આ ઝાડને ઔષધિનો રાજા કહીએ તો પણ કઈ ખોટુ નથી, ૧૦૦ થી પણ વધુ બીમારીઓને કરે છે જડમૂળથી નાબુદ, જાણો તમે પણ…

Spread the love

આ એક એવું વૃક્ષ છે જે બધે ઔષધિમાં ઉપયોગમાં લેવાય છે. તે વૃક્ષનું નામ પલશાબીજ છે તેને ખાખરાના બી પણ કહેવામાં આવે છે. આ ખાખરાના પાન, મૂળ, ફળ, ફૂલ અને તેમાંથી નીકળતું ચીર બધા આયુર્વેદિક ઔષધમાં વપરાય છે. જે વ્યક્તિને કૃમિ થતી હોય તેના માટે આ ખુબ ફાયદાકારક છે. ખાખરાના બીને ગરમ પાણીમાં આખી રાત પલારવા પછી તેને સવારે કાઢી નાખવા ત્યારબાદ તેની છાલને નીકળીને તેને તડકામાં સુકવા તે સુકાય જાય એટલે તેને ખાંડીને તેનું ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણ ને દિવસમાં ત્રણ ચાર વાર ૧ ગ્રામ જેટલું લેવાથી કૃમિ દુર થશે.

તેથી જ ખાખરાના બી ખાવાથી કૃમિ બહાર આવશે. ખાખરાના બીને લીબુના રસમાં મિક્સ કરી તેનો લેપ ખરજવા, ધાધર પર લગાડવાથી ઘણો ફાયદો થાય છે. ખાખરાના ફૂલ એ કેશુડાના ફૂલ જ છે. તે ફૂલનું ચૂર્ણ બનાવીને ૩ ગ્રામ અને દુધમાં સાકર મેળવીને પીવાથી પેશાબની બધી સમસ્યા દુર થશે. જયારે પેશાબ અટકી જતો હોય ત્યારે આ ફૂલનો શેક કરવાથી તે સમસ્યા દુર થાય છે. છાતીમાં જામી ગયેલા કફને દુર કરવા કેશુડાના ફૂલનો શેક કરવામાં આવે છે.

સરસવના તેલને જે વ્યક્તિને કફ થતા હોય તેના છાતી પર ચોળીને આ ફૂલનો સેક કરવો આવું કરવાથી છાતીમા થયેલા કફ છુટા થશે. કેસુડાના ૫ થી ૭ ફૂલને ઠંડા પાણીમાં આખી રાત પલાળી સવારે તેને ગાળીને તે પાણીમાં સાકર મિક્સ કરી પીવાથી નસકોરામાં લાભ થાય છે. કેસુડાના ફૂલની પોટલી બનાવીને નાભી નીચે બાંધવાથી મુત્રાશનો રોગ દુર થાય છે અને અંડકોષ પર રહેલો સોજો પણ દુર થાય છે. પિતને કારણે તમને આજણી થઈ હોય ત્યારે કેસુડાના રસમાં મધ મિક્સ કરી આજવી અને તેની પેસ્ટને ઉકળવી તે ઉકળી જાય પછી આંખના પોપચા પર લગાડવાથી ફાયદો થાય છે.

જયારે આંખમાં ચેપડા વધારે થતા હોય ત્યારે એક કાંસાની વાટકીમાં દહીં લઈ તેમા ખાખરાનું પાન ધસીને તેનું આજ્ણ કરવાથી તે સમસ્યા દુર થશે. તેના પાંદડા ગર્ભધારણ પહેલા મહીને એક પાંદડું, બીજા મહીને બે પાંદડા, એવી જ રીતે નવ મહીને નવ પાંદડા લઈને એક ગ્લાસ દુધમાં તે પાંદડા નાખી તેને ઉકાળી સવાર સાંજ આ દૂધ પીવાથી ગર્ભધારણમાં લાભ થાય છે. તેના મૂળનો ઉપયોગ રાતે દેખાતું ન હોય ત્યારે તેને સારું કરે છે. તે આંખની દ્રષ્ટિને પણ વધારે છે. તેના તાજા ફૂલનું એક ટીપું આંખમાં નાખવાથી આંખની ઝાંખ, મોતિયા જેવી આંખની અનેક બીમારીઓ દુર થાય છે.

તેની છાલ અને સુઠની રાબ બનાવી તેને સવાર સાંજ પીવાથી પેટમાં થતો દુખાવો દુર થાય છે.હવે આપણે ખાખરાના ગુંદરથી થતા ફાયદા વિષે જણીશું. ખાખરાના ગુંદરને માર્કેટમાં કમરકસના નામે ઓળખાય છે. આ ગુંદર આપણા સ્વાસ્થ્ય માટે સારો છે.તેનો ભૂકો કરીને ઘીમાં તળવાથી તે ફૂલીને પાણી જેવો થશે. તેને સાવ મિક્સ કરી સરખે ભાગે સાકર,બદામ, પીસ્તા ,એલચી અને ચારોળી મિક્સ કરી ખાવાથી શક્તિ આવે છે.

ખાખરાના મૂળ ખુબ શક્તિવર્ધક ઔષધી છે. ૧૦ ગ્રામ ખાખરાના મૂળમાં ૧ લીટર પાણી નાખી તેનો ઉકાળો બનાવો આ ઉકાળામાં મધ અને સાકર મિક્સ કરી સવારે પીવાથી થોડા જ દિવસોમાં શક્તિ આવે છે.આ ઔષધ પુરુષોમાં પુરુષાતન વધારે છે. ખાખરાના મૂળનું ચૂર્ણ બનાવીને તેને ધી સાથે સવાર સાંજ લેવામાં આવે તો આપણા આરોગ્યમાં સારો ફાયદો થાય છે. ખાખરાના પાન સોજા પર બાંધવાથી ફાયદો થાય છે. ખાખરાના ઝાડને બાળીને તેની રાખને પાણીમાં નાખી તેને ઉકાળવી ત્યારબાદ તેને નીતરવા દેવું અને તેમાં નીચે રહેલા ક્ષાર એ કફ માટે સૌથી મોટું ઔષધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *