આ કારગર ઉપાયો અજમાવીને ટૂંક સમય મા જ ઘટાડો તમારો આટલો વજન, જાણો તમે પણ…

Spread the love

આપણે આજના ઝડપી યુગમાં આપણા માટે વિચારવાનો સમય હોતો નથી. આપણને તો એક વસ્તુ તરફ દોડવાની તમન્ના હોય છે કે કેમ પૈસા કમાવા. તેવામાં આપણે આપણા આરોગ્યને સ્વસ્થ રાખવાનુ ભૂલી જતાં હોઈએ છીએ એ નથી સમજતા કે આપણુ સ્વાસ્થ્ય સારું હશે તો આપણે પૈસા કમાવવાની તાકાત વધારી શકીએ અને અત્યારના સમયમા આપણુ ખાવા-પીવાનુ એટલુ મસાલાવાળું બની ગયું છે તેનાથી પણ આપણું સ્વાસ્થ્ય ખરાબ થાય છે.

આપણે એક વસ્તુ વિચારવી જોઈએ કે, આપણું પેટ જ નીરોગી નહિ હોય તો આપણા શરીરને અનેકવિધ પ્રકારની સમસ્યાઓમાથી પસાર થવુ પડે છે. પ્રવર્તમાન સમયમા આ બધી બીમારીઓ ઘરના કેટલાક લોકોમાં જોવા મળે છે. આપણા વજન ને બરાબર રાખવો એ પણ આપણા શરીર માટે જરૂરી છે, કેટલાક લોકોને પોતાનુ વજન ઘટાડવું હોય તો તેના માટેના ઘરેલુ ઉપાય ફાયદાકારક બને છે.

યોગા ક્લાસ:

કેટલાક લોકો પોતાના વજન વધવાને લીધે પોતે ડરી જતાં હોય છે. વધેલા વજનને કેવી રીતે ઘટાડવુ? તે માટે આપણે પોતાના જ ટ્રેનર બની જતા હોય છે અને તેના કારણે આપણે અનેકવિધ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેવી બાબતોમાં આપણે યોગાસન કરવા માટે કોઈ ટ્રેનર પાસે જઈને તેની સલાહ મુજબ યોગા કરવા જોઈએ. તેનાથી શરીરને થોડી તાકાત મળે છે અને તમારુ વજન ઓછુ થવા લાગે છે તથા તમે તમારા વજનનું નિયંત્રણ કરી શકો છો.

ઉપવાસ રાખો:

આપણે શરીરના વજનને નિયંત્રિત રાખવા માટે ઉપવાસ કરવો જોઈએ પરંતુ, એવુ નહિ કે સાવ ઉપવાસ કરવો જોઈએ, જ્યારે યોગાસન કરવાના હોય તેની પહેલા ના જમવુ જોઈએ. ખાલી પેટે યોગા કરવાથી તેની અસર ખૂબ સારી થાય છે. એવી રીતે સવારના સમયે પણ આપણું પેટ ખાલી હોય છે, તેથી સવારે યોગા કરવાથી ઘણો ફાયદો થાય છે. જમતા પહેલા જ યોગા કરવા એ ફાયદાકારક બને છે. બની શકે તેટલું ગરમ પાણી પીવું જોઈએ. ઠંડુ પાણી ના પીવુ જોઈએ.

મેદસ્વીતામાં ઘટાડો:

આપણા વજનને ઘટાડવા માટે ઘરેલુ ઉપાય છે જે આપણે જાણતા હોઈએ છીએ. સવારે અને રાત્રે સૂતા પહેલા ગરમ પાણીમાં લીંબુનો રસ નાખીને અને તેમાં મધ નાખીને પીવાથી ઘણો ફાયદો થાય છે. તેનાથી શરીરનું વજન ઘટી શકે છે. લીંબુને પાણી સાથે પીવાથી તે શરીરમાં રહેલી ચરબીને ઓછી કરે છે અને શરીરનું વજન ઓછું કરે છે.

આ વસ્તુઓનું સેવન કરવું જોઈએ :

આપણા શરીરને ફિટ રાખવા માટે આપણે ઘણી બધી વસ્તુઓ ન ખાવી જોઈએ. કોઈપણનું વજન વધતું હોય તે વજનને ઓછું કરવા માટે અમુક ભારે ખોરાક ના ખાવા જોઈએ. દાળનું ઉકાળીને પાણી પીવાથી ઘણો ફાયદો થાય છે. તમે કોઈપણ સલાડ પણ ખાઈ શકો છો, સવારમાં કેળાં ખાવાને બદલે કોઈપણ જ્યુસ પી શકો છો. આવી રીતે શરીરના વજનને ઓછું કરી શકો છો.

બહારનાં ભોજનનું સેવન ન કરવું જોઈએ:

કોઈપણ વ્યક્તિ પોતાનુ વજન ઘટાડતુ હોય તો તેણે બહારના મસાલેદાર ખોરાક ના ખાવા જોઈએ. આવા માસાલાવાળા ખોરાક ખાવ તો તમે જે વજન ઘટાડવાની મહેનત કરો તેનો કોઈ મતલબ રહેતો નથી. એવા ખોરાકમા કેલેરીનુ પ્રમાણ વધુ હોય છે અને તેનાથી શરીરનું વજન વધી શકે છે. આપણે દિવસમા થોડા-થોડા સમયના અંતરે જમવું જોઈએ. પેટ ભરવા માટે વારંવાર ન જમવું જોઈએ, આવી રીતે જમવાનું ચાલૂ રાખો તેનાથી આપણા શરીર પર ખરાબ અસર થાય છે.

મરી નો પ્રયોગ:
આપણને કોઈપણ સલાડ ખાવાથી તો વજનને ઓછું કરવામાં ફાયદો થાય છે. કાચી ડુંગળી અને ટામેટાંનું સલાડ બનાવીને તેમાં મરીનો પાવડર નાખીને ખાવાથી ઘણો ફાયદો થાય છે. આપણે શકય હોય તો સાંજના સમયે જમતા પહેલા આ સલાડ ખાવું જોઈએ. મરી અને તેનો પાવડર આપના સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી છે. તેનું સેવન કરવાથી વજન પણ ઓછું થાય છે.

દેશી ગાયનું દૂધ:

આપણને સાંભળતા શોક લાગે છે કે ગાયનું દૂધ પીવાથી વજનને ઘટાડી શકાય છે. પરંતુ તે કેટલાક લોકોએ સાબિત કરેલું છે કે ઘણું દૂધ વજન ઓછું કરી શકે છે. એક બાબતનું ખાસ ધ્યાન રાખવું કે ભેસનું દૂધ શરીર માટે નુક્સાનકારક છે. તેનાથી શરીરની ચરબી વધે છે. તેથી વજન ઓછું કરવા માટે ગાયનું દૂધ પીવું ખૂબ ઉપયોગી છે.

ગ્રીન-ટી નો પ્રયોગ :

વજન ઓછું કરવા માટે ગ્રીન ટી ખૂબ ઉપયોગી છે, પરંતુ તેનો ઉપયોગ ઘણા ઓછા લોકો કરે છે. કેટલા બધા લોકો ચા અને દૂધ પીતા હોય છે. પણ તમારે ચા ને બદલે ગ્રીન ટી પીવાથી તમારું વજન ઘટાડી શકાય છે. તમારા શરીરની સ્ફૂર્તિમાં વધારો થઈ શકે છે. તેથી ગ્રીન ટી પીવી ખૂબ જરૂરી છે અને તે નિયમિત પીવાથી શરીરના વજનને ઓછું કરી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *