આ કુદરતી એન્ટી-બાયોટિક્સ તરીકે ઓળખાતી ઔષધિ શરદી-ઉધરસ સિવાય ૫૦ થી પણ વધુ બીમારીઓ માટે છે ખુબ જ અસરકારક, જાણો તમે પણ…

Spread the love

આદુનું ઉત્પાદન પાણીવળી જમીનમાં થાય છે. તેનું વાવેતર ભારતમાં બધી જગ્યા પર થાય છે. તેની ગાઠ દ્વારા તેનું વાવેતર કરવામાં આવે છે. આપણા ગુજરાતના ખેડા જીલ્લામાં તેનું વાવેતર સારા પ્રમાણમાં કરવામાં આવે છે. આદુનો છોડ જેમ ઉંચો આવે તેમ તેના મુળિયા ફેલાતા જાય છે. આદુનો પાક સુકાય ત્યારે તેને સુંઠ તરીકે ઓળખવામાં આવે છે. ગુણોમાં તો આદુ અને સુંઠ બંને સમાન જ છે. તો પણ સુંઠ કરતા આદુ વધુ સારું છે.

આદુની અંદર એન્ટીઇન્ફ્લીમેન્ટરી,  એન્ટી-બેક્ટેરીયલ અને એન્ટી-ઓક્સીડન્ટ  ગુણો ખુબજ પ્રમાણમાં હોય છે. આદુની ચા પીવાથી શરદી ઉધરસ, કફ, માથાનો દુખાવો જેવા અનેક રોગ દુર કરે છે. તેમજ તેની અંદર વિટામીન એ, વિટામીન ઈ,આયર્ન, વિટામીન ડી અને કેલ્શિયમ ખુબજ પ્રમાણમાં હોય છે. તો ચાલો આદુથી થતા ફાયદા વિષે જાણીએ.

ગાજર, પાલક અને ટમેટા આ બધી વસ્તુનો રસ અડધો અડધો કાઢી તેમાં એક ચમચી આદુ રસ મિક્સ કરી એક મહિના સુધી નિયમિત પીવાથી લોહીની કમી દુર થાય છે, અને હિમોગ્લોબીનમાં વધારો થાય છે. આપણા શરીરમાં લોહીની ઉણપને લીધે ચહેરો ફિક્કો પડી જાય છે. ત્યારે આદુ આપણા માટે સારું ઔષધીય છે. તે ઉપરાંત એક ચમચી આદુના રસમાં બે ચમચી ફાલસાનો રસ નિયમિત સવાર સાંજ પીવાથી લોહીની કમી દુર થાય છે.

આદુની ચા પીવાથી પાચન તંત્ર યોગ્ય રીતે કામ કરે છે અને ખાવાનું સરળતાથી પચાવવામાં મદદ મળે છે. આદુનું પાણી પીવાથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધે છે, આ સાથે જ આ શરદી-ખાંસી અને વાયરલ ઇન્ફેક્શન જેવી બીમારીઓને પણ દૂર રાખે છે. આદુનું પાણી નિયમિત પીવાથી શરીરનું વધારાની ચરબી ખતમ થઇ જાય છે, જેનાથી આપણો વજન ઘટાડવામાં તે ઉપયોગી છે.

આદુમાં એવા તત્ત્વ પણ મળી આવે છે જે કેન્સર જેવી બીમારી સામે લડવામાં અસરકારક હોય છે. એટલા માટે આદુંનો ચા પીવાથી કેન્સર થવાની શક્યતાઓ ઓછી થાય છે. આદુનું પાણી પીવાથી લોહી સાફ રહે છે, જેની અસર ત્વચા પર વધતી ચમકના રૂપમાં જોવા મળે છે. આ સાથે જ તે પિમ્પલ્સ અને સ્કિન ઇન્ફેક્શન જેવી પરેશાનીઓથી પણ આપણને આદુ બચાવે છે. એક કપ પાણીમાં આદુનો એક નાનો ટુકડો લઈને પાંચ મિનિટ સુધી ઉકાળો. ઠંડુ થઇ જવા પર તેને પીઓ. તેનાથી કફમાં તમને ઘણી રાહત મળશે.

નિયમિત આદુંનું પાણી પીવાથી બોડીનું બ્લડ શુગર લેવલ કંટ્રોલ માં રહે છે. તેનાથી ડાયાબિટીસની આશઁકા ઓછી થઈ જાય છે. પથરીમાં એક ચમચી આદુનો રસ, પચીસ ગ્રામ મૂળના પાનનો રસ અને એક ગ્રામ જવખાર  મિક્સ કરી સવાર સાંજ પીવાથી પથરી તૂટીને યુરીયન દ્વારા બહાર નીકળી જાય છે.

એક ચમચી આદુના રસમાં વીસ ગ્રામ ડુંગળીનો રસ મિક્સ કરી તેમાં દળેલી ખાંડ મિક્સ કરી સવારે નિયમિત પીવાથી પથરી બહાર નીકળી જાય છે. કુંવારપાઠું, આદુનો રસ તથા મૂળાના પાનનો રસ બધી વસ્તુ સરખા ભાગે મિક્સ કરી ચપટી મીઠું નાખી સવાર-સાંજ પંદર દિવસ સુધી નિયમિત પીવાથી ફાયદો થાય છે. ત્રિફળા, ગોળ અને આદુનો રસ લેવાથી કમળામાં પણ ફાયદો થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *