આ પાંચ સરળ રીતથી તમે પણ ઘર બેઠા કરી શકો છો અસલી-નકલી ચોખાની ઓળખ, જાણો તમે પણ…

Spread the love

ખોરાકમા ભેળસેળ કરવાનું વલણ ધણા સમયથી ચાલી રહ્યું છે.પણ હવે તેમાં બનાવટી પદાર્થના સમાચાર મળી રહ્યા છે તે જાણીને લોકો એ તે ન ખાવું જોઈએ. નકલી દૂધ,નકલી ચોખા પણ માર્કેટેમા જોવા મળે છે.છેલ્લા કેટલાક સમયથી આ વિષયો પર ચર્ચા થવા લાગી છે.

આવા સમયમાં વ્યક્તિના મનની શંકા સાચી છે.જો તમે પણ આ બાબતથી ચિંતામાં છો અને આવા ચોખાને કેવી રીતે ઉકેલવા તે જાણવા માંગતા હોય તો અમે તેનું સમાધાન જણાવશું,જેનાથી તમે ઘરે નકલી ચોખાને ઓળખી શકશો.છેલ્લા કેટલાક મહિનાઓથી ઘણા રાજ્યમાં નકલી ચોખા નો વેપાર ચાલી રહ્યો છે,તેથી સોશિયલ મિડ્યા પર હોબાળો મચ્યો છે.ઘણી દુકાનમાં પ્લાસ્ટિકના ચોખા વેચવાની શંકાને લીધે ગ્રાહકે દુકાનદારને માર માર્યો હતો.

ત્યારે પોલીસ અને વહીવટીતંત્ર સામે કાર્યવાહી કરવામાં આવી હતી. તે હોવા છતાં ઘણી જગ્યાએ ચોખા નવા થવાના સમાચાર મળ્યા છે. આવા સમયમાં જો તમે પ્લાસ્ટિકના ભાત ને કેવી રીતે ઓળખશો. આજે અમે તેને કેવી રીતે ઓળખવા તે જણાવશું. તો ચાલો તેના કેટલાક સરળ ઉપાય જણીએ.જે દૂધનું દૂધ અને પાણીનું પાણી બનાવશે.

તમે ફક્ત પાણીથી નકલી ચોખાની ઓળખાણ કરી શકો છો, આ માટે તમે એક ચમચો ચોખાને એક ગ્લાસ પાણીમાં ઉમેરો, પછી તેને થોડો સમય હલાવો,થોડી વાર પછી તે ચોખા પાણી ઉપર તરતા જોવા મળે ,તો તે પુરા પ્લાસ્ટિકથી બનેલા છે.કારણકે સાચા ચોખા પાણીમાં તરતા નથી તે નીચે બેસી જાય છે.

ગરમ તેલથી પણ નકલી ચોખાને ઓળખી શકાય છે.એના માટે એક કડાઈમા થોડું તેલ ગરમ કરો, તે એકદમ ગરમ થાય પછી તેમાં એક મુઠ્ઠી ચોખા નાખો તે ચોખા ઓગળી જાય અથવા તો ચોંટવા માંડે તો સમજી લેવું કે તે પ્લાસ્ટિકના ચોખા છે.પણ જો તે વાસણના તળીયામા રહે તો તે સાચા ચોખા છે. અગ્નિથી થતો ઉપાય, થોડા ચોખા લો અને તેને કાગળમા રાખી બાળી લો. ચોખા બળવાથી તેમાં કોઈ દુર્ગંધ આવે તો પછી સમજી લેવું કે તે ચોખા પ્લાસ્ટિકના બનેલા છે.

આ ઉપરાંત તમે ચોખાને ઉકાળીને પણ જાણી શકો છો,આ માટે ઉકળતા પાણીમાં એક મુઠી ચોખા નાખો,જો ચોખા પાણીની ઉપરની સપાટી પર જાડા સ્તર સ્થિર થતા દેખાય તો સમજી જવું કે તે પ્લાસ્ટિકના ચોખા છે.જો ઉકાળીયા પછી પણ ચોખા વાસ્તવિક છે તેવી શંકા હોય તો તે માટે તમારે તે ઉકાળેલા ચોખાને ૩ થી ૪ દિવસ માટે એક બોટલમાં ભરી રાખવા. થોડા સમય પછી તેને જોય લેવું જો તેમા ફૂગ આવી જાય તો તે વાસ્તવિક ચોખા છે નહી તો તે પ્લાસ્ટિક ના છે.કારણકે પ્લાસ્ટીકમાં ક્યારેય ફૂગ આવતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *