આ પૃથ્વી માટે જે કામ કોઇ ના કરી શકયું તે કામ આ લોકડાઉને કરી બતાવ્યું, જાણીને લાગશે નવાઇ

Spread the love

મિત્રો, લોકડાઉન ના કારણે માણસ કદાચ અનેકવિધ મુશ્કેલીઓ નો સામનો કરતો હોય શકે પરંતુ, જીવજંતુ, વૃક્ષો, અને પ્રકૃતિ હાલ રાહત નો શ્વાસ લઇ રહી છે. આ માસના પ્રારંભિક સમય મા જ વૈજ્ઞાનિકોએ ઉત્તર ધ્રુવ એટલે કે નોર્થ પોલ પર આવેલા ઓઝોન લેયરમા એક ૧૦ લાખ વર્ગ કિલોમીટર નુ કાણુ જોયુ હતુ.

આ ઇતિહાસ નુ સૌથી વિશાળ કાણુ હતુ પરંતુ, લોકડાઉન ના કારણે પ્રદૂષણમા ઘટાડો થતા આ કાણુ બુરાઈ ગયુ છે, તેવા સમાચાર મળી રહ્યા છે. ઉત્તર ધ્રુવ એટલે કે આપણી આ ધરાતલ પર નો આર્કટિક પ્રદેશ. આ વિસ્તારમા એક બળશાળી ધ્રુવીય શિરોબિંદુ બનાવવામા આવ્યુ હતુ. જે હવે પૂર્ણ થઈ ગયુ છે. ઉત્તર ધ્રુવ પર ખૂબ જ ઊંચાઇએ સ્ટ્રેટોસ્ફિયર પર વાદળો બનવાના કારણે ઓઝોન સ્તર પાતળુ બની રહ્યુ હતુ.

આ ઓઝોન સ્તર પાતળુ થવા પાછળ વાદળો, હરિતદ્રવ્ય, હાઇડ્રોક્લોરોફ્લોરોકાર્બન મુખ્યત્વે ત્રણ સૌથી મોટા કારણો જવાબદાર છે. આ ત્રણેય નુ એકીસાથે સ્ટ્રેટોસ્ફિયર મા પ્રમાણ વધી રહ્યુ હતુ. જેના લીધે જ્યારે પણ સૂર્ય ના અલ્ટ્રાવાયોલેટ કિરણો સ્ટ્રેટોસ્ફિયર મા ટકરાઈ જતા હતા ત્યારે ક્લોરિન અને બ્રોમિન નો અણુ તેમાંથી બહાર ઉત્સર્જિત થતો હતો. આ અણુ ઓઝોનના સ્તરને પાતળુ કરી રહ્યા હતા.

NASAએ ઓઝોન ના લેવલ ને લઈને કર્યો આ મોટો ખુલાસો :

NASA ના વૈજ્ઞાનિકો ના જણાવ્યા પ્રમાણે આવી પરીસ્થિતિ સામાન્ય રીતે દક્ષિણ ધ્રુવ એટલે કે એન્ટાર્કટિકા ઉપરના ઓઝોન સ્તરમા જોવા મળે છે. પરંતુ, આ વખતે તે ઉત્તર ધ્રુવની ઉપરના ઓઝોન સ્તરમા જોવા મળી રહી છે. સ્ટ્રેટોસ્ફીયર નો સ્તર પૃથ્વી પર ૧૦-૫૦ કિ.મી. સુધીનો છે. તેની મધ્યમા એક ઓઝોન સ્તર પણ છે, જે પૃથ્વી પરના જીવન ને સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો થી સુરક્ષિત રાખે છે.

૭૦ ટકા ઓઝોન સ્તર વસંત ઋતુમા થઈ જાય છે ગાયબ :

દક્ષિણ ધ્રુવ પરના અંદાજિત ૭૦ ટકા ઓઝોન સ્તર વસંત ઋતુમા ગાયબ થઈ જાય છે. આ પહેલીવાર હતુ જ્યારે ઓઝોન સ્તરમા આટલુ વિશાળ છિદ્ર જોવા મળ્યુ. ઓઝોન લેયર નો અભ્યાસ કરતા કોપ્નિકસ વાતાવરણીય મોનિટરિંગ સર્વિસના ડિરેક્ટર વિન્સેન્ટ હેનરી પ્યુચે એ જણાવ્યુ હતુ કે નીચા તાપમાન અને સૂર્યના કિરણો ટકરાયા બાદ થયેલી રાસાયણિક પ્રક્રિયાનુ આ પરિણામ છે.

વૈજ્ઞાનિકો ને હાલ એવી આશા બંધાઈ છે કે, ઓઝોન સ્તર નો આ વિશાળ છિદ્ર ટૂંક સમયમા જ ભરાઈ જશે. આ કાર્ય માત્ર ઋતુઓના પરિવર્તન થી જ શક્ય બનશે. આ સમયે આપણે ૧૯૮૭મા થયેલ મોન્ટ્રીયલ કરાર લાગુ કરવો જોઈએ અને સૌથી પહેલા ચીન ના ઉદ્યોગો માંથી થતા પ્રદૂષણ ને અટકાવવુ પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *