આ પાંચ વસ્તુઓને ઘર મા રાખવાથી દૂર થાય છે નકારાત્મક ઉર્જા, ઘરમા ક્યારેય નથી સર્જાતી નાણાભીડ, આજે જ જાણો આ વસ્તુઓ વિશે…

Spread the love

મિત્રો, જ્યારે પણ ઘરમા નકારાત્મક ઉર્જાનુ પ્રમાણ વધી જાય છે ત્યારે ઘરમા દુઃખનો માહોલ છવાઈ જાય છે અને પૈસા સાથે સંકળાયેલી સમસ્યાઓ પણ શરૂ થવા લાગે છે. જો તમે પણ તમારા ઘરમા નકારાત્મક ઉર્જાને મહેસુસ કરી રહ્યા છો, તો તમારે વાસ્તુશાસ્ત્રમા જણાવેલા આ ઉપાય અવશ્યપણે અજમાવવા પડશે. આ ઉપાય અજમાવવાથી તમારા ઘરની તમામ નકારાત્મક ઉર્જા દૂર થશે અને તમારા ઘરની સુખ અને સમૃદ્ધિ પાછી આવશે. તો ચાલો જાણીએ આ ઉપાયો વિશે.

વાંસળી :

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમા જો આ વસ્તુ રાખવામા આવે તો ઘરની બધી જ નકારાત્મક ઉર્જા દૂર થઇ જાય છે. જો ઘરમા આ વસ્તુ રાખવામા આવે તો પ્રભુ વિષ્ણુ અને માતા લક્ષ્મીની તમારા પર અસીમ કૃપા બની રહે છે. આ ઉપરાંત ઘરમા વાંસળી રાખવાથી તમારી શિક્ષણ, વ્યવસાય તથા નોકરી સાથે સંકળાયેલ તમામ સમસ્યાઓનો અંત આવે છે.

પ્રભુ શ્રી ગણેશજીની પ્રતિમા :

ઘરમા પ્રભુ શ્રી ગણેશજીની પ્રતિમા રાખવી અત્યંત શુભ ગણાય છે. જો તમે ઘરમા પ્રભુ શ્રી ગણેશની પ્રતિમા સ્થાપિત કરો તો તમારા જીવનની તમામ સમસ્યાઓનો અંત આવે છે. આ સિવાય જો તમે ઇચ્છો તો તમે પ્રભુ શ્રી ગણેશની પ્રતિમાની જગ્યાએ તેની છબ્બી પણ રાખી શકો છો. ફક્ત એટલુ ધ્યાન એટલુ રાખવુ કે, તેને દક્ષિણ દિશામા ના લગાવવી. પ્રભુ શ્રી ગણેશ સિવાય માતા લક્ષ્મીની છબ્બી લગાવવી પણ અત્યંત શુભ ગણાય છે.

શંખ :

વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા મુજબ આ વસ્તુ પણ ઘરમાથી નકારાત્મક ઉર્જા અને વાસ્તુદોષોને દૂર કરવા માટે લાભદાયી સાબિત થઇ શકે છે. જો તમારા ઘરની અંદર પણ નકારાત્મક ઉર્જાનુ પ્રમાણ વધુ ગયુ છે તો તમારે શંખમા પાણી ભરીને ઘરના મંદિરમા સ્થાપિત કરવુ જોઈએ જેથી, તમારા ઘરનુ વાતાવરણ શુદ્ધ અને સકારાત્મક બને.

શ્રીફળ :

આપણા હિન્દુ ધર્મમા નાળિયેરને “શ્રીફળ” તરીકે પણ ઓળખવામા આવે છે. તેને દેવી માતા લક્ષ્મીનુ સ્વરૂપ પણ માનવામા આવે છે. જે લોકોના પૂજાઘરમા શ્રીફળ સ્થાપિત હોય છે અને તેની નિયમિત પૂજા કરવામા આવે છે, તે ઘરમા ક્યારેય પણ નકારાત્મક શક્તિઓ પ્રવેશતી નથી.

તુલસીનો રોપ :

તુલસીનો રોપ ઘરે રોપવો એ આપણા માટે અત્યંત શુભ માનવામા આવે છે. આ રોપ ઘરમા રોપવાથી ઘરની આસપાસ સકારાત્મક ઉર્જાનુ વાતવરણ બની રહે છે અને ઘરમા રહેલી તમામ નકારાત્મક ઉર્જા દૂર થાય છે. આ સિવાય સવાર-સાંજ તુલસીની સામે દીવડો પણ પ્રગટાવવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *