આ કારણોસર અમુક લોકો ને વધુ કરડતા હોય છે મચ્છર, જાણો શું છે કારણ?

Spread the love

આજના સમયમાં પ્રદૂષણ વધતું જાય છે તેનાથી મચ્છરનો ઉપદ્રવ પણ વધારે જોવા મળે છે. ઘણા લોકોને વધારે મચ્છર કરડતા હોય છે. કેટલીક વાર એક જ જગ્યાએ બે વ્યક્તિ બેઠા હોય ત્યારે એકને મચ્છર વધારે કરડે છે તો એકને સાવ કારડતા જ નથી અથવા ઓછા કરડે છે. આવી જ્યારે પરિસ્થિતી થાય ત્યારે આપણે ઘણા વિચારો કરવા લાગીએ છીએ.

આજે આપણે એની પાછળનું એક રહસ્ય જાણીએ કે આવું કેમ થાય છે. આની પાછળ આપનું બ્લડ ગ્રૂપ ક્યુ છે તે પણ જબાવદાર હોય છે. આની સાથે બીજા પણ ઘણા કારણો હોય છે. તમને પણ વધારે મચ્છર કરડતા હોય અને તમે પણ આ સમસ્યાથી વધારે પરેશાન હોવ તો અને તમને એવું લાગે કે બીજા બધા કરતાં તમને વધારે મચ્છર કરડતા હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી.

આવું ઘણા લોકોને થતું હોય છે. હાલમાં અમેરિકાની પબ્લિક લાઈબ્રેરી ઓફ સાયન્સના એક રિપોર્ટ પ્રમાણે મચ્છરોનું કરડવું જીન્સ પર આધાર રાખે છે. તમા માતા કે પિતા માથી કોઈને પણ એકને વધારે મચ્છર કરડતા હોય તો તો તમારી સાથે પણ આવું થઈ શકે છે.

આ સિવાય એક સંશોધને જણાવ્યુ છે કે o બ્લડ ગ્રૂપ જે લોકોનું હોય તેવા લોકોને વધારે મચ્છર કરડે છે. આજે આપણે જાણીએ કે મચ્છર કઈ એવી વસ્તુઓ છે જેનાથી આપના તરફ આકર્ષિત થાય છે અને ક્યાં લોકોને વધારે કરડે છે. સંશોધનકારોના જણાવ્યા પ્રમાણે તે આપના શરીર માથી પ્રોટીન લે છે. એક રિચર્સ પ્રમાણે o બ્લડ ગૃપ વાળા લોકોને A બ્લડ ગ્રૂપ વાળા લોકો કરતાં બે ગણા વધારે મચ્છર કરડે છે. તો B બ્લડ ગ્રૂપ વાળા લોકોને સામાન્ય રૂપે મચ્છર કરડે છે.

આ સિવાય મચ્છર પરસેવાની ગંધથી તમારા તરફ વધારે આકર્ષિત થાય છે. જે લોકો વધારે બિયારનું સેવન કરતાં હોય તેવા લોકોને પણ વધારે મચ્છર કરડતા હોય છે. મચ્છરમાં કલર ઓળખવાની ક્ષમતા પણ રહેલી હોય છે. તેથી આપણે કેવા કલરના કપડાં પહેર્યા છે તે પ્રમાણે પણ મચ્છર કરડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *