આ રીતે બનાવો ચોકલેટ કપ કેક, નાના થી લઈને મોટા સુધી બધા ને ભાવશે, જાણો આ સરળ રીત…
મિત્રો, હાલ કોરોના વાયરસની સમસ્યાના કારણે બાળકો ઘરે બેસીને જ ઓનલાઈન અભ્યાસ કરે છે, ત્યારે તેમને દરરોજ નાસ્તમા એવુ તો શુ ખવડાવવુ કે જે તેમને ભાવે અને તેમના સ્વાસ્થ્ય માટે પણ સારુ હોય. આજે અમે તમારા માટે આ લેખમા ઘરેબેઠા ચોકલેટ કપ કેક બનાવવા માટેની રેસીપી લાવ્યા છીએ તો ચાલો જાણીએ.
આવશ્યક સાધન-સામગ્રી :
- દૂધ : ૧ લીટર
- વીનેગર : ૧ ચમચી
- તેલ : ૧ બાઉલ
- મેંદો : ૧ બાઉલ
- કોકો પાવડર : ૧/૪ બાઉલ
- બેકિંગ પાવડર : ૧ ચમચી
- બેકિંગ સોડા : ૧/૨ ચમચી
- દળેલી ખાંડ : ૧ બાઉલ
- વેનીલા એક્સટ્રેક્ટ : ૧ ચમચી
વિધિ :
ચોકલેટ કપ કેક બનાવવા માટે સૌથી પહેલા દૂધ અને વિનેગરને એકસાથે મિક્સ કરો અને ત્યારબાદ તેને પાંચ મિનિટ માટે તેને સાઈડ પર રાખી મુકો. ત્યારબાદ હવે તેમા તેલ ઉમેરીને તેને બરાબર મિક્સ કરી લો. હવે એક ચારણીમા મેંદો , કોકો પાવડર , બેકિંગ પાવડર , બેકિંગ સોડા અને દળેલી ખાંડ ઉમેરીને તેને યોગ્ય રીતે ચાળી લો.
હવે આ ડ્રાય મિશ્રણને દૂધવાળા મિશ્રણમાં ઉમેરી તેને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લો. આ મિશ્રણ મિક્સ કર્યા બાદ તેમા વેનિલા એક્સટ્રેક્ટ ઉમેરીને તેને મિક્સ કરી લો. હવે આ મિશ્રણને પેપર કપમા અડધાથી ઉપર ભરી લેવુ. ત્યારબાદ તેને ઓવનમા ૧૮૦ ડિગ્રી પર દસ થી પંદર મિનિટ માટે બેક કરી લેવુ તો તૈયાર છે તમારુ સ્વાદિષ્ટ ચોકલેટ કપ કેક.
વિશેષ નોંધ :
મોટાભાગના લોકોની આ ફરિયાદ રહેતી હોય છે કે જ્યારે તે કેક બનાવે છે ત્યારે કેક વચ્ચેથી બેસી જાય છે. તમારે એ વાતની સાવચેતી રાખવી કે, જ્યારે તમે બેકિંગની કોઈપણ વસ્તુ બનાવો છો ત્યારે તે વસ્તુ રૂમ ટેમ્પરેચર પર હોવી જોઈએ અને તેને જ્યારે તમે હલાવો છો ત્યારે તેને એક જ દિશામા હલાવવુ.