આ પાંચ રાશીજાતકો માટે ખુબ જ દુઃખદાયી સાબિત થશે આ વર્ષ નો છેલ્લો ચંદ્ર ગ્રહણ, જાણીલો ક્યાંક તમારી રાશી તો નથીને?

Spread the love

ચંદ્રગ્રહણ પુનમ ઉપર થવા જઇ રહ્યુ છે. આ ગ્રહણ વર્ષનુ છેલ્લુ ગ્રહણ ગણવામા આવ્યુ છે. તે 4 કલાક 21 મિનિટ સુધી રહેવાનુ છે. આ વખતે પુનમ નથી અને તેની જગ્યાએ ગ્રહણ થવાનુ છે. તે થવાનુ કારણ ખગોળીય છે. ખગોળશાસ્ત્રીઓ તે થવાના અનેક કારણો જણાવે છે. ભારતમા તેની પાછળ ધાર્મિક કારણો પણ દર્શાવવામા આવ્યા છે. જ્યોતિષાચાર્ય મુજબ આ ગ્રહણની અસર બધી જ રાશિઓ પાર થવાની છે. તેના કારણે ઘણી રાશિના લોકોના જીવન સુખ અને સંપત્તી આવશે તો ઘણી રાશિના લોકોના જીવનમા મુશ્કેલીઓ આવશે. તો ચાલો જાણીએ તે કઇ કઇ રાશિઓ ઉપર પ્રભાવિત થવાનુ છે.

મેષ રાશિ :

આ રાશિમા ગ્રહણ બીજા સ્થાને અસર થવાની છે. તેથી તે લોકોને પોતાના ગુસ્સા ઉપર કાબુ કરવો પડશે. મગજને શાંત રાખવો. કોઇની વાતોમા ન આવવુ તેનાથી તમે ફસાઇ શકો છો. પરિણીત લોકોને તેમના સાથી તરફથી સાથ મળી શકે છે. કુટુંબ સાથે સારો એવો સમય વિતાવવા મળશે. નાણાકીય નુકશાન થવાની સંભાવના છે તો બિનજરૂરી ખર્ચાઓ ટાળવા. તમે તે નાણાને પાછા લેવા માટે નવી યોજનાઓ બનાવશો. તેમા તમને લાભ થવાની સંભાવના રહેલી છે. તમારા ઘરના વડીલોની તબિયતની ખાસ સંભાળ રાખવી, નહી તો તેમની તબિયત પર મોટી અસર થઇ શકે છે. પરિવારના સદસ્યો તરફથી શુભ ખબર મળશે. આર્થીક સ્થિતિ સારી રહેશે.

વૃષભ રાશિ :

આ ગ્રહણ આ રાશિ પર થવાનુ છે તો આ રાશિના લોકો માટે આ સમય ખુબ સારો રહેવાનો છે. આ સમય દરમિયાન તમારી અને તમારા કુટુંબની તબીયતનુ ધ્યાન રાખવુ જોઇએ. કોઇ પણ જાતના ચેપથી દુર રહેવુ જોઇએ. મિત્રો અને પરિવારના સભ્યો સાથે બોલાચાલી થઇ શકે છે. તે બાબતનુ ધ્યાન રાખવુ. નવી યોજનાઓ બનાવો છો તો તેમા તમે સારી એવી સફળતા મળશે. આર્થીક સ્થિતિને મજબુત કરવા માટે મહેનત કરવી પડશે. તમે તેમા સફળ થશો.

મિથૂન રાશિ :

આ ગ્રહણ આ રાશિના બારમા સ્થાન પર રહેવાનુ છે. તમારો બિનજરૂરી ખર્ચમા વધારો થઇ શકે છે. તમારો સમય તણાવ ભર્યો રહેશે. તમારી ઉધારીમા વધારો થશે. લાગણીઓ ઉપર કાબુ રાખવો. ઉચ્ચ અધિકારીઓ સાથે બોલાચાલી થવાની સંભાવના રહેલી છે. તેથી તમારી નોકરી ઉપર અસર પડી શક્કે છે. તમારા વિરોધિઓ તમને નુકશાન પહોચાડવાની કોશિશ કરશે. કામને લગતી ચર્ચા પરિવાર સાથે કરવી જોઇએ. આર્થીક યોગ મજબુત થવાની સક્યતા રહેલી છે. લગ્નના યોગ થવાની સંભાવના છે. તમારા ભવિષ્યને લઇને મહત્વના નિર્ણયો લઇ શકશો.

કર્ક રાશિ :

આ રાશિમા ગ્રહણ 11 મા સ્થાન પર થવા જઇ રહ્યુ છે. તમને દરેક કામોમા તમને પુરેપુરી સફળતા મળી શકે છે. આ સમય આ રાશિના લોકો માટે ખુબ સારો રહેવાનો છે. તમારા પરિવારમા ખુશીનો માહોલ રહેશે. ભાઇ બહેનનો પુરેપુરો સાથ સહકાર મળશે. વિધ્યાર્થીઓને બધી જ સ્પર્ધામા સારા એવા માર્કસથી ઉત્તીર્ણ થઇ શકે છે. આવનાર સમયમા આર્થીક સ્થિતિ સારી રહેશે. આવકના નવા નવા સ્ત્રોતો ખુલી શકશે. નોકરીપેશા લોકોને સારી એવી સફળતા મળી શકે છે. આગામી સમયમા દવાખાનાને લગતો ખર્ચ થઇ શકે છે.

સિંહ રાશિ :

ગ્રહણ આ રાશિમા 10મા સ્થાન પર રહેશે તેથી તેમની કુંડળીમા 10મી સ્થિતિને અસર કરશે. તમે તમારા વ્યવસાયને લગતા કામોમા મહેનત વધારે કરશો. તેમા સફળ રહેશો. તમારા ભાગીદાર સાથે તમે નવી યોજનાઓ બનાવી શકશો. જેમા તમને નફો થવાની સંભાવના રહેલી છે. તમારા પરિવારમા ચાલતા વિવાદમા સુધારો થશે. પિતા સાથેના સંબંધ વધારે મજબુત બનશે. તમારુ મન અલગ અલગ પ્રવૃત્તીમા લાગેલુ રહેશે. તમારા ખર્ચાઓ વધી શકે છે. વધારાની વસ્તુઓમા ખોટા ખર્ચાઓ ન કરવા અને નાણાની બચત કરવી જોઇએ. જે તમને મુશ્કેલીના સમયમા કામ આવશે.

કન્યા રાશિ :

આ રાશિમા ગ્રહણ નવમા સ્થાન પર રહેવાનુ છે. તમારુ મન આધ્યાત્મિક વિચાર કરશે. તમને ધારમીક કામો કરવામા વધારે ખુશી મળશે. તમે કોઇ ધર્મીક સ્થળ ઉપર પ્રવાસ પર જઇ શકશો. રોકાણ કરવા માટે નો સારો સમય સાબિત થશે. તે રોકાણથી તમને ભવિષ્યમા ફાયદો થઇ શકે છે. આર્થીક પરિસ્થિતિ વધારે મજબુત બનશે. પારિવારીક ધંધામા ભાઇઓ સાથે ચર્ચા કરિને નવી યોજનાઓ બનાવી શકો છો. તેનાથી વેપારમા નફો થઇ શકે છે. કોર્ટૅ કચેરીના કામોમા વિજય મળશે. વિદેશ પ્રવાસે જવાની સંભાવના રહેલી છે. અટકેલા કામો ટુંક સમયમા પુરા થઇ શકે છે.

તુલા રાશિ :

ગ્રહણ આ રાશિમા 8મા સ્થાન પર અસર કરવાનુ છે. આ રાશિના લોકો માટે આ સારુ નિવડશે નહી. તે લોકો માટે આ સમય ખરાબ વિતિ શકે છે. તમારે ઘણી બધી નવી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. ખર્ચમા વધારો થવાના કારણે તમારી આર્થીક સ્થિતિ ખરાબ થઇ શકે છે. તેથી ખર્ચ કરતા પહેલા વિચારી લેવુ. સસરાપક્ષ તરફથી તણાવમા વધારો થશે. પરિવારમા બોલાચાલી થઇ શકે છે.

વૃશ્ચિક રાશિ :

આ રાશિમા 7મા સ્થાનમા અસર કરવાની છે. તમને કામમા નવી સફળતા મળશે તેનાથી તમે ખુબ ખુશ રહેશો. તમારા જીવનમા ફીરફાર જોવા મળશે. પરિવાર અને જીવનસાથી તરફથી પુરેપુરો સાથ સહકાર મળી શકે છે. ઘરનુ વાતાવરણ સારુ રહેશે. યાત્રા અથ્વા તો પ્રવાસ પર જવાનુ થશે. તે દરમિયાન તમારે જરૂરી કાળજી રાખવી પડશે. આ રાશિના લોકોની તબીયતમા સુધારિ થવાની સંભાવના રહેલી છે. બિમાર વ્યક્તિઓ ને તેની તબિયતમા તે બિમારિથી તમને છુટકારો મળશે. આવકમા વધારો થઇ શકે છે. તમારે તમારી માતાથી દુર થવાનુ થઇ શકે છે તેના કારણે તમે તણાવનો અનુભવ કરશો.

ધન રાશિ :

ગ્રહણ આ રાશિમા 6 સ્થાન પર રહેવાનુ છે. તેનાથી તમારા જીવનમા નવા યોગ બની શકે છે. પ્રવાસ પર જવાનુ થઇ શકે છે. તેનાથી તમને લાભ થઇ શકે છે. તમારે મહેનતમા વધારો કરવો પડશે. આ માટે તમારા સફળતાના રસ્તામા કોઇ વ્યક્તિ આવી ન શકે. તમે ઘણી બધી અવનવી વસ્તુઓ શીખવા માટે ઉત્શુખ રહેશો. તમારા સંબંધીઓ તરફથી તણાવની સ્થિતિ ઉભી થશે. તમારા પરિવારના સભ્ય અથવા તો મિત્ર સાથે વિવાદ થઇ શકે છે. તેમા તમારી બહેનનો પુરેપુરો સહયોગ તમારી તરફ રહી શકે છે. તમારા ભવિષ્યને લઇને તમને સારી એવી સફળતા મળશે. તમારી નાણાકીય સ્થિતિમા સુધારો થશે. આ ગ્રહણ તમારા માટે લાભદાયક નિવડશે.

મકર રાશિ :

ગ્રહણ આ રાશિના 5મા સ્થાન પર રહેશે. આ રાશિના વ્યક્તિઓ માટે સમય શુભ રહેશે. ભવિષ્ય માટેના નવા રસ્તાઓ ખુલશે. આ રાશિના લોકોના પ્રયાસોમા પુરેપુરી સફળતા મળશે. ઘરના વડીલોનો પુરો સાથ મળી શકે છે. તેથી તે લોકોની પ્રગતી થઇ શકે છે. તમારા પિતા તમને સારા સમાચાર આપી શકે છે. તમારે તમારા શબ્દો પર કાબુ રાખવો. ભૈ બહેન તરફથી તમને વધારે સંબંધ મજબુત થશે અને સહયોગ પણ મળશે. આર્થીક સ્થિતિમા સુધારો થાશે. નાણાની અછત દુર થાશે. વિધ્યાર્થી વર્ગને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે પણ છેલ્લે તે લોકોને સારુ ફળ મળશે.

કુંભ રાશિ :

આ રાશિના લોકોના જીવનમા ખુબ વધારેબદલાવ આવી શકે છે કારણ કે ગ્રહણ આ રાશિમા 4 સ્થાન ઉપર રહેવાનુ છે. તેની ખુબ ઊંડી અસર થઇ શકે છે. તમારી માતાની તબિયતમા સુધારો થાશે. તેથી તમે ચિંતા મુક્ત થશો. તમે તેની સેવા કરવા માટે રાત દિવસ એક કરી દેશો. તમારા કાર્ય કરવાના સ્થળ પર વધારે મહેનત કરવી પડશે. તેનાથી તમારી મુશ્કેલીઓ દુર થાશે. નવા કાર્યને લગતા અનુભવો થવાની સંભાવના રહેલી છે. ખાનદાની મિલકતને લગતા વિવાદો દુર થઇ શકે છે. તમરી કારકીર્દીમા નવા રસ્તાઓ ખુલી શકે છે. નવુ ઘર લેવાનો યોગ બની શકે છે.

મીન રાશિ :

આ રાશિના લોકો પર ગ્રહણની અસર થઇ છે. તેનાથી તેમની જવાબદારીઓમા વધારો થઇ શકે છે. તેથી તેમના દરેક સપનાઓ પુરા થશે. પાડોશિઓ તમરા ભાઇ બહેનની વચ્ચે વિવાદ કરી શકે છે. તેથી તમે તણાવમા રહી શકો છો. તમારુ આધ્યાત્મિક કામ કરવાના કારણે તણાવ દુર થઇ શકે છે. તમે કરેલ કામોમા સફળતા મળશે જેનાથી તમારા વિચારો સકારાત્મક રહેશે. જેનાથી તમારા જીવનમા સકારાત્મક ફેરફારો પણ થઇ શકે છે. આ સમયમા તમારા દુશ્મનો સક્રિય રહેવાથી તમારે તમારી તબિયતની ખાસ સંભાળ રાખવી જોઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *