આ રીતે આજે જ બનાવો “રજવાડી ખીચડી”, ઘરના સભ્યો આંગળીઓ ચાટતા રહી જશે…

Spread the love

મિત્રો, ખીચડી એ હળવો આહાર છે અને તેના કારણે જ વધુ પડતા લોકો જ્યારે બીમાર પડે છે ત્યારે તેને રાત્રીના સમયે આહાર તરીકે લેવાનુ પસંદ કરે છે. ઘણા બાળકોનો પણ આ ફેવરીટ આહાર છે પરંતુ, આ ખીચડીને હજુ પણ વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે આજે અમે એક ખુબ જ સરસ રેસીપી લઈને આવ્યા છીએ તો ચાલો જાણીએ તેના વિશે.

આવશ્યક સાધન-સામગ્રી :

 • ચોખા : ૨ બાઉલ
 • તુવેરદાળ : ૧ બાઉલ
 • બારીક સમારેલ કાંદા : ૧ નંગ
 • બારીક સમારેલ ટામેટા : ૧ નંગ
 • આદુ-લસણની પેસ્ટ : ૧ ચમચી
 • વટાણા : ૧૦૦ ગ્રામ
 • શીંગ : ૫૦ ગ્રામ
 • લસણ : ૧૦ કળી
 • બટાકા : ૧ નંગ
 • તજ-લવિંગ : ૨ નંગ
 • લાલ સૂકા મરચા : ૨ નંગ
 • ગરમ મસાલો : ૧ ચમચી
 • હળદર : ૧ ચમચી
 • રાઇ : ૧ ચમચી
 • તેલ અને ઘી : ૩ ચમચી
 • પાણી : આવશ્યકતા મુજબ

વિધિ :

ખીચડી બનાવવા માટે સૌથી પહેલા દાળ અને ચોખાને યોગ્ય રીતે ધોઈને એક કલાક સુધી પલાળીને રાખો. ત્યારબાદ કૂકરમા ઓઈલ અને ઘી બંને એકસમાન પ્રમાણમા લઈને ગરમ કરી લો. ત્યારબાદ તેમા રાઇ અને જીરાનો વઘાર કરો. ત્યારબાદ તેમા બારીક સમારેલી ડુંગળી, બટાટા અને ટામેટા, આદુ-લસણની પેસ્ટ, મીઠો લીમડો અને વટાણા ઉમેરીને ૨-૩ મિનિટ સુધી શેકો.

ત્યારબાદ તેમા દાળ અને ચોખા ઉમેરીને ૧૫ મિનિટ સુધી કકળવા દો. ત્યારબાદ તેમા અંદાજે ૫ કપ જેટલુ પાણી ઉમેરીને કૂકરમા ત્રણ સીટી વાગે ત્યા સુધી થવા દો. કૂકર ઠંડુ થયા ત્યારબાદ કૂકરની હવા બહાર નીકળી જાય. ખીચડી બહાર સર્વિંગ પ્લેટમા કાઢી લો. ત્યારબાદ તેમા કોથમીરથી ગાર્નિશ કરીને કઢી અથવા મસાલા છાશ અને પાપડ સાથે સર્વ કરો. આ મસાલેદાર રજવાડી ખીચડીની મજા માણો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *