આ રીતે આયુર્વેદિક પાણી બનાવી ધોઈ લો તમારા વાળ, ખરતા વાળ તેમજ ટાલિયાપણાની તકલીફ થી મળશે છૂટકારો, જાણો અને બીજાને પણ જણાવો…

Spread the love

બદલાતી ઋતુને કારણે વાળને લગતી અનેક તકલીફો આવ્યા કરે છે. તેમાથી ઘણા લોકોને વાળ ખરવાની પરેશાની હોય છે તો કેટલાક લોકોને વાળમા ખોડો થવાની પરેશાની હોય છે. તમારે પણ આ તકલીફ થતી હોય તો તેના માટે તમારે કેટલાક આયુર્વેદિક ઉપચાર કરવા જોઈએ. આજે આપણે તેના માટેના આયુર્વેદિક ઉપચાર વિષે જાણીએ તેનાથી તમને જરૂર લાભ થશે.

આ એક પ્રકારનું પાણી છે. તેમાં કોઈ પણ કેમિકલ વાળી વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. તેને તમે ઘરે બનાવી શકો છો તેના માટે તમારે આમળાનો અને મેથીનો જ ઉપયોગ કરવાનો રહેશે. આ બંને વસ્તુ આયુર્વેદિક ઔષધિ તરીકે પણ વપરાય છે. તેનાથી વાળને લગતી બધી પરેશાની દૂર થઇ જશે. આના પાણીથી વાળ ધોવાથી તમને થોડા દિવસમાં જ તેનું પરિમાણ મળતું જણાશે. તેના માટે તમારે તાજ કે પાઉડર આંદાનો ઉપયોગ કરવાને બદલે તેના માટે તમારે સૂકા આંદાનો ઉપયોગ કરાનો રહેશે.

તેને બનાવવા માટે વપરાતી વસ્તુ :

મેથી ૩ ચમચી, સૂકા આખા આમળા ૧ મુઠ્ઠી જેટલા, ફુદીનાના પાન ૧ મુઠ્ઠી જેટલા અને પાણી ૩ થી ૪ ગ્લાસ.

તે પાણીને બનવાની રીત :

તેને બનાવવા માટે તમારે સૌથી પહેલા એક વાસણમાં મેથીના દાણા અને સૂકા આમળને લઈને તેમાં તાજા ફુદીનાના પાન નાખીને તેમાં પાણી ઉમેરવું. આ વાસણને ધનકીને આખી રાત માટે પલાળવા માટે રાખવું. તે પછી સવારે તેને ફૂલ તાપ પર ૫ થી ૧૦ મિનિટ માટે ગરમ કરવું. તે સરખી રીતે ઉકળવા લાગે ત્યારે ગેસ બંધ કરીને તેને ઢાંકીને ઠંડુ કરવા માટે રાખવું. તેને ઠંડુ કરીને તેને ગાળીને તમારે તેનો ઉપયોગ કરવો જોઈએ.

તેના ઉપયોગ કરવા માટે તમારે નહાતી વખતે પહેલા વાળમાં સરખી રીતે શેમ્પુ કરવું જોઈએ. તે પછી તમારે કંડિશનર લગાવવું અને તેને સારી રીતે ધોઈ લેવું. પછી તમારે આ પાણીને વાળ પર ધીમે ધીમે રેડવું અને અતે તેને એવી રીતે નાખવું કે તે વાળના મૂળ સુધી પહોંચે. આને તમારે ૧૫ થી ૨૦ મિનિટ માટે રહેવા દેવું અને પછી તમારે સાદા પાણીથી વાળને ફરીથી ધોઈ લેવા.

આ આયુર્વેદિક ઉપચાર હોવાને લીધે તેનું પરિણામ આપણે બીજા પ્રસાધનો કરતાં થોડું મોડુ મળે છે. પરંતુ આનાથી તમારા વાળને ખૂબ લાભ થશે. આ ઉપાય તમે ૭ થી ૮ સપ્તાહ સુધી કરશો તો તમને જાતે જ તેની અસર જોવા મળશે. તેનો લાભ મોડો થયા છે. પરંતુ વધારે લાભ મળે છે. તેના માટે તમારે એક સપ્તાહમાં આને બે થી ત્રણ વાર ઉપયોગ કરી શકાય છે.

આમળા આપણા વાળ માટે ખૂબ સારા છે. તે વાળને ખૂબ ઉપયોગી સાબિત થયા છે. તેમાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો રહેલા હોય છે. તેનાથી વાળને કુદરતી રીતે મજબૂત બનાવે છે અને વાળને ખરતા અટકાવે છે. તેમાં વિટામિન, ખનીજો, એમીનો એસીડ્સ અને ફાયટોન્યુટ્રિએન્ટ્સ અને ટાળવા ઉપરની ત્વચામાં લોહી પરિભ્રમન વધારીને તે વાળને મૂળ માથી મજબૂત બનાવે છે. તેનાથી વાળ ખરતા બંધ થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *