાસ્તવિકતા મા ૧-૧ કિલો લોટની પણ આવશ્યકતા હતી તે લોકો આ ટ્રક પાસે જઈને પેકેટ લઈ આવ્યા. ઘરે આવી જ્યારે તેમણે આ લોટ નો ઉપયોગ કરવા માટે પેકેટ ખોલ્યા ત્યારે તેમાંથી ૧૫,૦૦૦₹ રોકડા પણ નીકળ્યા.

૧૫,૦૦૦₹ રોકડા કોઈ એક પેકેટમા કદાચ ભુલથી રહી ગયા હોય પણ તેવુ ના હતુ. જેટલા લોકો પેકેટ લઈને આવ્યા હતા તે બધા જ પેકેટ માંથી રુપિયા નીકળ્યા હતા. લોકો દ્વારા આ દાનવીરને મદદ કરવા બદલ દિલ થી દુઆ આપવામા આવી હતી. જો કે આ વ્યક્તિ કોણ છે તે વિશે કોઈને ખ્યાલ નથી. કારણ કે, આ લોટનુ વિતરણ કર્યા બાદ ટ્રક પણ ત્યાં થી રવાના થઈ ગયો હતો. આ ટ્રક માંથી ૫૦૦ જેટલા પેકેટ ગરીબો ને દાન આપવામા આવ્યા હતા.

લોકો આ સહાયતા મળ્યા બાદ એ જાણવા માટે બહાર પણ આવ્યા અને તપાસ પણ કરી કે આ મદદ કરનાર વ્યક્તિ કોણ છે? પરંતુ, કોઈને ખ્યાલ જ નહોતો કે આ ટ્રક કોનો હતો અને આ રૂપિયાની સહાયતા કોણે કરી છે? સામાન્ય રીતે લોકો વર્તમાન સમયમા કોઈની મદદ કરે તો તેની સાથે ફોટો પાડે, વીડિયો બનાવે પરંતુ, આ વ્યક્તિએ તો પોતાનુ નામ પણ જાહેર થવા ન દીધુ અને વિશિષ્ટ રીતે લોકોની સહાયતા કરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *