આ રસીલી વનસ્પતિ કરશે તમારા શરીરની છુપી બીમારીઓ ને જડમુળથી બહાર, આજે જ જાણો ઉપયોગની રીત અને તમારી નજરે જુઓ ફરક…

Spread the love

આપણી આજુબાજુ ઘણી એવી વનસ્પતિ જે ઔષધીય ગુણોથી ભરપૂર છે પરંતુ, આપણે તેના ઉપયોગ વિશે જાણતા નથી. આવી જ વનસ્પતિ માંથી એક છે રસભરી. તે આપણી આસપાસ સરળતાથી મળી આવે છે. તે ખેતરમાં ચોમાસામાં ઊગી નીકળે છે. તેને નકામું ઘાસ સમજીને કાઢી નાખવામાં આવે છે. પરંતુ તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે.

તો ચાલો આજે રસભરી ના ઉપયોગ વિશે જાણીએ. આ છોડને ઘણી જગ્યાએ પોપટી તરીકે પણ ઓળખવામાં આવે છે. પોપટી ના ફળ ગોળ અને લીલા રંગના હોય છે, તે પાકે ત્યારે કોફી રંગના થઈ જાય છે. તો ચાલો આજે તેનો ઉપયોગ સ્વાસ્થ્ય ને જાળવી રાખવા કેવી રીતે કરવો તે જોઈએ.

પોપટી ના ફળ મધ્યમ પાકી ને પીળા રંગના થઈ જાય ત્યારે તેનો ઉપયોગ કરી શકાય છે. આ ફળમા વિટામિન એ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. તે સ્વાદે ખાટા-મીઠા હોય છે. તેનું સેવન કરવાથી જીભ થોડી ચટપટે છે. આ ફળને કાચા જ ખાવાના હોય છે તો જ તેનો લાભ તમને પ્રાપ્ત થાય છે.

પોપટીના ફળનુ નિયમિત રીતે સેવન કરવાથી આંખોને ઘણો લાભ થશે. આંખના નંબર ઘટી જશે અને દ્રષ્ટિ તેજ બનશે. તેમજ આંખને લગતી અન્ય બીમારી પણ દૂર થઈ જશે. તેમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ વધુ માત્રામાં મળી આવે છે. તેથી તે હાડકાંને મજબૂત બનાવવા માટે પણ ઉપયોગી થાય છે. જો તમને કમર, ઘૂંટણ, ખભા, કોણી, કાંડા, વગેરે જેવા સાંધાના દુખાવા કે સંધિવા જેવી તકલીફ હોય તો તમારે પોપટીને ફળનુ નિયમિત રીતે સેવન કરવું જોઈએ. તેનાથી દાંત પણ મજબૂત બને છે.

ડાયાબિટીસ વાળા લોકોને પણ આ ખૂબ ઉપયોગી થાય છે. પોપટીના પાન ને ચાવીને ખાવાથી શરીરમાં સુગર કંટ્રોલમાં રહે છે અને ડાયાબિટીસ થી રાહત મેળવી શકાય છે. તે શરીરમાં ઇન્સ્યુલિનની માત્રા વધારે છે અને સુગરને લોહીમાં કે પેશાબમાં ભળતી અટકાવે છે. કમળો થયો હોય તો રસભરી ના મૂળનો રસ અને ગાયનું ઘી મિક્સ કરીને દિવસમાં બે વખત તેનું સેવન કરવું. તેનાથી કમળામાં ઘણો ફાયદો થશે. તેથી પોપટી નું નિયમિત રીતે સેવન કરવાથી ઘણા ફાયદા થાય છે.

નોંધ :

ઉપર આપેલ વનસ્પતિનો ઉપયોગ કરતાં પહેલાં જોઈ ડોક્ટર કે વૈધ ની સલાહ જરૂર લેવી. ત્યારબાદ જ આ નુસખા અપનાવવા. આયુર્વેદિક વનસ્પતિ શરીરની તાસીર મુજબ કાર્ય કરે છે. તેથી પહેલા તમારી તાસીર જાણી લેવી તેમજ ઉપયોગથી કોઈપણ આડઅસર કે એલર્જી થાય તો તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *