આ મહિલા ગાયિકાએ સોનુ નિગમનો વધુ એક કાંડ કર્યો છતો, મારા પતિને ફોન કરીને કહ્યુ કે તારી પત્નીને…

Spread the love

પ્રખ્યાત ગાયિકા સોના મહાપાત્રા સિગિંગ રિયાલીટી શો ઈન્ડિયન આઈડલ સીઝન-૧૧ ના જજ ખુબ જ પ્રખ્યાત ગાયક કલાકાર અનુ મલિકનો ભારે વિરોધ કરી રહી છે. અનુ મલિકની રિયાલીટી શો ઈન્ડિયન આઈડલ માં વાપસી પર તેણે ઘણા સવાલો ઉઠાવ્યા છે. જો કે ગયા વર્ષે પણ સોના મહાપાત્રાના ઓરોપોના કારણે પ્રખ્યાત ગાયક કલાકાર અનુ મલિકને જજમાંથી અધવચ્ચે જ કાઢી મુકવામા આવ્યા હતા. પરંતુ હવે સોના મહાપાત્રાએ લોકપ્રિય ગાયક કલાકાર સોનુ નિગમ પર નિશાન સાંધ્યુ છે અને આરોપો નાખ્યા છે.

હવે સોનુ નિગમનુ નામ લેતા લેડી ગાયક કલાકાર સોના મહાપાત્રાએ એક ચોંકાવનારી વાતનો ખુલાસો કર્યો છે. સોના મહાપાત્રાએ આરોપ લગાવ્યો છે કે સોનુ નિગમ અનુ મલિકને સમર્થન કરતો હતો અને તેણે મારા પતિને ફોન પણ કર્યો હતો અને કહ્યુ હતુ કે તારી પત્ની પર પર નજર રાખ.

સોના મહાપાત્રાએ એક ચાહ્સોશીયલ ઉપયોગકર્તાને જવાબ આપતા ચોંકાવનારી વાત કરી છે. તેણે કહ્યું હતું કે, પ્રખ્યાત ગાયક કલાકાર સોનુ નિગમે કથિત રીતે તેના પતિને ફોન કર્યો હતો. ફોનમાં મારા પતિને કહ્યું હતું કે તારી પત્ની સોનાને કાબુમાં રાખ. સોના મહાપાત્રાએ આ વાતને કેટલીક ટ્વીટ કરીને જણાવી હતી. સોના મહાપાત્રાએ ટ્વીટનો જવાબ આપતા કહ્યું હતુ કે, સોનુ નિગમે અનુ મલિકનો સાથ જાહેરમાં આપી એની વિચારસરણી નું સમર્થન બતાવી રહ્યું છે.

અહી એ પણ ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૮ માં #MeToo અભિયાન શરૂ થયુ ત્યારથી નવા નવા અનેક કાંડ જગજાહેર થતા જાય છે અને મહિલાઓ પોતાના પર વીતેલી આપવીતી સંભળાવી રહી છે. કેટલીય મોટી મોટી મશહુર હસ્તીઓના નામ અત્યાર સુધીમા સામે આવી ચૂક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *