આ મહિલાનુ કદ વધતી ઉંમરની સાથે સાથે થઈ રહ્યુ છે ઓછુ, વાંચો ગજબના કિસ્સા વિષે…

Spread the love

આપણે બધા જાણીએ જ છીએ કે કોઇપણ મનુષ્યની વધતી ઉંમર પ્રમાણે દરેક વ્યક્તિની લંબાઈ પણ મર્યાદિત માત્રામા વધતી હોય છે. પરંતુ આજે અમે તમને એક એવી મહિલાનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ કે જેની ઉંચાઈ ઉંમર વધતાની સાથે સાથે થઈ રહી છે ઓછી.

અહી એ પણ ઉલ્લેખનીય છે કે આ મહિલા એક ઘટનાનો ભોગ બની હતી, જેના કારણે તેમના શરીરની ઉંચાઈ દિવસે ને દિવસે ઓછી થઈ રહી છે અને હાલ માત્ર ૨ ફૂટ જ રહી ગઈ છે.

અહી ઉલ્લેખનીય છે કે ઉતરપ્રદેશ રાજ્યના કાનપુર શહેરનાના ધરઉ ગામની રહેવાસી શાંતિ દેવીનુ શરીર છેલ્લા ૨૫ વર્ષોથી ઘટી રહ્યુ છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે ૨૫ વર્ષ પહેલા શાંતિ દેવીના શરીરની ઊંચાઈ સવા પાંચ ફૂટ હતી. અને હવે માત્ર ૨ ફૂટ જ રહી ગઈ છે.

શાંતિ દેવીની ઉમર વધતાની સાથે ઉંચાઈ ઘટવાનુ કારણ જાણીએ તો તેમની સાથે ઘટેલી એક ઘટના છે. ૨૫ વર્ષ પહેલા શાંતિ દેવીના ઘરની બહાર છપ્પર રાખવામા આવ્યુ હતુ અને ઘરના સભ્યો સાથે તેઓ પણ ત્યા કામ કરી રહ્યા હતા. ત્યારે જ અચાનક છપ્પરની ધાણી સરકી ગઈ અને આખુ છપ્પર શાંતિ દેવી પર આવીને પડયુ હતુ.

જેના કારણે છેલ્લા ૨૫ વર્ષોથી શાંતિ દેવીની ઉમર વધવાની સાથે ઊંચાઈ ઘટવા લાગી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *