આ હિટ હિરોઈન હાલ ટિફિન વેચીને ચલાવે છે પોતાનું ઘર, કહ્યુ કે મારે દયા નહીં પરંતુ જોઈએ છે કામ
બોલીવુડ ફિલ્મ જગતમા એવી ઘણી અભિનેત્રીઓ છે કે જે પહેલા તો સુપરહિટ રહી હોય પરંતુ પછી તેના દિવસો જતા રહ્યા હોય. એવી જ એક હિત અભિનેત્રી એટલે કે પૂજા ડડવાલ. બોલીવુડ ફિલ્મ જગતના દિગ્ગજ અભિનેતા સલમાન ખાનની ફિલ્મ ‘વીરગતિ’ થી પોતાના ફિલ્મી કારકિર્દીની શરુઆત કરનાર પૂજા ડડવાલે ‘હિન્દુસ્તાન’, ‘મેડમ નંબર 1’, ‘દબદબા’, ‘જીને નહીં દૂંગી’, ‘સિંદૂર કી સૌગંધ’, ‘તુમસે પ્યાર હો ગયા’,’કુછ કરો ના’, ‘મૃત્યુ’ જેવી અનેક હિટ ટીવી સીરીયલોમાં પણ કામ કર્યું છે.
પરંતુ આજના દિવસે પૂજા ડડવાલ ટિફિન સર્વિસ પૂરી પાડીને પોતાનુ ગુજરાન ચલાવી રહી છે. હાલ પૂજા સલમાન ખાન અને બોલિવૂડ ફિલ જગતના દિગ્ગજો પાસેથી કામ માગી રહી છે. પૂજા કહે છે કે, હુ ફિલ્મ જગતમા મારા અનેક મિત્રોને મળુ છુ. હાલ હુ લોકો પાસે કામ માગી રહી છુ. લોકો મને આશ્વાસન આપી રહ્યા છે પરંતુ મારી પાસે હવે ધીરજ રહી નથી. હુ એવુ નથી ઈચ્છતી કે ફરી એકવાર હુ પથારીમા પડી જાવ અને ત્યારે મને મદદ મળે. મને કોઈની પણ દયા નથી જોઈતી મારે તો બસ કામ જોઈએ છે. હુ એક સારી અભિનેત્રી છુ.
આગળ વાત કરતા પૂજાએ જણાવ્યુ હતુ કે, મે સમાચારના માધ્યમથી વાંચ્યુ છે કે ડાયરેક્ટર અનીસ બઝમી, અભિનેત્રી સોહા અલી ખાન અને અભિનેતા બોમન ઈરાનીએ જ્યારે મારી હાલત વિશે સાંભળ્યુ તો દુઃખી થયા અને ડાયરેકટર અનીસ બઝમીએ કહ્યુ છે કે જ્યારે તે પોતાની અપકમિંગ ફિલ્મ બનાવશે તો તે મને કાસ્ટ કરશે. તે બદલ હુ એ બધાનો ખુબ ખુબ આભાર માનુ છુ. અત્યાર સુધીમા મને કોઈ કામ મળ્યુ નથી. મારી પાસે રુપિયા નથી પરંતુ મરી પાસે ખુબ મજબુત આત્મવિશ્વાસ છે.
હાલમા પુજા રોજગારી માટે ટિફિન સર્વિસનુ કામ કરી રહી છે. મને કંઈ જ સમજમા નથી આવતુ કે હુ શુ કરુ? ત્યારે મારા મિત્ર અને ડાયરેકટર રાજેન્દ્ર સિંહે મને ટિફિન સર્વિસ શરુ કરવાની સલાહ આપી. તેમણે મને આ કામ માટે જગ્યા અને સામાન પણ મગાવીને આપ્યા છે. અહી એ પણ ઉલ્લેખનીય છે ગયા વર્ષે માર્ચ મહિનામા પૂજા ટીબીની ગંભીર બીમારીથી પીડાતી હતી. ત્યારે પૂજા પાસે સારવાર માટે કોઈ જ રુપિયા ન હતા. તે સમયે સલમાન ખાને પોતાની દેખરેખમા ૯ થી ૧૦ મહિના સુધી સારવારનો બધો ખર્ચો ઉઠાવ્યો હતો.