આ રીતે આમલીનું સેવન કરવાથી વજન ઘટાડા થી લઈને શરીરની રોગપ્રતિકારક શક્તિ બનશે મજબુત, જાણો તેના અન્ય ફાયદાઓ વિષે

Spread the love

બધાએ આંબલીને ખાધી જ હશે. તે સ્વાદમાં ખાટી અને ચટપટી લાગે છે. તેથી તે બાળકોમાં વધારે પ્રિય હોય છે. તેને આપણને ઘણી રીતે ખાઈ શકીએ છીએ. ઘણા તેની ચટણી બનાવે છે. તો ઘણા તેના ભોજનાનાઓ સ્વાદ વધારવા માટે ભોજન બનાવતી વખતે પણ ઉપયોગ કરે છે. તે ભોજનનો સ્વાદ વધારવા સિવાય તે આપણા આયુર્વેદમાં એક ઔષધીય દવા તરીકે કાર્ય કરે છે. તેનાથી સ્વાસ્થ્યને લગતા ઘણા લાભ થાય છે.


તેનાથી અનેક લાભ થાય છે. તે આપણા વધતા વજનને ઘટાડવા માટે ખુબ જ કારગર સાબિત થાય છે. તે સિવાય તેના સેવનથી આપની રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે. તેનાથી એવા અનેક ફાયદા થાય છે. તેના વિષે જાણીએ.

તેમાં ઔષધીય ગુણ રહેલા છે :

તેમાં અસંખ્ય ગુણો રહેલા હોય છે. તેમાં ભરપૂર માત્રામાં ફાયટોકેમીકલ્સ રહેલું હોય છે. આના સિવાય તેમાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટી એકસીડન્ટ અન એન્ટી અસ્થમાના ગુણો પણ રહેલા હોય છે. આનુ સેવન કરવાથી લીવર અને હ્રદયને લગતી બધી તકલીફ દૂર થઇ જાય છે. તેમાં રહેલા ભરપૂર માત્રામાં પોષક તત્વો ને કારણે તે એક શ્રેષ્ઠ ઔષધી તરીકે કાર્યરત છે. તેથી તેનું સેવન કરવું જોઈએ.

વજન ઘટાડે છે :

તેને વજન ઘટાડવા માટે એક શ્રેષ્ઠ આયુર્વેદિક ઔષધી છે. એક અભ્યાસ પરથી એવું જાણવામાં આવ્યું છે કે દાણામાં પ્રોટીન ગુણધર્મો રહેલા હોય છે. આના સિવાય તેના દાણામાં ડાયાબીટીસ, કોલેસ્ટ્રોલ અને મેદસ્વીતા જેવી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. તે વધારે ભૂખ લાગવા દેતું નથી. તેથી તે વજન ઘટાડવામાં મદદ કરે છે.

 

 

રોગપ્રતિકારક શક્તિને વધારે મજબૂત કરે છે :

કેટલાક અભ્યાસ પ્રમાણે તેમાં વિટામીન સી અને પોલીસેકરાઈડ જેવા તત્વો રહેલા હોય છે. તેનાથી આપની રોગપ્રતિકારક શક્તિને વધારવામાં વધારે મદદ કરે છે. સંશોધકોના અભ્યાસ પ્રમાણે જાણવામાં આવ્યું છે કે તેના બીજમાં મળી આવતા પોલીસેકરાઇડસ માં ઈમ્યુંનોમોડ્યુંલેટરી જેવા ગુણધર્મો પણ રહેલા છે. તેનાથી આપણા શરીરને રોગો સામે લાડવા માટે શક્તિ આપે છે. તેથી આપણે ઘણા રોગોથી બચી શકીએ છીએ.

પાચનક્રિયાને માટે લાભદાયક છે :

તેમાં અનેક પ્રકારના પોષક તત્વો રહેલા હોય છે. તે આપણા પાચન તંત્રને સુધારે છે. તેથી તેને લગતી તકલીફ જેવી કે કબજીયાત, ગેસ, એસીડીટી જેવી તકલીફથી દૂર રહેવાય છે. તેને ભોજનનો સ્વાદ વધારવા માટે આમલીનો ઉપયોગ કરવામાં આવે છે તેના કારણે અપચાની સમસ્યા થતી નથી.

ડાયાબીટીસ માટે ગુણકારી :

તેના બીજામાં પોલીફેનોલ અને ફ્લેનોવેઈડ જેવા તત્વ ઓ રહેલા હોય છે. તેના સિવાય તેના બીજના અર્કમાં ડાયાબીટીસને દૂર કરવાના ગુણધર્મો રહેલા છે. તેનાથી ડાયાબીટીસ નિયંત્રણમાં રહે છે. તેથી તેને યોગ્ય રીતે લેવામાં આવે તો તેનાથી ડાયાબિટીસને નિયંત્રણમાં રાખી શકાય છે. તેથી તેનું સેવન અવસ્ય આવું જોઈએ.

ગર્ભવતી મહિલાને ખાવી ગમે છે :

તેમાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં રહેલા છે. તેનાથી આપણા શરીરમાં આર્યનનું પ્રમાણ વધારવામાં તે મહત્વનું કાર્ય કરે છે. ગર્ભવતી મહિલાને વિટામીન સી વાળા ખાટી વસ્તુઓ વધારે ખાવામાં આવે છે. તેના કારણે તેના શરીરમાં હિમોગ્લોબીનનું પ્રમાણ જાળવી રાખવા માટે તેના શરીરમાં આર્યનની જરૂરી હોય છે. તેથી તેને આમલીનું સેવન કરવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *