આ એક પાન ના સેવન થી થાય છે આટલી બીમારીઓમા ફાયદો, જાણો અને અજમાવો…

Spread the love

નાગરવેલના પાનને અંગ્રેજીમા બેટલલિફ કહે છે અને સંસ્કૃતમા સપ્તશિરા કહે છે. આ ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણિ ભાગમા થાય છે. તે વેલના સ્વરૂપની વનસ્પતિ છે. આ ૧૫ ફુટ સુધી લાંબી જાય છે અને તે ગાંઠોવાડી હોય છે. ભારતમા તે ઘણી જુદી જુદી જગ્યાએ થાય છે. તેને બધા જુદા નામથી ઓળખે છે. ભોજન બાદ તેને ખાવાની પ્રથા છે.

આના પાન લીલા રંગના મોટા હોય છે તેમા સાત શિરા હોય છે. તેમા ઔષધિય ગુણો હોય છે. તેના મુળ, પાન અને ફળને દવા બનાવામા ઉપયોગમા લેવાય છે. તેના પાનને પાકેલુ ખાવુ તે ખુબ જ સારુ છે. તેના ફાયદા કાચા પાન કરતા વધારે છે. આ પાચનતંત્રને મજબુત બનાવે છે અને મોં ને સાફ કરે છે.

આમા તમે સોપારી, ચુનો, લવિંગ અને વરીયાળી નાખી શકો છો. તેનો સ્વાદ મીઠો, કડવો અને તુરો હોય છે. આ કફ, પિત્ત અને વાયુને દુર કરે છે અને ભુખ વધારે લગાવે છે. આનાથી બનતી લાળ હદય માટે ખુબ સારી છે. ખાસી, શરદી, સોજા, ખંજવાળ, દુખાવો અને તાવને દુર કરે છે. તેને વધારે ખાવાથી શરીરમા નુકશાન પણ થાય છે.

નાગરવેલના ફયદાઓ :

આ પાન કબજીયાત જેવી પેટની સમસ્યાને દુર કરે છે. આના દસ થી પંદર પાન ને ત્રણ પ્યાલા પાણીમા ઉકાળવા જોઇએ. તે પાણી નહિવત થાય ત્યા સુધી ઉકાળવુ જોઇએ. આને દિવસમા તમે ત્રણ વખત લેવુ જોઇએ. આની સાથે સાકર મિક્સ કરીને ખાવાથી હ્રદયની સમસ્યાઓ દુર થાય છે. અવાજ બેસી ગયો હોય અને સ્વરપેટી ઓછી કામ કરે છે તો આમા જેઠીમધનો ટુકડો નાખીને ખાવુ જોઇએ.

આને ચાવવાથી સલાઇવ નામની લાળ બને છે તે આપણા પાચનતંત્રને મજબુત બનાવે છે. આહાર લીધા પછી આ ખાવુ જોઇએ. બે ગ્લાસ પાણીમા આના સાત પાન અને ખાંડ ભેળવીને ઉકાળવુ જોઇએ. તે અડધુ થાય ત્યા સુધી ઉકાળવુ જોઇએ. ત્યારબાદ તે ઠંડુ થયા પછી દિવસમા ત્રણ વાર પીવાથી બ્રોકયટીસની સમસ્યામા રાહત મળે છે.

શરીર માથી વાસ આવતી હોય તો આના પાનને બે વાટકા પાણીમા ઉકાળીને પીવુ જોઇએ. વાગ્યુ હોય ત્યા આ લગાવાથી રૂજ ઝડપથી આવે છે. આનો રસ પીવાથી ગેસ અને અલ્સરની સમસ્યા દુર થાય છે. નસકોરી ફુટી હોય અથવા નાક માથી લોહી નિકળતુ હોય તો આને વાટીને સુંઘવુ જોઇએ. આને ચાવવાથી ઓરલ કેન્સર અને ચાંદા દુર થાય છે.

આમા એંટીઓક્સીડંટો અને એબ્સકોર્બીક એસિડ ખુબ વધારે હોય છે જે મોં મા રહેતા કેન્સરના જંતુને મારે છે. આ પીવાથી મોં માથી આવતી વાસ દુર થાય છે. આ પાનને પાણીમા ઉકાળીને તે ઠંડા થાય પછી તેને આંખો પર લગાવુ જોઇએ. આમ કરવાથી આંખોને આરામ મળે છે. પેઢા અથવા દાંત માથી લોહી નિકળે છે તો આના પાણીના કોગળા કરવા જોઇએ.

તમારા શરીરમા ખંજવાળ આવે છે તો તે જગ્યાએ આને લગાવવુ જોઇએ. આમ કરવાથી ખંજવાળ દુર થાય છે. આ વજન ઓછુ કરવામા મદદ કરે છે. આને ચાવવામા અનેક ફાયદા છે. આનાથી નબડાઇ પણ દુર થાય છે અને શરીરમા તાકાત વધે છે. આનો લેપ આપણા ચેહરા પર લગાવાથી ત્વચાની બધી સમસ્યા દુર થાય છે. ભારતીય આયુર્વેદમા આનો સૌથી વધારે ઉપયોગ બાલતોડની સમસ્યા માટે થાય છે. આને ગરમ કરીને તે જગ્યા પર લગાવીને તેની ઉપર એરંડીયુ લગાવુ જોઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *