જીમ જવા માટે નથી સમય અને ઘટાડવી છે શરીરની વધારાની ચરબી, તો જરૂર પીવો આ પીણું, ટૂંક સમય મા જ ઉતરી જશે તમારુ વજન

Spread the love

ભારતના દરેક રસોડામા ધાણા મળી જ જાય છે. આ આપણી વાનગીનો સ્વાદ વધારે છે. તેની સાથે જ લીલા ધાણા દરેક વાનગીમા અવશ્ય હોય જ છે. તેને વાનગીમા ઉમેરવાથી વાનગી સુંદર દેખાવા લાગે છે. તમે રોજ આનો ઉપયોગ કરો જ છો પરંતુ તમને તેના ફાયદાઓ વિશે ખબર નહિ હોય. જો તમે સુકા ધાણાનો સારી રીતે ઉપયોગ કરો તો તે તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ સારા છે. આજે આપણે આનો ઉપયોગ કરીને વજન ઓછુ કરવાના ઉપાય અને આના ફાયદાઓ વિશે જાણીશુ.

ધાણાનુ પાણી શુ છે ? :

આ એક ઔષધિય ગુણોથી ભરેલ ભારતીય મસાલો છે. વર્ષોથી આનો ઉપયોગ ઔષધિમા પણ કરવામા આવે છે. આનુ પાણી પાચનતંત્રને મજબુત કરે છે અને ભુખ લગાડે છે. આ આપણા શરીરમા ડિટોક્સનુ કામ કરે છે. આમ થવાથી શરીરમા રહેલ ઝેરી અને ખરાબ પદાર્થો દુર થાય છે. આને પીવાથી પેટ હળવુ થાય છે. આ ચામડી માટે અને વજન ઓછુ કરવા માટે ખુબ જ સારુ છે.

વજન ઓછુ કરવામા કેવી રીતે ફાયદાકારક છે ? :

આમા ઘણા પ્રકારના ઔષધિય ગુણ અને બીજા ઘણા બધા પોષણતત્વો હોય છે. જેમાથી ઘણા ગુણો આપણા શરીરમા રહેલ ચરબીને બાળે છે અને વજન ઓછુ કરે છે. નીચે મુજબ તેના ફાયદાઓ છે.

મેટાબોલિઝમ વધારે છે :

આ આપણા શરીરમા મેટાબોલિઝમના કાર્યને વધારવામા મદદ કરે છે. આ આપણા પાચનતંત્રને મજબુત બનાવે છે અને તેના કાર્યમા પણ વધારો કરે છે. આમ આપણા શરીરમા રહેલ મેટાબોલિઝમ વજાન વધારવામા અને ઓછુ કરવામા મદદ કરે છે. જો આનુ પ્રમાણ વધારે હશે તો તે શરીરમા ચરબીને જમા થવા દેતુ નથી. આ શરીરને ડિટોક્સ કરે છે. આમ આપણા શરીરમા મેટાબોલિઝમ વદહ્વાથી અને ડિટોક્સીફાઇ થવાથી વજન જલ્દિ ઓછુ થાય છે.

પાચનતંત્ર મજબુત બનાવે :

આ આપણા શરીરના પાચનતંત્રને મજબુત કરે છે તે ખોરાકને જલ્દિ પાચાન થવા માટે મદદ કરે છે. આમા રહેલ કાર્નેટિવનુ પ્રમાણ વધારે હોય છે તેથી તે ગેસની તકલીફ માટે સારુ છે અને પાચનશક્તિ વધારે છે. આ આંતરડામા રહેલ પ્રોટીન તોડે છે અને આહારનું પાચન કરે છે. આ એંઝાઇમને પણ વધારે છે.

આમા ઓછી કેલેરી હોય છે :

ભારતના લોકો મસાલાનો ખુબ જ વધારે ઉપયોગ કરે છે. એક અભ્યાસ મુજબ તેમા એંટીઓક્સીડંટ ખુબ જ વધારે માત્રામા હોય છે. આમા કેલેરીની માત્રા ખુબ જ ઓછી હોય છે. વજન ઓછો કરવા માટે ઓછી કેલેરી વાળો ખોરાક ખાવો જોઇએ. આમ આનુ પાણી પીવાથી વજન ઓછુ થાય છે.

કોલેસ્ટ્રોલ ઘટાડે છે :

આનો ઉકાળો બનાવીને પીવામા આવે તો તે આપણા શરીરમા રહેલ ખરાબ કોલેસ્ટ્રોલને દુર કરે છે અને સારા કોલેસ્ટ્રોલને વધારે છે. આનાથી લોહીનુ સ્તર પણ વધે છે. આ વજનની સાથે કોલેસ્ટ્રોલને ઘટાડે છે.

મેદસ્વિતા ઓછી કરે છે :

આમા એંટી ઓબેસિટિનુ પ્રમાણ ખુબ જ વધારે હોય છે. તેથી તે વજન વધવા દેતુ નથી. આ પેટની ચરબી દુર કરે છે. આનુ પાણી આપણા શરીરમા વધતી ચરબી પર કાબુ રાખે છે.

વજન ઓછુ કરવા માટેનુ ધાણાનુ પાણી :

રાતે ત્રણ ચમચી ધાણાને એક પ્યાલા પાણીમા પલાળવા જોઇએ. સવારે તે પાણીને ગાળીને ભુખ્યા પેટે પીવુ જોઇએ. અથવા તો તમે આની બીજી રીતે પણ સેવન કરી શકો છો. આના લીલા પાનને પીસીને પેસ્ટ બનાવી જોઇએ. તે પેસ્ટને હળવા ગરમ પાણીમા નાખીને હલાવુ. ત્યારબાદ તેમા થોડોક લિંબુ રસ નાખવો. આ પાણીને પણ દરરોજ સવારે ભુખ્યા પેટે પીવુ જોઇએ.

આ વાતનુ ખાસ ધ્યાન રાખવુ જોઇએ :

આ આપણા શરીર માટે સારા છે પરંતુ લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરવાથી તેની આડઅસર થવા લાગે છે. તેથી આને વધારે પ્રમાણમા પણ ન લેવા જોઇએ. ઘણા લોકોને આનાથી એલર્જી હોય છે. તે લોકોને આની સુગધ થી પણ સમસ્યા થાય છે. આનાથી સુગર ઘટે છે. પરંતુ લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી તેનાથી સુગર વધે છે. તેથી ડોક્ટરની સલાહ લીધા બાદ જ આનો ઉપયોગ કરવો જોઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *