આ હર્બલ હેયર કન્ડિશનરથી વધી જશે વાળની ચમક, આ રીતે આજે જ બનાવો ઘરે અને જુઓ ફરક

Spread the love

અત્યારે વાળ ખરવાની સમસ્યા બધા લોકોમાં જોવા મળે છે. ત્યારે મોહેના કુમારી સિંહ વાળને સુંદર અને મુલાયમ બનાવવા માટે ઘરે બનાવવા ઘરે કન્ડિશનર નો ઉપયોગ કરે છે. આ કંડીશનર ઉનાળાની ઋતુમાં ખુબ ઉપયોગી બને છે. તે આજે અમે તેના હેર સિક્રેટ વિષે વાત કરીશું.તે તેના વાળને સુંદર અને રેશમી બનાવવા માટે તે ઘરના બનાવેલા કન્ડીશનરનો ઉપયોગ કરે છે. આજે મોહેના ઘરે બનાવેલું કન્ડીશનર બનાવવાની રીત વિષે વાત કરીશું. તે બજારના મોંધા પ્રોડ્કનો ઉપયોગ નથી કરતી પરંતુ ઘરેલું ઉપાયો પર વધારે નિર્ભય રાખે છે. તેટલા માટે તે ઘરે બનાવેલા કન્ડીશનરનો ઉપયોગ કરે છે. તો ચાલો તે કન્ડીશનર બનવાની રીત વિષે જાણીએ.

વાળને ધોયા બાદ કરો આ હર્બલ કન્ડીશનરનો ઉપયોગ

આ આર્યુવેદિક કન્ડીશનર બનાવવા બે વસ્તુની જરૂર પડે છે. જે મોહેના વાળ શેમ્પુ કર્યા પછી લગાવે છે. તે માટે લીબુનો રસ અને એલોવેરા જેલ. આ બંને વસ્તુને સારી રીતે મિક્સ કરીને વાળને ધોયા પછી લગાડવું, અને થોડા સમય રહેવા દો ત્યાર બાદ તેને પાણી થો ધોઈ લો. આ પ્રયોગ કરવાથી એ આપણા વાળને મુલાયમ અને રેશમી બનાવે છે. તે આપણા વાળમાં કન્ડીશન જેવું જ કાર્ય કરે છે.

વાળ માટે ખુબ ફાયદાકારક

એલોવેરા આપણા વાળમાં ખુબ ફાયદાકારક છે. જે લોકો મુસાફરી કરતા હોય અને તડકે જતા હોય તેણે આ ઉપાય જરૂર કરવો જોઈએ. કેમ કે તે સમય દરમિયાન વાળ સુકા અને બરછટ થઈ જાય છે. તેને લીધે આપણા ઉપરના સ્તરને ખુબ નુકશાન થાય છે. તેના લીધે આપણા વાળની ચમક ઓછી થવા લાગે છે. મોહેના તેમના શુટીંગમાં ઘણી કલાક સુધી વ્યસ્ત રહે છે, અને કલાકો સુધી બહાર મુસાફરી કરતી હોય છે. તેના લીધે તે આ એલોવેરા જેલનો ઉપયોગ કરીને વાળને મુલાયમ અને રેશમી બનાવે છે. તેથી આનો પ્રયોગ તમારે પણ જરૂર કરવો જોઈએ.

લીંબુ વાળની ઘણી સમસ્યા દૂર કરે છે

લીબુનો ઉપયોગ ત્વચા પર કરવામાં આવે છે. તેની બધા લોકોને ખબર જ હશે. તે ત્વચા માટે જેટલું ઉપયોગી છે, તેટલું જ તે વાળ માટે પણ ફાયદાકારક છે. લીબું વાળમાં રહેલા ખોળાને દુર કરે છે. તેલ, ધૂળ, ગંદકી, પરસેવો, અને ફૂગ જે વાળના મૂળમાં એકઠું થાય છે. તે બેક્ટેરિયાને પણ તે દુર કરે છે. મોહેનાની જેમ તમે પણ લીબું અને એલોવેરા જેલને મિક્સ કરી વાળમાં લગાવો છો તો તમને પણ વાળમાં ઘણો ફાયદો થતો જોવા માળશે. તે આપણા વાળને સ્વસ્થ, મુલાયમ, અને રેશમી બનાવે છે. જયારે વાળ ધોવો ત્યારે આનો એક વાર જરૂર ઉપયોગ કરજો.

તેનો ઉપયોગ કરવાની રીત

મોહેના કહે છે કે તે શેમ્પુ કર્યા પછી ભીના વાળમાં જ આનો ઉપયોગ તે કરે છે. આ જેલ લગાવ્યા પછી તેને વીસ થી પચીસ મિનીટ સુધી રેવા દો. ત્યારબાદ વાળને સાદા પાણી વડે ધોઈ નાખવા. આ જેલ લગાવ્યા પછી સેમ્પુનો ઉપયોગ ન કરવો. વાળમાં આ જેલ લગાવ્યા પછી સાવર કેપ પહેરવી. જેથી વાળમાં લગાવેલ જેલ નીચે ટપકે નહિ. જો તમારા વાળ સુકાય ગયા હોય ત્યારે તેમાં એક ચમચી મધ પણ નાખી શકાય છે.

વાળની કન્ડિશનિંગ પણ મહત્વપૂર્ણ છે

તમારે મહિનામાં ઓછામાં ઓછુ એક વાર વાળમાં કુદરતી મહેંદી અથવા દહીં લગાવવું જોઈએ. જો તમે દહીંમાં મહેંદી મિક્સ કરીને વાળમાં લગાવશો તો તમારા વાળને તે ખુબ સુંદર અને મુલાયમ બનાવે છે. તમે વાળમાં દહીં અને કેળાનું મીક્ષ્ણ પણ લાગવી શકો છો. મહિનામાં એક વાળ તેની કાળજી લેવાથી આપણા વાળ લાંબા સમય સુધી કાળા અને અને જાડા રહે છે. આ માટે તમારે કુદરતી ઉપાયોનો જ પ્રયોગ કરવો જોઈએ.

ચાર ચમચી મહેંદી પાવડર, છ ચમચી છાશ, એક ચમચી નાળીયેલ તેલ, આ બધી વસ્તુને મિક્સ કરી તેની પેસ્ટ બનાવીને તેનો ઉપયોગ વાળમાં કરવો. જો તમારા વાળ ટુકા અથવા લાંબા હોય તો તે પ્રમાણે આ પેસ્ટને બનાવી. ત્યારબાદ બીજા દિવસે વાળ ધોયા પછી તેનો ઉપયોગ કરવો જોઈએ. તેને વાળમાં લગાવ્યા પછી ત્રીસ થી ચાલીસ મિનીટ સુધી વાળમાં રહેવા દેવું. ત્યાર પછી શેમ્પુ વડે વાળ ધોઈ નાખવા. મેલા વાળ પર આ માસ્કનો ઉપયોગ ન કરવો. નહિ તો વાળમાં કોઈ ફાયદો થતો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *