આ પરીવાર ના ૪ સભ્યો છે ડોક્ટર, દેશ ના જુદા-જુદા ખુણે બજાવી રહ્યા છે ફરજ અને કરી રહ્યા છે કોરોના ના રોગીઓ ની સારવાર
મિત્રો, હાલ કોરોના વાયરસ વ્યાપક પ્રમાણ મા દેશ ના દરેક ખૂણે પ્રસરી રહ્યો છે. જો કે સમયસર અને સચોટ લેવાયેલા અમુક નિર્ણયો ના કારણે આપણા દેશમા પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ મા છે. આ નિયંત્રણ મા અગત્ય નો કોઈ ભાગ ભજવે છે તો તે છે આપણા દેશ ના આરોગ્ય વિભાગ ના દાક્તરો અને તમામ મેડીકલ ટીમ.
અત્યારે દાક્તરો કોરોના વાઇરસ અને લોકો ની વચ્ચે ઢાલ બનીને અડીખમ ઊભા છે. આપણા દેશ ના દરેક ખૂણે કાર્ય કરતા દાક્તરો અને મેડીકલ સ્ટાફ હાલ જાણે પોતાના ઘર-પરીવાર ને ભુલી જ ગયા છે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હાલ આપણે આ લેખમા આવા જ એક પરીવાર વિશે વાત કરવાની છે. આ પરિવારના બધા જ સદસ્યો હાલ એકબીજા થી દૂર છે અને કોરોના થી પીડિત લોકો ના નિદાનમા પોતાની જાતને સમર્પિત કરી ચુક્યા છે.
આ પરીવાર છે બોકારો ના સિવિલ સર્જન દાક્તર અશોક કુમાર પાઠક નો. અશોક કુમાર ના પરીવાર મા ૪ સદસ્યો છે અને આ ચારેય સદસ્યો દાક્તરી ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. આ ચારેય સદસ્યોએ જાણે જીદ પકડી છે કે દેશ માંથી કોરોના ને દૂર કરવો જ છે. આ માટે જ તેઓ આ લડાઈ મા પોતાનુ યોગદાન આપી રહ્યા છે. દાક્તર અશોક કુમાર પાઠક ના પત્ની ડો. અંજના ઝા રાંચી સ્થિત ગાંધીનગર હોસ્પિટલ મા મુખ્ય આરોગ્ય અધિકારી અને કોરોના વોર્ડના મુખ્ય વડા છે.
તેમની પુત્રી મેજર ડો. અદિતિ તેમજ તેમના પતિ મેજર ડો. વિશાલ ઝા લેહ ની સૈનિક હોસ્પિટલ મા કોવિડ ૧૯ વોર્ડમા સેવા આપી રહ્યા છે. આ ઘરના ચારેય સદસ્યો પર એવી ધુન સવાર છે કે કોરોના ને હરાવીને જ ઘરે પરત ફરશુ. દાક્તર પાઠકે જણાવ્યુ છે કે આ એવો ગંભીર વાયરસ છે જે સંક્રમિત વ્યક્તિથી અન્ય વ્યક્તિમા સરળતાથી ફેલાઈ જાય છે.
જો કે તે આ સમસ્યા ને દૂર કરવા માટે નુ કાર્ય કરી રહ્યા છે તેમનો તેને ખૂબ જ આનંદ છે. ડો. પાઠક રોજના ૨૦ કલાક કાર્ય કરે છે. તે મોટાભાગે તેમના હોસ્પિટલ મા જ રહે છે. ઘણીવાર તો ફક્ત એક જ વાર જમવાનો સમય મળે છે. પરંતુ, આ સમસ્યા કરતા તેમના માટે કોરોના ની સમસ્યાને દૂર કરવી મહત્વ ની છે.
ડો. પાઠકના જણાવ્યા મુજબ લેહની સૈનિક હોસ્પિટલમા સૌથી પહેલો ઝારખંડનો કોરોનાનો દર્દી આવ્યો હતો. તેને તેના પિતા ના કારણે ચેપ લાગ્યો હતો. પિતાની સેવા કરવા જતા જવાન અને તેની પત્ની તથા બાળકો પણ કોરોના ની ઝપેટ મા આવી ગયા હતા. આ જવાન જ્યા છે તે લેહ ની સૈનિક હોસ્પિટલ આજે કોવિડ હોસ્પિટલ છે અને ત્યા તેમની પુત્રી અને જમાઈ પણ તેની ફરજ નીભાવી રહ્યા છે.