આ જગ્યાએ સોના અને ચાંદી કરતાં પણ મોંઘા છે માસ્ક તેમજ ટોયલેટ પેપર્સ, એકબીજા ને ભેટ સ્વરૂપે આપી રહ્યા છે લોકો

Spread the love

મિત્રો , દિવસે ને દિવસે કોરોના વાયરસના વધતા જતા ભયના કારણે માસ્ક અને ટોયલેટ પેપરની માંગ હાલ લોકો મા ખૂબ જ વધી ગઈ છે. પરિસ્થિતિ હાલ એવી સર્જાણી છે કે, માંગ અનુસાર આ વસ્તુ ની સપ્લાય થઈ શકતી નથી. તેની ખૂબ જ ભારે પ્રમાણ મા અછત સર્જાણી છે, હોંગકોંગમાં હાલ તે પૈસા આપવા છતા મળતુ નથી. અત્યારે તો એવી સ્થિતિ સર્જાણી છે કે, તેનુ મૂલ્ય સોના-ચાંદી કરતા પણ વધુ છે.

હોંગકોંગમા અનેક દુકાનોમા નાણાં ની જગ્યાએ દુકાનદાર માસ્ક અને ટોયલેટ પેપર લેવા લાગ્યા છે. તેનાથી તેમને ખૂબ જ લાભ થઈ રહ્યો છે કારણ કે, તે આ માસ્ક ને ઊંચી કિંમતે વહેંચી દે છે. ભાગ્યે જ કોઇ એવી દુકાન હશે કે જ્યા માસ્ક અને ટોયલેટ પેપર ખરીદવા ભીડ જામતી ના હોય.

સોશિયલ મીડિયામાં થઈ આ ઘટના વાયરલઃ

એક દુકાનદારે પૈસાના બદલામા ટોયલેટ પેપર અને માસ્ક લીધા હોય તેવી એક પોસ્ટ સોશિયલ મીડિયામા ખૂબ જ વાયરલ બની છે. એરિકા ફાન નામની એક યંગ યુવતી એ ફેસબુક પેજ પર સિડની કેફેની તસવીર પોસ્ટ કરી છે, જેમા બતાવવામા આવ્યુ છે કે, ખાવા-પીવાની ચીજવસ્તુઓની સામે પૈસાની જગ્યાએ ટોયલેટ પેપર લેવામા આવે છે.

કેફે મા મારવામા આવ્યુ આવુ લેખિત બોર્ડ :

આ અંગે કેફેમા બોર્ડ લગાવીને ગ્રાહકોને જાણકારી પણ આપવામા આવી છે કે, નાણા ની જગ્યાએ ટોયલેટ પેપર રોલ્સ સ્વીકારવામા આવે છે. ઘણા લોકો તો આ બોર્ડ જોઈને આશ્ચર્ય મા પડી ગયા હતા. એક કંપનીના બિઝનેસ ડેવલપમેન્ટ હેડ કહે છે કે, હાલ સ્થિતિ એવી સર્જાણી છે કે, તમે કોઈના ઘરે જવા નીકળ્યા છો તો તેમને વાઇન ભેંટ મા આપવાની જગ્યાએ તેમને ટોયલેટ પેપર ભેંટ મા આપવામા આવે છે. તો અમુક લોકો તો એવી મજાક પણ ઉડાડી રહ્યા છે કે, એક દિવસ ટોયલેટ પેપર્સ ઈન્ટરનેશનલ કરન્સી તરીકે સ્વિકારવામા આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *