જાણો આ વર્ષે કયો મહિનો છે તમારી રાશી માટે છે શુભ અને કયો છે અશુભ? જાણીલો શું છે તમારી રાશી માટે ખાસ…

Spread the love

મિત્રો, આજે આ આર્ટીકલમા અમે તમને જણાવીશું કે, આ વર્ષ તમારા માટે કેવુ રહેશે? ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ મુજબ વર્ષના કેટલાક મહિનાઓ રાશિચક્ર માટે ખૂબ જ સારા હોય છે અને આ મહિનાઓમા કરવામા આવેલા આવેલા કામ કે પ્રયત્નો પૂર્ણ ફળદાયી હોય છે. તો ચાલો જાણીએ.

મેષ રાશી :

આ રાશીજાતકોને આવનાર સમયમા તમને નવુ કાર્ય કરવા પ્રેરણા અને ઉત્સાહ મળશે. વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનમા ઘણો જ ફાયદો થશે તેમજ કેટલીક જૂની વસ્તુઓ ભૂલીને આગળ વધવાનો પ્રયત્નો કરશો એટલે કે આ સમયગાળામા તમને તમારુ સારુ ભવિષ્ય બનાવવાની શ્રેષ્ઠ તક મળશે. કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા તમારા મિત્રો સાથે વાર્તાલાપ કરો કે સલાહ-સુચન લો. આ સમય દરમિયાન તમે અંગત જીવનને પ્રેમપૂર્વક વધારે સુખમય બનાવી શકશો.

ફાયદાકારક માસ : ફેબ્રુઆરી, એપ્રિલ, જુલાઈ અને ઓક્ટોબર
નુકશાનકારક માસ : મે અને જૂન

વૃષભ રાશી :

આ રાશીજાતકો માટે આવનાર સમય રોમાંચિત સાબિત થશે. તમારી કારકિર્દી બનાવવામા સરળતા રહેશે. તમારા માટે પ્રેમની દ્રષ્ટિએ ખૂબ જ સારો રહેશે, જેથી તમારા સબંધો વધારે મજબુત બનશે. સ્વાસ્થ્ય અંગે વિશેષ સાવચેતી રાખવી. આર્થિક સ્થિતિ મજબુત બનશે.

ફાયદાકારક માસ : જાન્યુઆરી, માર્ચ, મે અને સપ્ટેમ્બર
નુકશાનકારક માસ : ફેબ્રુઆરી અને જુલાઈ

મિથુન રાશી :

આ રાશીજાતકો માટે આવનાર સમય ખુબ જ સારો રહેશે. આ વર્ષે લોકો તમારી સ્થિતિને ગંભીરતાથી લેશે. તમને અને તમારા સહભાગી બનશે. વ્યવસાયની દ્રષ્ટિએ ખૂબ જ ઉત્તમ બની રહેશે. આ વર્ષ તમારા માટે ખૂબ રોમેન્ટિક રહેશે તમારી મુલાકાત નવા લોકો સાથે થશે અને વ્યવસાય અને સબંધ બાબતે રસપ્રદ રહેશે.

ફાયદાકારક માસ : ફેબ્રુઆરી, એપ્રિલ, જૂન
નુકશાનકારક માસ : જાન્યુઆરી અને ઓક્ટોબર

કર્ક  રાશી  :

આ રાશીજાતકોએ આવનાર સમયમા વિશેષ સાવચેતી રાખવાની જરૂર છે. આ વર્ષ તમારા માટે ઘણા બદલાવો લઈને આવશે. તમારે સંપૂર્ણ હિંમત સાથે આવનારી સમસ્યાનો સામનો કરવો પડશે. આવનાર સમયમાં તમે કોઈ ક્ષેત્રમાં આગળ વધવાની ઈચ્છા રાખતા હશો તો તેમા મહત્વનુ કાર્ય કરી શકશો. પ્રેમસબંધ માટે આવનાર સમય સારો રહેશે. તમારા જીવનમા નવા લોકોનુ આગમન થશે.

ફાયદાકારક માસ : માર્ચ, જૂન, જુલાઈ અને નવેમ્બર
નુકશાનકારક માસ : ફેબ્રુઆરી અને ઓક્ટોબર

સિંહ રાશી :

આ રાશીજાતકો માટે આવનાર સમય ખુબ જ સારો સાબિત થશે. આ વર્ષ તમારા માટે ઉત્સાહિત રહેશે. આ વર્ષે નવા લોકો સાથે તમારા સબંધો વધશે. તમે ઘણા લોકો સાથે તમારા સારા અનુભવો વહેંચશો અને લોકોને મદદ કરવા પ્રયત્ન કરશો. નવા સંબંધોની દ્રષ્ટિએ આવનાર સમય મહત્વપૂર્ણ બની રહશે.

ફાયદાકારક માસ : ફેબ્રુઆરી, એપ્રિલ, ઓગસ્ટ અને ડિસેમ્બર
નુકશાનકારક માસ : મે અને ઓક્ટોબર

કન્યા રાશી :

આ રાશીજાતકો માટે આવનાર સ્વાસ્થ્યને લઈને ખૂબ જ જાગૃત રહેશો અને તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની કોશિશ કરશો. આ વર્ષે તમારુ દરેક કાર્ય સંપૂર્ણ થાય તે જરૂરી નથી. ફક્ત તમારુ કાર્ય ઉત્તમ રીતે કરવાનો પ્રયાસ કરો. આવનાર વર્ષ તમારા માટે કોઈ કાર્ય કરવા માટે ઉત્તમ રહેશે તેમજ તમારી કાર્યપદ્ધતિમા મહત્વના સુધારા કરશો.

ફાયદાકારક માસ : ફેબ્રુઆરી, મે, ઓગસ્ટ અને ડિસેમ્બર
નુકશાનકારક માસ : જૂન અને નવેમ્બર

તુલા રાશી :

આ રાશીજાતકો માટે આવનાર સમય ખુબ જ સારો રહેશે. તે નવા લોકોને મળશે અને નવા સંબંધો બનાવશે. નવા મિત્રો આ વર્ષે તમને મદદગાર સાબિત થશે. આવનાર સમય ખુબજ રોમાંચકારી રહેશે તેમજ તમે વ્યવસાય ક્ષેત્રમા ધ્યાન આપશો અને વ્યવસાય ધંધામાં પ્રગતિ મેળવશો. આ વર્ષ તમારા માટે લાભદાયી રહેશે.

ફાયદાકારક માસ : ફેબ્રુઆરી, એપ્રિલ, જૂન અને ઓક્ટોબર
નુકશાનકારક માસ : જુલાઈ અને ડિસેમ્બર

વૃશ્ચિક રાશી :

આ રાશીજાતકો માટે આવનાર સમય લાભદાયી સાબિત થશે. તમારા પરિવાર અને કુટુંબીજનોને વધારે સમય આપશો તેમજ લોકો સાથે તેમજ સમાજમાં તમે સ્પષ્ટતાથી લોકો જોડે વર્તશો અને કેટલાક સંબંધોને પૂર્ણ કરી આગળ વધશો. પ્રેમસબંધની બાબતમા તમે નવી શરૂઆત કરશો.

ફાયદાકારક માસ : માર્ચ, મે, જુલાઈ અને નવેમ્બર
નુકશાનકારક માસ : ફેબ્રુઆરી અને ઓગસ્ટ

ધન રાશી :

આ રાશીજાતકો માટે આવનાર સમય મધ્યમ ફળદાયી સાબિત થશે. આ વર્ષ તમારા માટે લાંબી મુસાફરીઓ અને રોમાંચથી ભરેલુ રહેશે તેમજ તમે ઘણી નવી વસ્તુઓ કરશો. નવા વર્ષમા તમે આત્મવિશ્વાસ અને શક્તિથી ભરપુર રહેશો. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. સ્વાસ્થ્ય સાનુકુળ રહેશે.

ફાયદાકારક માસ : ફેબ્રુઆરી, એપ્રિલ, જુલાઈ અને ઓક્ટોબર
નુકશાનકારક માસ : માર્ચ અને સપ્ટેમ્બર

મકર રાશી :

આ રાશીજાતકો માટે આવનાર સમય આર્થિક દ્રષ્ટીએ લાભદાયી સાબિત થશે. તમે ધંધામા ખૂબ જ વિચારીને રોકાણ કરશો અને પૈસા ખર્ચ કરવામા ધ્યાન આપશો. આ વર્ષ આવકમા ખુબ વધારો કરશે. આ વર્ષે તમારા બધા કાર્યો તથા પ્લાન તમે ખુબ જ સારી રીતે પૂર્ણ કરી સકશો. પ્રેમસંબંધ માટે આવનાર સમય અનુકુળ રહેશે.

ફાયદાકારક માસ : જાન્યુઆરી, મે, ઓગસ્ટ અને ડિસેમ્બર
નુકશાનકારક માસ : એપ્રિલ અને ઓક્ટોબર

કુંભ રાશી :

આ રાશીજાતકો માટે આવનાર સમય તમારા માટે વિશેષ ફળદાયી સાબિત થશે. આ વર્ષે તમે દરેક ક્ષેત્રમાં વિકાસ કરશો અને તમે પ્રગતિ કરશો. ગ્રહ-નક્ષત્રની સ્થિતિ ખૂબ મજબૂત સ્થિતિમા રહેશે, જેથી તમને ઘણા લાભો કરશે. ધંધા અને વ્યવસાય પર ધ્યાન આપવાની થોડી જરૂર રહેશે.

ફાયદાકારક માસ : ફેબ્રુઆરી, એપ્રિલ, જૂન અને ઓક્ટોબર
નુકશાનકારક માસ : મે અને નવેમ્બર

મીન રાશી :

આ રાશીજાતકોને આવનાર નવા વર્ષમા ઘણી નવી તકો મળશે અને તેનો લાભ ઉઠાવી તમે પ્રગતિ કરી સકશો. આ વર્ષે લોકો તમારી અંદર રહેલ આવડતથી પરિચિત થશે. તમે લોકોને મુશ્કેલ સમયમાં મદદ કરી શકશો. તમે તમારા કાર્યક્ષેત્રમાં એક મોટો પ્રોજેક્ટ શોધી શકો છો. તમારા માટે આ વર્ષ પ્રગતિશીલ રહશે.

ફાયદાકારક માસ : માર્ચ, મે, જુલાઈ અને નવેમ્બર
નુકશાનકારક માસ : જૂન અને ડિસેમ્બર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *