આ ઝાડના દરેક અંગ છે ઔષધિ, ડાયાબિટીઝ તેમજ કોલેસ્ટ્રોલ ને તો કરે છે જડમૂળથી નાબુદ, જાણો તમે પણ…

Spread the love

કદંબનું ઝાડ આયુર્વેદ માટે ખુબ લાભકારક છે. આ ઝાડને દેવનું વૃક્ષ માનવામાં આવે છે. આ વૃક્ષનો ઉપયોગ ઘણા રોગોની સારવાર માટે કરવામાં આવે છે. આ વૃક્ષની એક ખાસિયત છે કે તેના પાન મોટા અને તેનું ફળ લીબું જેવડું હોય છે. કદંબ ઔષધીય ગુણધર્મમાં ખુબ પ્રખ્યાત છે. ભારતના સુગંધી ફૂલોમાં કદંબના ફૂલનું ખુબ મહત્વ છે. ભગવાન શ્રી કૃષ્ણના તે પ્રિય ફૂલો હતા. પ્રાચીન કાળમાં આ ફૂલનો ઉલેખ થયો છે. આ કદંબના અસંખ્ય ગુણોમાં તેના અસંખ્ય ફાયદાઓં પણ રહેલા છે. તો ચાલો હવે તેના ફાયદા વિષે જાણીએ.

ક્યારેક આપણે અખો દિવસ કામ કરવાથી આંખોમાં દુખવો થાય છે ત્યારે કદંબની ડાળીની છાલને પીસી તેને આંખની ચારે બાજુ લાગવાથી દુખાવામાં રાહત થશે. જે લોકોને ચાંદી પડવાનું પ્રમાણ વધુ હોય તેને કદંબનો ઉકાળો બનાવીને તેના કોગળા કરવાથી મોમાં થતા રોગમાં ફાયદો થશે. તાવ આવ્યો હોય ત્યારે પાંચ તુલસીના પાન સાથે પાંચ ગ્રામ કદંબની છાલ મિક્સ કરી તેનો ઉકાળો બનાવીને પીવાથી થોડા દિવસમાં તાવ મટી જશે. કદંબ બેક્ટેરિયાથી થતાં વિવિધ ચેપની સારવાર માટે પણ ખુબ ઉપયોગી છે. તેનાથી પાચનતંત્ર અને હાડકા મજબુત બને છે.

તેના ફૂલ નો ઉપયોગ ડાયાબિટીસના દર્દીની સારવાર માટે પણ થાય છે. તાવ આવ્યો હોય ત્યારે પાંચ તુલસીના પાન સાથે પાંચ ગ્રામ કદંબની છાલ ને મેળવીને ઉકાળો બનાવવો અને આ ઉકાળનું સેવન થોડા દિવસ નિયમિત કરવું. આવું કરવાથી તાવ ખુબ જ ઝડપથી સારો થઈ જાય છે. કદંબ બેક્ટેરિયાથી થતાં વિવિધ ચેપની સારવાર માટે પણ વાપરી શકાય છે. જેના કારણે પાચનતંત્ર, નર્વસ સિસ્ટમ, હાડકાની વગેરે સારવાર થઈ શકે છે. કદંબ કોલેસ્ટરોલ અને ટ્રાઇગ્લાઇસેરાઇડ નું સ્તર ઘટાડવા માટે પણ ઉપયોગી છે. તેનો ઉપયોગ કોઈ પણ રોગથી થતા ચેપને તે દુર કરે છે.

તેના પાન અને છાલના રસમાં ફંગલ વિરોધી ગુણધર્મો હોય છે જે ખૂબ ફાયદાકારક છે. પેશાબ કરતી વખતે થતી પીડામાં પણ કદંબ ખુબ ઉપયોગી છે. જો ઉધરસ આવતી હોય ત્યારે પણ કદંબનું સેવન કરવાથી રાહત મળે છે. તેની છાલનો ૫-૧૦ મિલી ઉકાળો પીવાથી ઉધરસ અને કફમાં ફાયદો થાય છે. તેનું સેવન કરવાથી માતાના દુધમાં વધારો થાય છે. તે સંધિવા, સ્નાયુઓની જડતા જેવી આરોગ્યની સ્થતિમાં તે ખુબ ફાયદાકારક છે. તેમાં ક્વેર્સિટિન, ડેડઝિન, સિલિમરિન, એપિજિનિન અને જેનિસ્ટિન જેવા ફ્લેવોનોઇડ્સ ના ગુણધર્મો રહેલા છે જે હાડકાની સમસ્યાઓને લીધે શરીરમાં થતા દર્દ ને દૂર કરે છે.

કદંબના ફૂલ શરીરની નબળાઇને દુર કરે છે. પગમા થતી ઈજા અને બળતરામાં પણ તે ખુબ ઉપયોગી છે. તેને લાગવાથી તે ઘાને જલ્દીથી સાજો કરે છે. તેમાં હીલિંગના ગુણધર્મો હોવાથી તે લાગેલા ઘાને ઝડપથી મટાડે છે. પાચનની ક્રિયાને સારી બનાવવા માટે આ એક અસરકારક દવા છે. કદંબનો ઉપયોગ ત્વચાને સબંધિત સમસ્યા દુર કરે છે. તે ઠંડક મેળવવા માટેનો સૌથી સારો ગુણધર્મ છે. તે ચહેરાની બધી સમસ્યાને દુર કરે છે. કદંબ શરીરમાં એન્ટિ-ટ્યુમર પ્રવૃત્તિઓ ઉત્પન્ન કરે છે. કદંબના સેવનથી શરીરમાં ફેલાતા કેન્સરની વૃદ્ધિને ઓછી કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *