આ જગ્યા મા એકી સાથે નવ દર્દીઓએ આપી કોરોના ને માત, આ દવા ને લીધે ગંભીર રોગી પણ થયા સાજા

Spread the love

મિત્રો, આ જીવલેણ કોરોના વાયરસ માટે હાલ હજુ સુધી કોઈપણ દવા કે રસી તૈયાર કરવામા આવી નથી, આમ છતા પણ મેરઠ ના ૯ દર્દીઓ સાજા થઈ ગયા તેવા સમાચાર મળી રહ્યા છે. હાલ, મેરઠ ના કોવિડ દવાખાના ના દાક્તરોએ આ ૯ કોરોના પોઝિટિવ દર્દીઓ કે જે કોરોના ને માત આપીને પાછા સ્વસ્થ થઈ ચૂક્યા છે તે વિશે માહિતી આપી હતી.

તેમના વિશે સાંભળીને લોકો મા જે કોરોના વાયરસ પ્રત્યે નો ડર હતો તે દૂર થયો છે અને એક નવી જ આશા જાગી હતી. કોવિડ ૧૯ દવાખાના ના દાક્તર તુંગવીરસિંહ આર્ય એ આ ૯ લોકો એ આ કોરોના ની ભયજનક સમસ્યા નો કેવી રીતે સામનો કર્યો અને કેવી રીતે તેમા જીત હાંસલ કરી તે વિશે થોડી માહિતી આપી.

કોવિડ-૧૯ દવાખાના ના દાક્તર તંગવીરસિંહ આર્યએ જણાવ્યુ હતુ કે, કોરોના થી પીડિત આ લોકો ને મેલેરિયા ની સમસ્યા મા આપવામા આવતી ક્લોરોક્વિન, એન્ટિ-રેટ્રોવાયરલ ડ્રગ અને સ્વાઈન ફ્લૂ ની સમસ્યામા આપવામા આવતી ટેમીફ્લુ અને ગળા ની દવા એઝિથ્રોમાઈસિન નુ કોમ્બીનેશન કરીને આપવામા આવ્યુ હતુ.

આ દવાઓ ની અસર, આ કોરોના થી પીડિત લોકો ની હિંમત અને દાક્તરો દ્વારા કરવામા આવેલ અથાગ પરિશ્રમ રંગ લાવ્યો છે. કોરોના થી પીડિત આ ૯ લોકો ના ૨૪ કલા કની અંદર બે પરીક્ષણો કરવામા આવી ચૂક્યા હતા. આ બંને પરીક્ષણ દરમિયાન તે નેગેટીવ આવ્યા હતા. ત્યારે દાક્તરોએ જણાવ્યુ કે, આ લોકો હવે કોરોના ની સમસ્યા થી મુક્ત થઈ ચૂક્યા છે.

મેડિકલ કોલેજના આચાર્ય દાક્તર આર.સી.ગુપ્તાએ જણાવ્યુ હતુ કે કોરોના ની સમસ્યા થી ડરવાની જરા પણ આવશ્યકતા નથી. જો તમે યોગ્ય કાળજી રાખો અને તેના થી બચવા માટે ના સૂચનો નુ પાલન કરો તો તમે આ સમસ્યા થી મુક્તિ મેળવી શકો. જો તમે અમુક-અમુક સમય ના અંતરે હાથ ધોતા રહેશો તો તેની સામે સરળતા થી લડી શકાય છે. લોકો એ સાવચેત રહેવુ અને જાગૃત રહેવુ.

ડો.આર.સી.ગુપ્તાએ આ કોરોના ની સમસ્યા અંગે ના લક્ષણો વિશે પણ થોડી ચર્ચા કરી કે, વાસ્તવ મા તો લોકો ને પહેલા શરદી-ઉધરસ ની સમસ્યા ઉદભવે છે. ત્યારબાદ તાવ આવી જાય છે અને ગળુ જામ થઈ જાય છે. તો જો તમે આ કોરોનાની સમસ્યા નો શિકાર થવા ના ઇચ્છતા હોવ તો આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામા આવેલા લોકડાઉન નુ યોગ્ય રીતે પાલન કરવુ અને ઘરની બહાર ના નીકળવુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *