આ કારણોસર વાળ થાય છે સફેદ, કલર ની જગ્યાએ આ ઘરગથ્થુ નુસ્ખા થી કરો વાળને કાળા, જાણો તમે પણ…

Spread the love

દરેક લોકોને પોતાના સુંદર દેખાવને લઇને ખુબ જ ગંભીર હોય છે. લોના મનની ઇચ્છા એવી હોય છે કે તે બીજા બધા લોકો કરતા વધારે સુંદર લાગે. તે પોતાના સૌંદર્યને જાળવી રાખવા માટે ઘણુ બધુ કરે છે. લોકોની સારી સુંદરતા તેના વાળથી આવે છે. પરંતુ આજના સમયમા હવામા પ્રદુષણ વધી ગયુ છે. તેનાથી વાળ ખરાબ થાય છે. તેની સાથે જ બધા લોકો તેને સારા કરવા માટે બજારમા મળતા કેમિકલવાળા શેમ્પુ જેવી વસ્તુ વાપરે છે.

તેનો લાંબો સમય ઉપયોગ કરવાથી વાળ ખરાબ થાય છે. ઉમર વધવાની સાથે સફેદ વાળ થાય તે લોકો માટે એક સમસ્યા બની ગઇ છે. આને ઉમર વધવાનુ લક્ષણ માનવામા આવે છે. પરંતુ આજના સમયમા બધા લોકોને આ સમસ્યા થાય છે. નાની ઉમરના લોકોને પણ આ સમસ્યા થાય છે. આ વધારે પ્રદુષણનુ કારણ ગણવામા આવે છે.

આનાથી બધા લોકો ખુબ જ પરેશાન રહે છે. સફેદ વાળથી પરેશાન થઇને માર્કેટમા મળતા રાસાયણીક વાળી વસ્તુઓનો વપરાશ વધારે છે. આનાથી બધા વાળને કલર કરે છે. તેનાથી લાંબા સમયે વાળને નુકશાન થાય છે અને વધારે સફેદ થાય છે. તમારે આને કલર ન કરવો જોઇએ અને આમ થવાનુ કારણ ગોતવુ જોઇએ. તો ચાલો જાણીએ આમ થવાના કારણો વિશે.

વાળ સફેદ થવાનુ કારણ :

બધા લોકો એમ કહે છે કે આ ઉમર વધવાથી થાય છે. પરંતુ તેવુ નથી આ સમસ્યા બધા લોકોને થાય છે. આમ વાહનોના ધુમાડાના કારણે હવાનુ પ્રદુષણ વધી રહ્યુ છે અને તેનાથી વાળને વધારે નુકશાન થાય છે. આનુ બીજુ કારણ આજકાલના લોકોનુ વ્યસ્ત જીવન અને બદલાતા જીવનના કારણે થાય છે.

આનાથી લોકો પોતાનો ખોરાક સમયસર કરી શકતા નથી અને તે લોકો બહારનુ અને વધારે મસાલા વાળો ખોરાક ખાવાથી થાય છે. આપણે આને કાળા કરવા માટે જે કલર વાપરીએ છીએ તે પણ વાળને નુકશાન કરે છે. આ સમસ્યા માથી રાહત મેળવવા માટે ઘરેલુ ઉપાયો કરવા જોઇએ.

કુદરતી ડાઇ :

પહેલાના જમાનાના બધા લોકો પોતાના વાળને કાળા કલરના બનાવા માટે ઘરે જ કલર બનાવીને લગાવતા હતા. તેનાથી વાળને કોઇ પણ જાતની આડઅસર થાતી ન હતી. તો ચાલો આજે જાણીએ આને કુદરતી રીતે કાળા કરવા માટેના ઘરગથ્થુ ઉપાયો વિશે.

સામગ્રી :

મહેંદી, બીટનો રસ, ચા પત્તી

બનાવાની રીત :

એક વાટકામા અથવા તો તપેલીમા મહેંદીનો પાવડર લેવો જોઇએ. ત્યારબાદ તેમા ચા પત્તી વાળુ પાણી નાખવુ જોઇએ. આ પાણી જરૂરીયાત મુજબ નાખવુ. ત્યાર પછી તેમા બીટનો થોડોક રસ નાખવો જોઇએ. ત્યારબાદ તેને સારી રીતે ભેળવી લેવુ જોઇએ. તે સારી રીતે ભળી જાય પછી તેને છ કલાક સુધી રાખી મુકવુ જોઇએ. છ કલાક બાદ તેમા સારો કલર થવા લાગેશે.

ઉપયોગ કરવાની રીત :

આ લેપ બને પછી તેને વાળમા પાથીએ પાથી સારી રીતે લગાવી લેવુ જોઇએ. આમ આ લેપને વાળમા અડધા કલાક માટે લગાવુ જોઇએ. અડધી કલાક બાદ આને નવશેકા ગરમ પાણીથી ધોઇ લેવુ. ત્યારબાદ તેમા નારીયેલ તેલ લગાવુ. અને બીજા દિવસે ફરીથી શેમ્પુ નાખીને વાળ ધોઇ લેવા જોઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *